Nojoto: Largest Storytelling Platform
nojotouser1918499687
  • 14Stories
  • 25Followers
  • 82Love
    80Views

Dk Diamond Solanki

  • Popular
  • Latest
  • Video
10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

નામ વિનાનું તારું સગપણ ગમે.
જિંદગીભર પ્રેમનું વળગણ ગમે.

આમ તો હું ભાવની ભૂખી રહી,
સ્નેહ ભીની આંખની પાંપણ ગમે.

છે ઘણા સંસારમાં આંગણ છતાં,
સાવ નોખું આપણું તોરણ ગમે.

ચોતરફ આંખો ઘણી જોઈ છે મેં,
પણ મને તારા જ બસ કામણ ગમે.

જિંદગી તારી ઉપર થઈ ગઈ ફિદા,
તારી સાથે જીવવુ હરક્ષણ ગમે.

આવશે તું કોઈ સપનામાં કદાચ,
જાગવાનું તેથી નિષ્કારણ ગમે.

✍️સૂચિતા ભટ્ટ

©Dk Diamond Solanki સૂચિતા ભટ્ટ

સૂચિતા ભટ્ટ #Shayari

7 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

આપણા ધાર્યા મુજબ તો ક્યાં જીવાતું હોય છે?
સાવ અણધાર્યું જીવનમાં રોજ થાતું હોય છે.

આમ તો જે ભાગ્યમાં છે, એ મળે છે આપને,
તોય હૈયું એટલેથી ક્યાં ભરાતું હોય છે?

કેટલીયે વાર પાસાં ઉલટા પડતા હશે,
એમ સમજો માન ઈશ્વરનું રખાતું હોય છે.

ઈંટ, કપચી, રેતી ને સિમેન્ટ બસ પૂરતા નથી,
લાગણી, હૂંફ, સ્નેહથી તો ઘર ચણાતું હોય છે.

"દીપ"ની ગણના ભલે સૂરજ પછી રાખો તમે,
પણ પ્રથમ ભગવાનની સામે નમાતું હોય છે.

✍️ દીપકસિંહ સોલંકી "દીપ" આણંદ

©Dk Diamond Solanki ગઝલ -ક્યાં જીવાતું હોય છે?
દિપક સિંહ સોલંકી દીપ આણંદ 

#SunSet

ગઝલ -ક્યાં જીવાતું હોય છે? દિપક સિંહ સોલંકી દીપ આણંદ #SunSet

10 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

જેમની પર વ્હાલ છે,એ હોય કાયમ દૂર કેમ? 
પ્રેમ છલકાતો રહે છે એમની પર એમનેમ.

એકમાંથી બે થયાં કે થઈ ગયા બેમાંથી એક?
પ્રેમથી પર થઈ ગયા કે પ્રેમથી પર થઇ ગ્યો પ્રેમ?

જો સમય ના આપવો હો તો બહાના છે હજાર,
વ્યસ્તતાની વાત ખોટી, જિંદગી છે આમતેમ.

હરક્ષણે સાથે રહી શકવું સતત મુશ્કેલ છે,
કોઈપણ સ્થિતિમાં હો, પણ હોય પ્રિયજન હેમખેમ.

આદતો સુધરે નહી લાખો પ્રયત્નો બાદ પણ,
માંકડું છે માનતું ક્યાં, મન મનાવ્યું જેમતેમ.

આપ નક્કી નહીં કરી શકશો જીવનભર એક વાત,
એમનો એ આપની પર પ્રેમ છે, કે છે રહેમ?

સૌના જીવનમાં દિવાળી લાવવા કોશિશ કરે,
"દીપ"ને તો આવડે ના આવી ગંદી કોઈ ગેમ.

✍️દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ

©Dk Diamond Solanki ગઝલ -પ્રેમથી પર થઈ ગયો પ્રેમ
દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ

ગઝલ -પ્રેમથી પર થઈ ગયો પ્રેમ દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ #Shayari

9 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

માથે પડ્યો છે આખી રાતનો ઉજાગરો.
દિવસે નડ્યો છે આખી રાતનો ઉજાગરો.

પડખાં સતત બદલતો રહ્યો થઈ ગયો બેચેન,
બસ તરફડ્યો છે આખી રાતનો ઉજાગરો.

નિર્જન જગત, એકલતા, ને સુમસાન રાત છે,
કેવો ઘડ્યો છે આખી રાતનો ઉજાગરો!

હાલત અમારી જોઇને સમજી ગયા છે સૌ,
નજરે ચડ્યો છે આખી રાતનો ઉજાગરો.

આંખો સવાર પડતાવેંત લાલ થઈ ગઈ,
કેવો રડ્યો છે આખી રાતનો ઉજાગરો!

નાહક પ્રયાસ થઈ ગયા છે શોધવા જતાં,
કોને જડ્યો છે આખી રાતનો ઉજાગરો?


જો ઓલવાયો "દીપ" તો અંધારની સાથે,
બસ બાખડયો છે આખી રાતનો ઉજાગરો.

✍️દીપકસિંહ સોલંકી "દીપ" આણંદ

©Dk Diamond Solanki ઉજાગરો ગઝલ
Dipak sinh solanki
#akelapan

ઉજાગરો ગઝલ Dipak sinh solanki #akelapan

7 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

અઝિમ ધાનાણી નથી રહ્યો તું,
તારા વગર આ જીવન છે સુનું.

નરાધમો શાને ગોળી મારી,
જીવ્યો છે જીંદગી એ અધૂરી,
થયું ઘણું દુઃખ નથી હવે તું.
અઝિમ ધાનાણી નથી રહ્યો તું.

અમારી પ્રાર્થના કે તારો આત્મા,
અમર ગતિ દે તને પરમાત્મા.
સદાય માટે તને સ્મરીશ હું.
અઝિમ ધાનાણી નથી રહ્યો તું.

સગો છે ભાઈ ન કેવળ મિત્ર,
મરણ તારું થઈ ગયું વિચિત્ર.
પ્રભુને ગમ્યું તે જ તો ખરૂં.
અઝિમ ધાનાણી નથી રહ્યો તું.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🙏ઈશ્વર દિવ્ય આત્માને મોક્ષ આપે 
એવી અભ્યર્થના🙏

©Dk Diamond Solanki
  હાર્દિક શ્રદ્ધાંજલી અઝિમ ધાનાણી
maulesh friend

હાર્દિક શ્રદ્ધાંજલી અઝિમ ધાનાણી maulesh friend #Poetry

47 Views

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

દિવ્ય છે મુકેશભાઈ નો આત્મા.
એમનામાં જોયા છે પરમાત્મા.

ખૂબ નિખાલસ ને ભોળાં માનવી,
એમનું દિલ જાણે પાવન જાહ્નવી.

એ નથી પણ એ સતત છે લાગતું,
એમનું સાંનિધ્ય હૈયું માંગતું.

મોક્ષ પ્રાપ્તિ એ હવે પામી ગયાં,
સુખ બધું અમને તો આપી ગયા.

એમના આશિષથી સૌ છે સુખી,
એ રહ્યા તા જિંદગીભર છો દુઃખી 

એમની તો ખોટ ક્યાં પૂરી શકાય,
યાદ રોજેરોજ બસ કરી શકાય 

છત્ર છાયા આપની છોને નથી.
ગર્વ છે કે આપની છું દીકરી.

આખી દુનિયા એક બાજુ છે અને.
એક બાજુ છો પિતાજી જો તમે..

પ્રાર્થના હું રોજ ઈશ્વરને કરું.
આપના અહેસાન પણ રોજે સ્મરું.

દિલથી વંદન છે તમે સ્વીકારજો.
ખુશ રહો આશિષ એવા આપજો.

©Dk Diamond Solanki શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ #Poetry

3 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

🍁🍁🍁🍁🍁🍁🍁🍁
બેન છે વર્ષા તો, વાદળ ભાઈ છે.
બેન છે આંખો તો, કાજળ ભાઈ છે.

બેન છે સંગીત, તો છે ગીત ભાઈ,
છે કલમ જો બેન, કાગળ ભાઈ છે.

બેનને સુખ આપવા, દુઃખ ભોગવે,
બેન છે આગળ તો, પાછળ ભાઈ છે.

બેઉ જણ આધાર છે મા બાપના,
બેન કુંવરબાઇ, શામળ ભાઈ છે.

બેઉ ઈશ્વરના અનોખા રૂપ છે,
બેન કૂણો છોડ, કૂંપળ ભાઈ છે.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
✍️દીપક સિંહ સોલંકી "દીપ" બાહી

©Dk Diamond Solanki ગઝલ- ભાઈ બેન
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ

#Bhaidooj

ગઝલ- ભાઈ બેન દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ #Bhaidooj

7 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

પડતર દહાડો - ગ્રહણ

તહેવારોની વચ્ચે આવ્યો શાને પડતર દહાડો?
કરવા આવ્યો સંબંધોનું પાકું ઘડતર દહાડો.

ગ્રહણ ભલે છે કિંતુ એની અસર નહિ વર્તાશે,
શ્રધ્ધા અંધ બને ને એ લોકો જ વધુ ભરમાશે.
નડવાનો તો છે જ નહિ તો શાને નડતર દહાડો?
કરવા આવ્યો સંબંધોનું પાકું ઘડતર દહાડો.

જૂનું વર્ષ ગયું ને આવ્યું વર્ષ નવું, સમજાવે,
બંને વચ્ચે સુમેળતાનો સેતુ એક બનાવે,
હીરા મોતીથી પણ મોંઘો લાગે જડતર દહાડો.
કરવા આવ્યો સંબંધોનું પાકું ઘડતર દહાડો.

"દીપ" તમે પ્રગટાવી દો તો અજવાળા ફેલાશે,
ઘરઘરમાં ખુશીઓના ઝરણાંના જળ પણ રેલાશે,
વેરઝેર ભુલાવી દે કાઢે સૌ કળતર દહાડો.
કરવા આવ્યો સંબંધોનું પાકું ઘડતર દહાડો.

તહેવારોની વચ્ચે આવ્યો શાને પડતર દહાડો?
કરવા આવ્યો સંબંધોનું પાકું ઘડતર દહાડો.

✍️દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ

©Dk Diamond Solanki પડતર દહાડો ગીત રચના
ગ્રહણ
#fullmoon

પડતર દહાડો ગીત રચના ગ્રહણ #fullmoon

5 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

વ્રજ વિહાર
ક્રિકેટ ગ્રુપ

©Dk Diamond Solanki

6 Love

10a8ddedd0676c689e21763d58c181b1

Dk Diamond Solanki

0 Bookings

loader
Home
Explore
Events
Notification
Profile