Nojoto: Largest Storytelling Platform
nojotouser9331319582
  • 13Stories
  • 176Followers
  • 400Love
    0Views

આનંદ કિશોર

  • Popular
  • Latest
  • Video
25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

I am looking forward
 to many more years 
of friendship and birthdays 
with you. 
Have a fantastic birthday!

HAPPY BIRTHDAY..

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

#Pehlealfaaz આ ચાંદને કહી દો કે, 
એને અમસ્થો અહંમ્ છે,
તું સાથ છે તો, 
મારે રોજ શરદપૂનમ છે. 13.10.19

13.10.19 #Pehlealfaaz

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

જિંદગીની  બધી  જ   વેદના  બુઠ્ઠી થઈ જાય,
તું  જો  મારી   આંગળીની  અંગૂઠી થઈ જાય.
વાત  નીકળે  જો  તુજ  અધરની ચમક  વિશે,
તો    ચંદ્રની    ચાંદની   પણ  જૂઠી થઈ જાય.
વર્ણન   ન  હો   તારું   તો   એમ   પણ  બને,
ગઝલની    હરએક    પંક્તિ   ઠુંઠી થઈ જાય.
લોહી  સાથે  સાથે   ભ્રમણ  કર્યા  કરે  છે  તું,
તું  ના  હોય  તો  આ ત્વચા  જૂઠી થઈ જાય.
એના  આગમનથી ખુલી જવાય છે "આનંદ",
અને જો, પાછા વળે તો બંધ મુઠ્ઠી થઈ જાય, #Thrilled
25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

ચિતાં  પર  દીવાસળી કોણે મૂકી દોસ્ત ?
મારે સળગવાનું આમ ક્યાં સુધી દોસ્ત ?
અંધાર  સાથે  એની  યાદ  લઈને આવે,
રાતની  આ   જ  આદત ના છૂટી દોસ્ત.
સાંભળ્યું   છે   એને  રડવું  નથી  પસંદ,
પણ,   હસવાની  લત  એ  ભૂલી દોસ્ત.
હતું   એની   આંખમાં   અસ્તિત્વ  મારૂં,
એ  આવી  ફક્ત  દરવાજા  સુધી દોસ્ત.
શબ્દોમાં   ફક્ત   એનું  જ  નામ   હોય,
ગઝલ    કિતાબ    જ્યારે   ખુલી દોસ્ત,
હાથ   છોડીને   જતો   રહ્યો   "આનંદ",
હાશ!   હવે   મારી   જાન   છૂટી દોસ્ત.

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

એની  સાડીનું   પાલવ  જરાક  મને  અડી ગયું,
મારાં અમુક ખાસ મિત્રોનું  મોઢું  કેમ  ચડી ગયું.
આંખોમાં   એની    કેટલું    ઊંડાણ  છે   દોસ્ત,
એક   પલકારો   થયોને  મારુ  મન   રગડી ગયું.
જ્યારથી  એનાં ઘર તરફ  મારા  ફેરા વધી ગયાં,
લોકો  કહેવા લાગ્યાં,  આનું જીવન બગડી ગયું.
એનાં  હાથમાં  જ  રહી   હમેંશા  મારી  લગામ.
મારાં  હાથમાં   જે   હતું   એ   બધું   પડી ગયું.
"આનંદ"ની    ફિકર   હવે   તું  સાવ  છોડી   દે,
એને   રોજ   રોજ   હસવાનું   કોઠે   પડી ગયું.

-- આનંદ કિશોર
Dt.26.09.19

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

સમજ નથી, પ્રેમ છે કે ફક્ત કામણ છે,
શહેરોમાં એવાં કેટલાયે મેરુ માલણ છે.
પૂછી  પૂછી  ને  કરે  છે અહીં  પ્રેમ  સૌ,
દોસ્ત,  તપાસ  તો  કર,  શું  કારણ છે?
જરૂર  પુરા  થશે પછી અભરખાં તારાં,
વ્રત  નથી  તોય   રોજનું  જાગરણ છે.
વાદળ  જેમ  ઘૂંઘવાટાં   કરે  છે   કોઈ,
એની    આંખમાં  પાણીનું  ભારણ છે.
કેફી રૂપ, ઘેલી આંખો, વાળ ઘૂંઘરાલાં,
મારા   પતનનું  એ  જ  તો  કારણ છે.
હું  જ  હતો,  ફક્ત  હું  જ હતો ત્યાં,
એ હવે કહે છે  આંખમાં  રજકણ છે.
ભુંકો   થઈ   ગઈ,    વિખરાઈ   ગઈ,
"આનંદ"  તારી બધી વાત બટકણ છે.

                          - આનંદ કિશોર. 14.07.2019

14.07.2019

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

ત્યાં તો  ધોધમાર વર્ષા વરસે,
અહીં મારુ હદય સાવ તરસે.

લઈને આવ થોડાં ઝરઝરિયાં,
કોરાકટાક આ ઘરનાં નળિયાં.
તરબતર  થઈ જાવ  પછી હું,
એક ટીપાંની સ્પર્શે.
ત્યાં તો  ધોધમાર વર્ષા વરસે,

અખોમાં "આનંદ" ઉભરાવી,
આવ  હવે  તું  નભ ઠુકરાવી.
તારી    આ    પ્રકૃતિ   સામે,
સૃષ્ટિ  પાણી ભરસે.
ત્યાં તો  ધોધમાર વર્ષા વરસે,
                
                - આનંદ કિશોર. 06.07.2019

06.07.2019

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

જ્યારે ચર્ચામાં  વફાદારીનો વિષય હોય છે,
મારી અંદર કોણ  જાણે કેવો ભય હોય છે.
ચૂપ   રહેવામાં  જ  મારો  વિજય હોય છે.
જ્યારે   જ્યારે    બોલું  પરાજય હોય છે.
રોજ ખુદને સાબિત  કરતાં થકી જવાય છે,
સૌનો  એક  દ્રષ્ટિકોણ,  એક લય હોય છે.
અપવિતી    મારી  મેં   સ્વાંનને  કીધી  હતી,
ભસી નાખ્યું,  ભસવું એનો વિષય હોય છે.
એનું    કહેલું   ફરજીયાત   સાચું    માનવું,
હું  ધૂતરાષ્ટ્  છું, અને  એ  સંજય હોય છે.
અમુક  વર્ષો પછી  "આનંદ"  ભુલાઈ ગયો,
માણસની   કિંમત  ધબકતું  હૃદય હોય છે.

                                 - આનંદ કિશોર. 27.06.2019

27.06.2019

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

તારી   આ  જીદ  છે,   કે  તારો  વહેમ છે?
તને  રોજ રોજ કહેવું પડે છે કે મને પ્રેમ છે.

દરિયાના  મોજાંને   કદી  કહેવું  નથી પડ્યું,
રેતી  રોજ   એનાં   વહાલથી  ભીંજાય છે.
સ્પર્શીને    પર્વતની   છેક   ઉપરની   ટોચને,
હવાનાં   ગાલ  કેવાં   લાલ  લાલ  થાય છે.

તારે  પણ  આમ  કંઈક  સમજી લેવાનું  કે,
હજી   આપણો   આ    પ્રેમ   હેમખેમ છે.
તારી   આ  જીદ  છે,   કે  તારો  વહેમ છે?
તને રોજ રોજ કહેવું  પડે છે કે મને પ્રેમ છે.

                                 - આનંદ કિશોર.

25a9510741e33770782c7e38fb46c430

આનંદ કિશોર

એક  શિવ  છે,  બીજું  કાંઈ  નથી
એક  જીવ  છે, બિજું   કાંઇ નથી.
એક   શિવાલયમાં  જરૂર   મળશે,
એક  દિવ  છે,  બીજું  કાંઈ  નથી.
એક   ધૂમાડો   છે   ફક્ત  ધૂમાડો,
એક સજીવ છે, બીજું કાંઈ નથી.
એક  ઘરનો   આધાર  હોઈ   શકે,
એક  નિવ છે,  બીજું  કાંઈ  નથી.
એક   સપનાં   ઉપાડી  દોટ   મૂકે,
એક નિર્જીવ છે, બીજું કાંઈ નથી,
એક  "આનંદ"  છે  ફક્ત માણસ,
એક  શિવ  છે,  બીજું કાંઈ નથી.
                 
                    - આનંદ કિશોર

loader
Home
Explore
Events
Notification
Profile