Nojoto: Largest Storytelling Platform
riddhitrivedi8713
  • 7Stories
  • 10Followers
  • 79Love
    702Views

Riddhi

  • Popular
  • Latest
  • Video
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

Black ક્યારેક હસાવે છે તું જિંદગી
તો વળી ક્યારેક રડાવે પણ છે
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી..

પોતાનાને પારકા બનાવી બતાવે
ને વળી અજાણ્યાને બનાવે સાથી
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

ભુલાવી દે ભણતર આ ચોપડીનું
શીખવાડે છે પાઠ, જીવન ઘડતરનું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

હસતાં ચહેરાંઓને રડાવી દે છે તું
નમ આંખોને પણ મલકાવી છે તું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

નિરંતર સમય સગડોય સરવી દે છે
પણ એ યાદોમાં અટકાવી દે છે તું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

©Riddhi
  #Thinking
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. હજારો રંગો છે અહીં,
તેમ છતાં પણ,
તુજ પ્રેમ રંગ વિના...
બધું જ રંગહીન છે...



.

©Riddhi
  #holi2024
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

સજ્જડબંધ ભીડના શહેરમા આકાશના ટેરવે એકાંકીપણું જીવે છે
રોજ રંગોની ઈચ્છાઓ રંગીન રાખી સફેદપણાના ભીતરને વલોવે છે...













.

©Riddhi
  #Holi

Holi

4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

ખોટી હું પણ નથી, ખોટો તું પણ નથી... 
પૂર્ણ હું પણ નથી, તું પણ નથી..

મજબુરી મારી પણ છે, થોડી તારી પણ છે, છોડીસ તું પણ નહીં, હું પણ નહીં...

 ભુલ મારી પણ છે, ભુલ તારી પણ છે, સમજીશ તું પણ નહીં, હું પણ નહીં... 

ઘમંડ મારો પણ છે, ઘમંડ તારો પણ છે,
 મુકીશ તું પણ નહીં, હું પણ નહીં...

સંબંધ મારો પણ છે, સંબંધ તારો પણ છે, ભુલીસ હું પણ નહીં, તું પણ નહીં.....

©Riddhi #Walk
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

આશા બસ એટલી...

ખુલ્લું આકાશ હોય,
ચાંદની રાત હોય,
હાથમાં તારો હાથ હોય,
નયનોમાં નરમાશ હોય,
પ્રેમનો પ્રકાશ હોય,
પાસે માત્ર તું હોય.....

©Riddhi
  #sunrisesunset
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

પકડ્યો છે આ હાથ,
હવે એ મુકાશે નહીં...

વાયદો આ જનમાંતરનો,
મર્યા પછી પણ તોડાશે નહીં...

©Riddhi Trivedi #holdinghands
4f03c61e3903cd0c886b0bcdcf5f2b9e

Riddhi

વાદાઓ પર તો,
 વેપાર થાય વ્હાલા...
સંબંધોમાં તો,
વિશ્વાસ જ કાફી હોય...

©Riddhi Trivedi #Affection


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile