Nojoto: Largest Storytelling Platform
12196794217554823
  • 3Stories
  • 11Followers
  • 12Love
    0Views

1219

  • Popular
  • Latest
  • Video
5294cc7def44b9f19d69086d43aa2616

1219

કશું જ્યારે હોય નહીં ,ત્યારે તારી પાસે ઘણું બધું હોય છે.
પર્ણ જ્યારે ખરી પડે,ત્યારે કૂંપળ પાસે ઘણું બધું હોય છે. 

ઠાલો ઘડો લઈને કોઈ નથી આવતું હોતું દુનિયામાં, 
આમ ગણો તો પાત્ર ખાલી,છલકતું ઘણું બધું હોય છે .

ધૂંધળી સવારે સ્વપ્ન જરા ઓઝપાય તેથી શું થયું ?
એ જ સવાર ચીરી સૂર્ય અજવાળતો ઘણું બધું હોય છે.

માતમ કરવા બેસો તો પાર ના'વે આ દોરંગ દુનિયામાં, 
માંહ્યલો સાબૂત રાખ 'સંજય', જીવવાને ઘણું બધું હોય છે.

અંગૂછો ધરીને ઉભા રહો તો દર્દ ઘણાં લૂછી શકાય ,
કુમળાં છોડને રક્ષવા કાજે કંટક પાસે ઘણું બધું હોય છે. 

જાગે પ્રશ્નો ઘણીવાર: આપણે એટલે કોણ? આપણું કર્મ શું? 
જન્મોજન્મ રાહ શું જોવી? આ જન્મે ઘણું બધું હોય છે.

આપણે જ બની રહીએ ખુદ આપણી દુનિયાનાં કાજી?
ખુદ જ ખુદનાં રાહબર બની રહીએ એ જ ઘણું બધું હોય છે.

તાવે જિંદગી કદમે કદમે, કસોટી ભર્યું છે આયખું આખું, 
કોઠો એક પાર તો કરી જુઓ,બીજે ડગલે ઘણું બધું હોય છે. 

ડૉ. સંજય દવે. #અરીસો

#અરીસો

3 Love

5294cc7def44b9f19d69086d43aa2616

1219

 You are not born a Winner.
You are not born a Loser..
You are born a Chooser..!

You are not born a Winner. You are not born a Loser.. You are born a Chooser..! #nojotophoto

0 Love

5294cc7def44b9f19d69086d43aa2616

1219

ઉદાસ આમ શાને થાય છે,હું છું ને.
છદ્મવેશે આવે ગમ-ખુશી,હું છું ને.

મામા કંસે ગર્ભથી જ બહુ પજવ્યો,
થયું, કોઈ કે'નાર ના મળ્યું, હું છું ને!

પ્રદૂષણ થી ત્રસ્ત થયું જગત આખું,
તરૂવન લીલાશ નજરે કહે ,હું છું ને.

જૂના જખમ ખોતરીને શું મેળવવાનું,
જ્યાં વર્તમાન ઝૂમી ને કહે, હું છું ને.

સ્વાર્થનાં પડીકાં બાંધી જીવે સૌ લોકો,
શીળો છાંયો થૈ મળે સ્વજન, હું છું ને.

ડૉ.સંજય દવે

5 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile