Nojoto: Largest Storytelling Platform
dhruvsolanki1794
  • 5Stories
  • 12Followers
  • 75Love
    422Views

Dhruv Solanki

  • Popular
  • Latest
  • Video
553933a39249092ce7e7e1fcc885d16d

Dhruv Solanki

White હું વિન્ધ્ય ની પાળે બેસીસ
તું રેવા ની ધારે આવજે,
હું વર્ષો થી તરસ્યો રહીશ
તું એક જ ઘૂટે ધરાવજે.

હું બેઠેલો હોઈશ
તું હર્ષ ની હેલી લાવજે,
મારા મન-મેલ ધોઈ
આતમ માં ભીંજાવજે

હું ત્યાં જ હોઈશ
તું સ્પર્શ ની લ્હેરખી લાવજે,
હું કુવા નો માણહ
તું ઝરણાં થી મલાવજે

હું બેઠેલો જ હોઈશ
તું શૌર્ય નો સુરજ લાવજે,
ને અંતરકપાટ માં
પ્રકાશ-પુંજ રેલાવજે

હું ત્યાં જ હોઈશ
તું ધરતી માં ઢાળ લાવજે,
જનમ થી આળસુ છું 
જરા શક્તિ-સંચાર કરાવજે

 હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ
તું છેલ્લે આકાશ બની ને આવજે
તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ
તું હૈયે ૐકાર ગુંજાવજે

©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv
553933a39249092ce7e7e1fcc885d16d

Dhruv Solanki

Nature Quotes કુણપગંધી વાતો બાળી, હવે ચંદન ઘોળી નાખ્યા રે...

આયુર્વેદ ના આસ્વાદે મુજ મિજાજ બદલી નાખ્યા રે...

©Dhruv Solanki #NatureQuotes #ayurveda #Druv #2liner #today #Like #Love #follow #Prem #love❤
553933a39249092ce7e7e1fcc885d16d

Dhruv Solanki

આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક !
મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક !

બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક !
જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક !

અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક !
ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક !

દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક !
આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક !

દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક !
કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક !
 
ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક !
ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક !

©Dhruv Solanki #snowpark #Gujarati #prem #kavita #poet #Poetry
553933a39249092ce7e7e1fcc885d16d

Dhruv Solanki

હું પ્રેમ પુંજ પ્રકાશ નો
તું સત્ય જ્યોતિ જ્ઞાન ની

હું ત્યાગ તપ ઉપાસના
તું કર્મ કરુણા ધ્યાનલિન

હું સહજ સ્વલ્પ સમાનતા
તું નીતિ નિષ્ઠા નિયતિ

હું ધર્મ અર્થ કામ મય
તું મોક્ષ માર્ગ ધામ-નિજ

હું 'પુરુષ' પિંગળ શિવ
તું આધ્ય-શક્તિ પ્રકૃતિજ

©Dhruv Solanki #happypromiseday #kavita #gujarati #Prem #Ardhanareeshwara #Tu #Huanemarivato❤️
553933a39249092ce7e7e1fcc885d16d

Dhruv Solanki

તું પ્રાણ વાયુ પ્રેમ નો, તું વ્યાન થી સંસાર છે

તું શબ્દ થી ઉદાન ભરતો , તું સમાન-અપાન છે

                                  

એકૈક કણ કણે રંજકે, તું જગત જઠરે પાચકે 

આ-લોચને આલોચકે, હર રોમ રોમે ભ્રાજકે 

તું હૃદય વસતો સાધકે,

મારા હૃદય વસજે સાધકે


અવલંબકે ઉરે ઉરે, મહામાશયે તું કલેદકે 

જોડાણ કરજે શ્લેષકે, આસ્વાદ બનજે બોધકે

તું સ્નેહ કેરો તર્પકે,

સર સ્નેહ થી તું તર્પજે 


તું મોહ માયા મન તણો, તું આતમા નો ત્યાગ છે 

છે બુદ્ધિ સ્મૃતિ ધી ધણી ને ધૈર્ય રૂપ પ્રકાશ તું 

તું આઠમી ધાતુ છે મારાં ઓજ નો'ય સાર છે

છે સત્વ સહુના સત્વ નો, અષ્ટાંગ મધ્યે ધ્યાન તું

તું સમાધિ તું અનાદિ તું અનંત અપાર છે

છે સર્વેસર્વા શ્વાસ મારા, પ્રાણ મારા, પ્રેમ તું 

તું જીવ છે સવ જીવ હાટુ, જીવ કેરો સાર છે

છે બ્રહ્મ રૂપ શ્રી હરિ હર ચિદાનંદ સજાણ તું

તું ચેતના તું કાળ તું અવકાશ તું આકાશ છે

છે સાવ કાળો કાનજી, મારા મન ના માધવરાયજી

                               મારા મન ના ગોવિંદરાયજી

©Dhruv Solanki #yogaday


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile