Nojoto: Largest Storytelling Platform
bipinjansari9148
  • 293Stories
  • 288Followers
  • 1.2KLove
    0Views

Bipiinn Jansarri "અનજાન"

જેવો છું એવો જ છું.. જાણિતા અને અજાણ્યા લોકો માટે "અનજાન" છું.

  • Popular
  • Latest
  • Video
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

કોરોના કાળમાં..
સોલા સીવીલમાં
"કરોના" અભિયાન
ડોક્ટરોએ પડાવ્યો
ભોજનમાં પણ ભાગ
વસુલાતમાં ટકાવારી..
કેમ ની થશે કોરોનામુક્તિ

©Bipiinn Jansarri "અનજાન" #Heartbeat
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

ઘર ઘરમાં ગરમાવો
ક્યા ઘરમાં ગરમાવો
પક્ષમાં જ વિપક્ષ ઉભો
નવો ક્યાં ગોતવો રહ્યો
સામાન્ય સભામાં 
એવું તો શું અસામાન્ય
પક્ષના જ કોર્પોરેટર
થયા વોકઆઉટ.. કોની ઈચ્છા

©Bipiinn Jansarri "અનજાન" #Man
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

ઠેલે છે.. વાત ને
ઉભો કરે વિવાદ.. 
ઠીકરૂ ફોડવું પંચ ઉપર
ને "ચૂંટણીમાં" કરો સંપ
દેશમાં ચૂંટણીને છૂટ
પાલિકાઓની ચૂંટણીમાં ચૂપ
બે મોઢાળી નીતિ અહીં
ભિંશાય પ્રજાજન..!! #blackandwhite
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

કોરોનાકાળમાં બે-નંબરી..
ધંધા પણ બદલાણા.. 
દોણચોરીના "દાણ" પણ..
આવ્યો મોટો ફેરફાર..
સોના-ચાંદીની થયા બંધ..
હવે "ઈન્જેક્શન" નો વેપાર..
ચેડાં શરૂ થયાં જીવ સાથેના..
ક્યાં થી ક્યાં પહોંચી ગયાં..! #backseat
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

એંધાણ નવા છે.. 
રાજસ્થાનમાં.. 
પાયલોટના હાથમાં..
કમાન્ડ વિમાનની.. 
હંકારીને લઈ જવું..
એટલી ખબર છે.. 
દ્રિધામાં.. કોંગ્રેસ..
ઘેલમાં.. ભાજપ.. #InspireThroughWriting
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

ઘરની વાત છે..
ઘરમાં પતાવી દો..
આવું કહીને સત્ય..
ભોંયમાં ભંડારી દો..
"જીવાત" નીકળી એમાં..
તે વળી શેનો હંગામો..
એને બાજુમાં કરી..ભોજન..
પેટમાં પધરાવી દ્યો.. #message
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

પોતાનું ધાન પકવવા..
         બીજાનું રાંધેલુ બગાડે..
"ચાઈનીઝ ડ્રેગન' ની..
    કાયમની છે.. આવી ચાલ..
સરહદે પોતે દિવાલ બાંધે..
           એની બહાર.. સૈન્ય..
ક્યાં સુધી કરીશું ભાઈ-ભાઈ..
સ્વદેશી ચળવળ..એક ઉપાય.. #veins
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

વગે થઈ ગયું.. રાશન..
ઓનલાઈન એન્ટ્રી કરીને..
ઉદાહરણ ઉત્તમ.. 
રાશન એટ હોમ??
"કાળા" રંગના બઝારમાં..
ધોળા રંગના "ચોખા" અને "ખાંડ"
કાર્ડધારકો બનો આત્મનિર્ભર..
ખરીદો રાશન સ્વખર્ચે.. #chai
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

પહોંચી ગયાં શ્રમિકો સ્વગૃહે..
પછી "સુપ્રીમ" જાગી છે..
કોઈના હતાં પગ ઉગાડાં..
ને કોઈના પેટમાં હતો ખાડો..
ક્યાંક પાણી પણ દોહ્યલું હતું..
ને કોઈ અંતર કાપ્યું "સાઈકલે"..
ક્યાં હતી એ સમયે "સુપ્રીમ"..
જ્યારે "ટિકિટ" મુદ્દે શ્રમિક..
રોજ છેતરાતો હતો.. 
કદાચ જાગી હોત મહિના પહેલાં..
તો કેટલીયે "જીંદગી" બચી હોત..!! #message
59c93a4df9f97b7e1c32c0c38a0e8bdf

Bipiinn Jansarri "અનજાન"

જનસેવા એજ પ્રભુસેવા
એજ સાર્થક રાજકારણ..
પણ પોતે હોય સંકટગ્રસ્ત..
અને બીજાને મુકે સંકટમાં..
જાન છે.. તો જહાન છે..
સમજવું રહ્યું "ખેડાવાલાએ"..
ના થયા ક્વોરંટાઈન.. 
ને માસ્ક પણ મુક્યું કોરણે.. #Morning
loader
Home
Explore
Events
Notification
Profile