Nojoto: Largest Storytelling Platform
sargampokar1816
  • 16Stories
  • 86Followers
  • 88Love
    295Views

Sargam (Rekha Pokar)

  • Popular
  • Latest
  • Video
5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

*મારી અર્ધાંગિની*

હતો હું પૂર્ણ ,
છતાં હતો અપૂર્ણ.

જીવનપથ પર મળ્યો એને,
હાથ જાલ્યો ને સથવારો કર્યો મારો જેણે.

સુખદુઃખનાં તડકા છાંયા હતાં ,
છતાં વર્ષા બની ઠંડક આપી જેણેે.

પરિવારરૂપી બાગ તો હતો ,
ત્યાં પુષ્પો (બાળકો) ખીલવ્યા જેણે.

જીવનની નૈયાને પતવાર બની કિનારે પહોંચાડી ,
અંધકારને પૂર્ણિમાની રાત્રી બનાવી જેણે.

વ્રત , ઉપવાસ ને જાગરણ કરી ,
પળ પળ નવજીવન આપ્યું મને જેણે.

હતો જ્યાં હું પૂર્ણ ,
છતાં અપૂર્ણ હતો...
ત્યાં પૂર્ણ બનાવ્યો જેણે.

મારી *અર્ધાંગિની* કહે છે લોકો જેને.

            -સરગમ પોકાર✍

©Sargam (Rekha Pokar)

5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

કોરોનામાં જલ્દી રિકવર થવા માટે આટલું જરૂર કરો

કોરોનામાં જલ્દી રિકવર થવા માટે આટલું જરૂર કરો

5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

મારી ભૂલો હું સ્વીકારું જેસલની જેમ.
જાણું છું, તું આટલો ક્રૂર થયો છે કેમ??

ટૂંકા ને અશ્લીલ વસ્ત્રો અપનાવી,
તારું પીતાંબર પાઘડી મેં ભૂલી.

થિયેટરમાં જઈ ફિલ્મો જોઇ,
તારા સત્સંગની વાટ મેં ભૂલી.

હોટલોની મસાલેદાર વાનગીઓ ખાઈ,
સત્યનારાયણના પ્રસાદ(શીરા) ની ખુશ્બૂ મેં ભૂલી.

બાગ બગીચે સવારે ચાલવા જઈ,
પ્રભાતે તારા મંદિરે આવવાની પ્રથા મેં ભૂલી.

મિત્રો સાથે પાર્ટીઓ ખૂબ કરી,
જરૂરિયાતમંદને મદદરૂપ થવાની સમજણ મેં ભૂલી.

ખુદને જ ખુદા(ભગવાન) માની આ મેં કેટલી મોટી ભૂલ કરી !!!
ભૂલી મારી ભૂલોને...
માફ કરજે પ્રભુ તારા બાળકને...

માનુ છું પ્રભુ , દુનિયામાં આંધળી દોટ મૂકી,
ખરેખર માનવતા મેં ભૂલી!!!
ખરેખર માનવતા મેં ભૂલી!!!

      - સરગમ પોકાર✍

©Sargam (Rekha Pokar) #covidindia
5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

birthday wishes#on demand

#Soothing

birthday wisheson demand #Soothing

5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

#RecallMemory
5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

મનભરીને તારી સાથે વાતો કરવી છે.
આંખોભરીને તને જોવો છે.
શ્વાસોભરીને તને હૃદયમાં સમાવવો છે.
તું એક ઇશારો તો કર...
તારા પ્રેમની વાંસળીમાં રાધા થઈ સમાઈ જવું છે ;
 કોઈએ ન કર્યો હોય એવો પ્રેમ તને કરી તારામાં સમાઈ જવું છે.

         -સરગમ પોકાર✍

©Sargam (Rekha Pokar) #Sunrise
5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

गुजरता हुआ ये साल बहुत कुछ सीखा गया।
कोई अपना न बना सका किसीको ;
कोई अपना सा होकर भी दूर होता चला गया ।
गुजरता हुआ ये साल बहुत कुछ सीखा गया ।

-सरगम पोकार✍

©Sargam (Rekha Pokar)

5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

तलब है तुजे पाने की , तुज में खो जाने की ।
आँखों में डुब जाने की ।
सूरत में तेरी , तसवीर नजर आती जन्नत की ।
तु ही तु खयालों में , पड़ी है क्या मुझे जमाने की ।
मिलना हो बस एकबार ; फिर तो बात ही नहीं जुदाई की ।

-सरगम पोकार✍

©Sargam (Rekha Pokar) #wetogether
5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

New year Celebration quotes  કહેવા માટે તો આજથી નવું વર્ષ ચાલુ થાય છે.
પણ શું ખરેખર સાચા અર્થમાં આપણે નવી શરૂઆત કરીએ છીએ???

આજકાલ લોકો ઘર બદલે ત્યારે જૂનું ફર્નિચર પણ સાથે નથી લઈ જતાં... પરંતુ આપણે તો ભગવાને આપેલા આ મંગલ નવા વર્ષમાં પણ પાછલા વર્ષનો કચરો સાથે લઈને આવ્યા છીએ.

કેટલાય એવા બદનસીબ લોકો છે ; જેઓ આ નવાવર્ષની પ્રભાત પણ નથી જોઈ શક્યા. હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આ મહામારી વચ્ચે પણ આ નવું વર્ષ બતાવ્યું.

🙏સંવત ૨૦૭૭.હિન્દૂ નવવર્ષની હાર્દિક શુભેચ્છા🙏

©Sargam (Rekha Pokar)

5d589e056286c46bfd3dda50e783e997

Sargam (Rekha Pokar)

મન ભરીને જીવો ;
મનમાં ભરીને જીવવું મૃત્યુ છે.

દિલ ખોલીને વાત કરો ;
દિલ ખાલી રાખવું શોક છે.

કમાણી કર્મની કરો ;
ધન કમાવું ફક્ત માયા છે.

સ્નેહ સમસ્ત પ્રસરાવો ;
ક્રોધનો રસ્તો માત્ર અંત છે.

સુર સ્મિતનાં અપાર રેલાવો ;
જુઓ, આખું જગત "સરગમ" છે.

દીપમાળા પ્રત્યેક હૈયે પ્રગટાવો ;
એ જ સાચી *"દીપાવલી"* છે.

                 -સરગમ પોકાર✍

©Sargam (Rekha Pokar) #Diwali
loader
Home
Explore
Events
Notification
Profile