Nojoto: Largest Storytelling Platform
khushbooshah8302
  • 824Stories
  • 40Followers
  • 7.3KLove
    68.5KViews

khushboo shah

  • Popular
  • Latest
  • Video
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે,
 શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે.

અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે
 એની રાહ માં આખો દિવસ વિતાવે છે ,
ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે.

- ખુશી

પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો,
એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, 
ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની 
શરૂઆત થાય છે. 

અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની 
જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, 
ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, 
કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

સાંભળ,આખા વરસનું તે વરસી લીધું,
હવે તો થોડો રોકાઈ જા ને.

કેટલું કીધું તને તોફાન ના કર,
હવે તો થોડો શાંત થઈ જા ને.

માપમાં રહીએ તો જ માન રહે,
હવે તો શાન માં સમજી જા ને.

- ખુશી

નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી,
હવે તો તહેવારોની મજા માણવા દે ને.

તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું,
હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને.

©khushboo shah #baarish
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

"ના" શબ્દ આપણા શબ્દકોશમાં જ નથી,
તને એક વાર કીધું એટલે આવવું જ પડશે, 
આમ કહીને પરાણે લઈ જાય ,
એ છે મિત્ર .
  
તમારો ખરાબ મૂડ સમજીને તમને એકલા ના મૂકે,
તમને હસાવવાની બધી જ કોશિશ કરે, 
તમને સાચી સલાહ આપે, 
એ છે મિત્ર.  

- ખુશી

તહેવાર ગમે તે હોય, વાર ગમે તે હોય,
મજા તો એની સાથે જ આવે,
અને જેના વગર બધું જ ફિકુ લાગે, 
એ છે મિત્ર. 

લોહીના સંબંધ તો હંમેશા સાથે રહેવાના, 
પણ જે વગર કોઈ સંબંધે, 
દિલના સંબંધે જોડાયેલ છે,
એ છે મિત્ર.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકાને 
કહે કે 'miss you'
તો સામેથી જવાબ આવશે 'miss you too '

- ખુશી 

 પણ જ્યારે એ જ વ્યક્તિ પોતાના મિત્રને 
કહે કે 'miss you'
તો સામેથી એવો જવાબ આવશે કે,
"હવે શું તકલીફ તને આવી કે, મને miss કરે છે? 
શું થયું તને ?તું ઠીક તો છે ને?'

આ છે મિત્રતા.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

" મિત્ર "શું છે?

જેની સાથે બોલતા પહેલા કંઈ વિચારવું ના પડે,
જ્યાં હકથી બધું જ કહી શકાય,
જેના ખભે માથું મૂકીને રડી શકાય,

- ખુશી

જેની સાથે ગાંડાઘેલા બનીને પણ મસ્તી કરાય,
જેની પાસે આપણા બધા રહસ્યો સુરક્ષિત હોય,
જે ના હોય તો જિંદગી ખાલી લાગે.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

" કોશિશ"

હું ક્યાં કહું છું કે,
હું હંમેશા મીઠી જ હોઈશ.
પણ ક્યારેક ખાટી છું તો કેમ?
એ સમજવાની કોશિશ તો કર.

હું ક્યાં કહું છું કે, 
હું બધી રીતે પરફેક્ટ જ છું.
પણ જેવી છું એવી જ,
મને અપનાવવાની કોશિશ તો કર.

- ખુશી

હું ક્યાં કહું છું કે,
હું બધા સંબંધોને હંમેશા ન્યાય આપી શકીશ.
પણ જ્યારે કમજોર પડું,
ત્યારે સાથ આપવાની કોશિશ તો કર.

હું ક્યાં કહું છું કે,
મારા બોલ્યા વગર જ તું મને સમજી જા.
પણ જ્યારે કઈ બોલું છું તો ,
એ શબ્દોમાં છુપાયેલી ભાવનાઓને સમજવાની કોશિશ તો કર.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

"સંબંધ" કુમળા છોડ જેવો હોય છે.
જેમ બીજમાંથી છોડને અંકુરિત
 થતા સમય લાગે છે,
એ જ રીતે સંબંધને મજબૂત થતાં સમય લાગે છે.

- ખુશી

એને પ્રેમ અને વિશ્વાસથી સિંચવો પડે છે.
એ પણ ગુસ્સો, અવિશ્વાસ, અને ગેરસમજના વાવાઝોડાથી ઘણીવાર તૂટી જાય છે.

બસ ફરક એટલો જ છે કે
 છોડ એકવાર મૂળથી ઉખડી જાય તો
 ફરીથી નથી જોડાઈ શકતો.
પરંતુ સંબંધો પ્રયત્ન કરવાથી પાછા જોડાઈ શકે છે.

©khushboo shah
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

#SaferMotherHoodDay " મા "

મ = મમતા થી ભરપૂર 
+
અ =અતિ આનંદ દેનારી
+
અ =અદ્ભુત સર્જન

©khushboo shah #SaferMotherHoodDay
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

White    
જીવન જીવો તો એવું જીવો,

- ખુશી 

તમે ભલે ચાલ્યા જાઓ, 
પણ તમારા નિશાન હંમેશા રહી જાય.

©khushboo shah #safar
5f149d0b1fa16c455e1b255c7d30ed43

khushboo shah

દુઃખ અને ગુસ્સો જ્યારે મિશ્રિત થાય,
ત્યારે ના સમજાય એવું તોફાન મનમાં જાગે છે.

- ખુશી

ત્યારે ના બોલીને શાંતિ મળે છે,ના મૌન રહીને.
બસ એક જ જગ્યાએ શાંતિ મળે છે ,
એ છે "પ્રભુ" પાસે.

©khushboo shah
loader
Home
Explore
Events
Notification
Profile