Nojoto: Largest Storytelling Platform
mermunnabhai0938
  • 49Stories
  • 117Followers
  • 276Love
    0Views

Mer Munnabhai

Teacher

  • Popular
  • Latest
  • Video
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

ફંદો હર એક વખતે તૂટશે,
જલ્લાદને લટકાવી જો.

 ઝાંઝવા મીઠું જળ બનશે
   તૃષ્ણાને સમજાવી જો.

દુશ્મન પણ આઈ લવ યુ કહેશે.
  વ્હાલને વરસાવી જો.

પથ્થરમાંથી મોતી ઝરશે.
  બરફને અથડાવી જો.

ઈશ્વર આવી વૈતરું કરશે,
ભક્તિને આવકારી જો.

તારે હાથે પણ પથ્થર તરશે,
  શ્રદ્ધાને અજમાવી જો.

હૈયું તારું ખડખડ હસશે.
 પીડાને તડપાવી જો.

દવા ડબ્બીમાં જ રહેશે.
દુવાને અપનાવી જો.
    ★ શબ્દ સારથી ★
     ® મેર મલ્હાર®

©Mer Munnabhai #Nature
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

ઘટના ઉપર ઘટનાની આમ જો ભરમાર છે,
સૂરજ ઉપર આજ રુડી ચાંદની સવાર છે.

હતો એનો વિરોધ ફકત ને ફકત ફૂલોની સામે,
એટલે તો એની ચારેબાજુ ગંદકી  અપાર છે.

ટોપલો ભરી ચાદર ને ગુલદસ્તા લઈ આવજો.
અહીં તો ઠેર ઠેર મને ગમતી મજાર છે.

શક્ય હોય તો નફરતની નજર થોડી છેટી રાખજો ,
આ તો લાગણીનું નગર ને બધી જ પ્રેમની બજાર છે.

આંખો એ કેવળ રંગબેરંગી દ્રશ્યોની દુકાન નથી.
 પણ કાળા ધોળા, કાબરચિતરા શમણાંની વખાર છે.

વહેલી સવારે ઘાસ ઉપર જે જોવા મળે છે .
એ તો ઝાંઝવા અને જળની વર્ષોજૂની તકરાર છે
   ★શબ્દ સારથી★

©Mer Munnabhai #Love
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

લાજ શરમને નેવે મૂકી,
ઇચ્છાને શણગારી છે.

ભરબજારે સાદ કરીને,
પીડાને પડકારી છે.

ખાલી એક તરણાંના જોરે,
આખી લંકાને લલકારી છે.

સમય મળે તો સ્વપ્ન જોજો,
મફત ને ગુણકારી છે.

ઝંખના નામે દીકરી જણજો,
સમજુ ને સંસ્કારી છે.

ઘર આખુ નારાજ કરીને,
પુત્રીને આવકારી છે.

હાર ને બદલે કંઠી પહેરી
લાલચને ધૂતકારી છે.

શબ્દ સારથી
મેર મલ્હાર.

©Mer Munnabhai #stay_home_stay_safe
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

હોઠ બિચારા મૌનની આંગળી પકડી છાનામાના બેઠા છે,
ને અળખામણી આંખો ઇશારાના સહારે વાતો કર્યા કરે છે.
મેર મલ્હાર.
#meddy's poetry.

©Mer Munnabhai #sunkissed
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

.ૐ શાંતિ.
ઉપાડી નનામી સમરતાં જાવ,ૐ શાંતિ ૐ શાંતિ.
ચિતા ફરતે ફરતાં જાવ, ૐ શાંતિ,ૐ શાંતિ.

સ્ક્રોલ કરો, લખતાં જાવ ,ૐ શાંતિ ૐ શાંતિ,
શ્રદ્ધાંજલી પાઠવતાં જાવ ,ૐ શાંતિ ૐ શાંતિ.

ધૂપ અગરબત્તી કરતાં જાવ ,ૐ શાંતિ ૐ શાંતિ.
ફોટાને ફૂલડાં  ધરતાં જાવ ,ૐ શાંતિ ૐ શાંતિ.

પુણ્યનું ભાથું ભરતાં જાવ ૐ શાંતિ ૐ શાંતિ.
દુઃખ,દરદને  હરતાં જાવ,ૐ શાંતિ ૐ શાંતિ.

.શબ્દ સારથી.
મેર મલ્હાર

©Mer Munnabhai #Hopeless
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

છે દેકારો નગર નગર ,ઓક્સિજનની અછત છે,
 દર્દી તડપે હવા વગર,ઓક્સિજનની અછત છે.

શ્વાસ લેવામાં હવે કરો કસર,ઓક્સિજનની અછત છે,
ઝાડ કાપ્યાની ભોગવો અસર,ઓક્સિજનની અછત છે.

જમરાજાએ માંડી મોતની રમત,ઓક્સિજનની અછત છે,
છે નાના મોટા સૌ કોઈ સહમત ,ઓક્સિજનની અછત છે.

ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન ,ઓક્સિજનની અછત છે,
 મરી રહ્યા છે સૌના સ્વજન ,ઓક્સિજનની અછત છે.

ફૂંકી ફૂંકીને હવે મુકો કદમ,ઓક્સિજનની અછત છે,
વ્યાયામ કરીએ જાગી હરદમ ,ઓક્સિજનની અછત છે.

       .શબ્દ સારથી.
        .મેર મલ્હાર.

©Mer Munnabhai #covidindia
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

લાચારી 
આટલી બધી લાચારી?
કોના પાપે?
કે પછી
નસીબના વાંકે?
અડવું એટલે અભડાવું નહીં,
તો શું અપરાધ છે આજે?
ક્યારે જશે 
આ બીમારી?
શુ થશે
આવતીકાલે?
કોણ બચશે?
કેટલાં બચશે?
કેમ બચશે?
નહિ આવે કોઈ ?
કે આવશે કોઈ?
માનવજાત સામે છે,
 એક મોટો પ્રશ્નાર્થ?
એક મોટો પ્રશ્નાર્થ  તો ખરો
ઈશ્વરના અસ્તિત્વ વિશે પણ.
હે ને?
ખરું ને?
સાચું કે
નહિ?????

શબ્દસારથી
મેર મલ્હાર

©Mer Munnabhai #alone
70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

કુદરત ક્યાં કોઈ દિવસ ચાબૂક લઈને આવે છે,
સીમા વટાવે માનવી ત્યારે રોગ થઈને આવે છે.
મેર મલ્હાર

70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

માત પિતા,ભાઈ બહેન,પત્ની, સંતાનોની સાથે,
હું મારા જ ઘરમાં કેવો કેદ થઈ ગયો આજે?
મેર મલ્હાર

70cbe06e4ecb271764e583f92b4832b5

Mer Munnabhai

આ તણાવભરી પરિસ્થિતિમાં હકારાત્મકતા પેદા થાય,માનસિક તાણ ઘટે ,પ્રસન્નતાનું વાતાવરણ સર્જાય એ માટે અમે ઘણા બધા મિત્રો પોતપોતાના ઘેર 7 વાગ્યે 11 હનુમાન ચાલીસાનો પાઠ કરવાના છીએ...તમે પણ તમારા ઘેર આવું કરી શકો.

loader
Home
Explore
Events
Notification
Profile