Nojoto: Largest Storytelling Platform
hareshgohil3715
  • 926Stories
  • 82Followers
  • 8.3KLove
    7.0KViews

HARIBHAI GOHIL

i love my India

  • Popular
  • Latest
  • Video
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

 કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરેતો 
 સમાજ વાતો કરે, જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો
 કરે, એ કોઈ સાથે ઉભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, 
 તોય સમાજ વાતો કરશે એ ફેસબુક કે વોટ્સઅપ વાપરશે તો લોકોની
 નજરમાં ખરાબ ગણાશે, છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર
 જ જોઈએ, સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય, ને સત્ય રજુ
 કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય. 
 જો એ તૈયાર થઈને જાય તો એને અધિરી કહેવાય અને ન તૈયાર
 થઈને જાય તો ફુવડ કહેવાય, સવાલ કરવાનો એને હક નથી પણ 
 જવાબ આપવો એ એની ફરજ છે, સમાધાન કરવું એ એને હક્ક નથી
 પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે, નીચું જોઈને ચાલે, તો કંઈક 
 ખોટું કર્યું એમ સમજે ને ઉંચું જોઇને ચાલવા પર અભિમાનીકહેશે
 સમાજ, એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે ને ઉંમર ઓળંગી
 જાય તો પણ સમાજ વાતો કરે.

©HARIBHAI GOHIL
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

White 
 समाज ने कहा तुम्हारी सोच ही घटिया है
!!!
और हम उस वक्त 
समाज के पुराने ख्याल और कुरीवाजो के बारे मे ही  सोच रहे थे

©HARIBHAI GOHIL
  #GoodMorning
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

મારા ખ્યાલથી બહેનોએ ભાઈઓને શીખવવા જેવું

વ્યસનોની જરૂર કમજોરને જ પડે, ગમે તેવા પ્રેશરને ય કોઈ સહારા
વગર કેવી રીતે સહન કરવું એ શીખવાડીશ.
!!!
હંમેશા પથ્થર દિલ થઈ ડીલ કરવી એ મર્દાનગી નથી, 
ક્યારેક રડવું પણ જોઈએ, એ સમજાવીશ.
!!!
કોઈ પણ ત્રીજી વ્યક્તિનાં જીવનમાં આવવાથી મા-બાપ માટેનો સ્નેહ ક્યારેય ઓછો થાય જ નહીં, એ હંમેશા તારી જ જવાબદારી હતી અને રહેશે, એ જણાવીશ.
!!!
ગરબા, સજાવટ, રસોઈ, રંગોળી, બાળકની કાળજી, શોપિંગ, ચોખ્ખાઈનું મહત્વ, એક કોલનું મહત્વ, સંબંધો ની સાચવણી, ગુસ્સા પર કંટ્રોલ વગેરેની સમજ (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ.
!!!
સંગ તેવો રંગ લાગે જ, તારી સંગત કેવી હોવી જોઈએ એ શીખવીશ.

©HARIBHAI GOHIL
  #rakshabandhan
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

 મારા ખ્યાલથી
 ભાઈઓએ બહેનોને શીખવવા જેવું

 દર વખતે તને મુકવા, લેવા ના આવી શકું, પણ તું એકલી હોય ત્યારે           મુસીબતોથી કેમ બચી શકે એ શીખવીશ.
!!!
કાયમ રડવું એ સોલ્યુશન નથી હોતું, ઈમોશન સાઈડમાં મૂકી ક્યારે  પ્રેક્ટિકલ થવું એ સમજાવીશ.
!!!
બિઝનેસ, પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ, લેવડ દેવડ, બેંકના વહીવટ, ડ્રાઇવિંગ, પતંગ ચગાવવી, રીપેરીંગ, ટ્રાવેલ બુકીંગ, ઈન્શ્યોરન્સ, વગેરેની સમજ  (ગમે ત્યારે જરૂર પડી શકે) આપીશ.
!!!
કોઈનાં પર આસાનીથી ભરોસો કરતા પહેલા એની કેટલી અને કેવી તપાસ કરવી એ શીખવીશ.

©HARIBHAI GOHIL
  #rakshabandhan
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

વ્રત એ માત્ર આપણી બહેનોને આગળ વધતા અટકાવી રાખવાનું 
અને અંધશ્રદ્ધા માં ડુબાડી રાખવાનું એક કાવતરું માત્ર છે.
!!!
હું એવી એક પણ છોકરી કે મહિલાને નથી ઓળખતો કે 
જેણે સારો પતિ મળશે એવી આશાએ બધા જ વ્રત 
ખુબજ ભક્તિભાવે કર્યા હોવા છતાં પણ કોઈને આદર્શ પતિ મળ્યો હોય...
!!!
તો આવા સાવ બકવાસ જેવા મનુવાદી વિચરધારાએ 
ઉપજાવી કાઢેલ વ્રતમાં સમય અને મગજ બગાડવાને બદલે
 ભણવામાં ધ્યાન આપો,શિક્ષિત બનો, પગભરથાઓ...

©HARIBHAI GOHIL
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

White  મારી જાત ન પૂછો, હું રજા માંગી લઈશ
 હેરાન ન કરો મને, હું માફી માંગી લઈશ 
!!!
 એક પછી એક આશરે હજાર તીર સહ્યા હશે
 એવું પણ બને કે તીર, હજુ એક માંગી લઈશ
!!!
 કહાની પૂછશો તો આપનું મૌન માંગી લઈશ
 જીવન પૂછશો તો કાગળ કોરો માંગી લઈશ
!!!
 સાચે જ ઈચ્છા પૂર્વક કઈ ખોટું નથી કર્યું 
 ઈશ્વર મળે તો, હિસાબ ગુનાનો માંગી લઈશ

©HARIBHAI GOHIL
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

White एक दिन वर्षों का संघर्ष
!!!
 बहुत खूबसुरत तरीके से तुमसे टकराएगा ।

©HARIBHAI GOHIL
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

White कांग्रेस आये तो भी ठीक भाजपा आये तो भी ठीक

पर आप आपके घर के आंगन में दो वृक्ष अवश्य लगाएं

वर्ना

अबकी बार *48* पार

अगली बार *50* पार

©HARIBHAI GOHIL
  #short_shyari
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

White अभी EVM गर्भवती है
!!!
अगर नार्मल डिलीवरी हुई तो कांग्रेस ऑपरेशन हुवा तो बीजेपी

©HARIBHAI GOHIL
  #election_2024
78c2c82b991b6ca003a07fc6d76843a0

HARIBHAI GOHIL

 સ્વર્ગમાં જઈને બધા તારલાઓએ સલાહ આપી, કોઈ બાળકો 
 જતા નહિ કશે ફરવા... કોઈકની કમાણીને તમારી જિંદગીની 
 નથી પડી, અમે જોયેલા સપનાના આજે દેહ નથી જડતા...

 બળીને રાખ થઈ ગઈ ઘણાં માં બાપની આશાઓ ઈચ્છાઓ 
 એનું ગર્વ એનું સ્મિત એનો ભવિષ્યનો ટેકો

 માંબાપની અંદર ઉદ્ભવેલી સંતાનને સફળ બનાવવાની અપેક્ષાઓને 
 આજે કોઈકની બેદરકારીએ જીવતી સળગાવી દીધી

 બગીચામાની સળગાવી દેવાયેલ તમામ તાજી ખીલેલી કળીઓને
 હરી શ્રદ્ધાંજલિ અર્પે છે.🫀

©HARIBHAI GOHIL
loader
Home
Explore
Events
Notification
Profile