Nojoto: Largest Storytelling Platform
devarshivyaskshi3883
  • 39Stories
  • 1.3KFollowers
  • 532Love
    11.8KViews

Devarshi Vyas Kshitij

  • Popular
  • Latest
  • Video
8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

ગઝલ:- વરસાદમાં..

આમ જ્યાં ફરતી ફરે વરસાદમાં,
એ નશો ભળતો કરે વરસાદમાં...

આંગણું છોડીને જ્યાં ચાલી ગઈ, 
બારણું ડૂસ્કાં ભરે વરસાદમાં...

ધોધમારે ભિંજવે કે માવઠે, 
એ છબી જે તરવરે વરસાદમાં...

અંધકારોમાં ભરેલું ઘર હતું, 
દિપ તિરાડે પાંગરે વરસાદમાં...

હા, ક્ષિતિજ હરબાર હું ભિંજાવ છું,
હરપળે જ્યાં સાંભરે વરસાદમાં... #5words
8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

બેસી રહું...

ક્યારેક યાદોમાં હવે ભટક્યા વગર બેસી રહું...
ક્યારેક સપનામાં તને અડક્યા વગર બેસી રહું...

અળગા થયા છો જ્યારથી વિશ્વાસ છે કે આવશો,
એકીટશે પાંપણ પછી પલક્યા વગર બેસી રહું...

ભૂલી ગયો છું શ્વાસ લેવાનો ઘણી વેળા એ હું, 
જોયા પછી તમને હ્રદય ધડક્યા વગર બેસી રહું...

જે મોત નીપજ્યું હતું એ આપના ખંજર થકી, 
આ દોષને તારા ઉપર ખડક્યા વગર બેસી રહું...

ઈંધણ નથી તોપણ વધે છે આગ અંદરની ક્ષિતિજ,
 દાબ્યા હજી છે આંસુઓ છલક્યા વગર બેસી રહું...


✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત
૭૮૭૮૩૬૦૦૨૫

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

ગઝલ:- નહિ શકો

જે કહો સીધું કહો, વાતો ફરાવી નહિ શકો,
હોઠથી નિકળ્યા જે શબ્દો, એ વળાવી નહિ શકો.

બાળશે શું એ મને? જીવંત છે ખાલી બદન! 
રાખ થઇ છે ભીતરે,એને જલાવી નહિ શકો.

એમ હંફાવી શકે છે, કેટલા તડકા મને, 
જાત પર આવી જશું તો કંઇ હરાવી નહિ શકો.

છે નિખાલસ આ સબંધો આપણી વચ્ચે હજી, 
જો અહમ આવી જશે, હ્રદયે લગાવી નહિ શકો. 

બોલ ના કંઇ! મૌન ઉત્તર છે દલીલોનાં 'ક્ષિતિજ',
ઉત્તરો વળશે તો શબ્દોથી ગજાવી નહિ શકો.

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

રંગો ઢોળાયા શરીર પર છતાં એ બેરંગ છે 'ક્ષિતિજ',
લાગે છે હજી તારા નામનો રંગ એને ચડ્યો નથી...

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

હજી કોઈ રંગ લાગ્યો નથી ગાલ પર 'ક્ષિતિજ', 
જ્યારથી તારી આંગળીનો સ્પર્શ અળગો થયો...

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

ગઝલ રચના:- હોમી દેજો... 

આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 
આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 

કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો?
લપમાં ઊંડા ઊતરવાનું,  હોળીમાં જઈ હોમી દેજો... 

કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો?
સંબંધોને મૂલવવાનું,  હોળીમાં જઇ હોમી દેજો....

કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, 
આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો...

તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, 
આ ખોટી ચાલો રમવાનું,  હોળીમાં જઇ હોમી દેજો...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત 
૭૮૭૮૩૬૦૦૨૫

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

મારા હ્રદયની ખૂબ નજીક રહેનાર ગઝલ... 
મને સમજનારને માત્ર એક ઈશારો... 

ગઝલ રચના:- અટવાય છે... 

એ પ્રથમ સંબંધમાં અટવાય છે... 
ને પછી એ જોશથી પટકાય છે...

લાગણીઓ તાંતણે બાંધી પછી, 
ઝાળુ થઇ એમાં સતત બંધાય છે... 

ચાકડે પિંડો ચડ્યો માટી તણો, 
શું ખબર કે શું હવે સર્જાય છે...

ઉંબરો ઠપકો પવનને આપતો, 
દિપ તિમિરને કાપવા સળગાય છે...

ને લખ્યું આખી ગઝલમાં શોધ તું, 
નામ જોઈ ને 'ક્ષિતિજ' હરખાય છે... 


✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

નથી કરવી....

નયનની કોઇ પણ મારે તરફદારી નથી કરવી... 
હવે પાછી કતલની કોઈ તૈયારી નથી કરવી... 

બનીને રંગ હોળીનો તમારા ગાલ પર અડકે , 
અમારી આંગળીને સાવ નોધારી નથી કરવી...

મને કામણ કરી'તી, વાળની લટ ગાલ પર ફરતી, 
ઘુમાવી આંગળી ખોટી અદાકારી નથી કરવી...

અમારી વાત નો સીધો ને સાદો એક મતલબ છે, 
હવે આ લાગણીને સાવ બિચ્ચારી નથી કરવી...

ખુલા રાખો તમે જો દ્વાર તો તો કોઇ પણ લૂંટે, 
અહીંયા ચોકિયાતોને વફાદારી નથી કરવી...

અમે તો ખુદ બનાવી છે દિવાલો ચોતરફ દિલની, 
પ્રવેશે કોઇ ના અંદર હવે બારી નથી કરવી.... 

લખી કાગળ ઉપર આખી અમે ઘટના વિરહની એ, 
'ક્ષિતિજ' આખી ગઝલ આંસું હવે સારી નથી કરવી...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

#promise day🙂

मत पूछो वजह मुश्कुराहट की "क्षितिज",
किसीसे किया हुआ, वादा निभा रहे हैं।। #અરીસો

#અરીસો #Promise

8c8506fe4a581acefaaea120bb1c1071

Devarshi Vyas Kshitij

વ્રજ આખે આખું ખૂન્દ્યુ,
વાંસળી તો ના મળી, 

શંખ લીધો ત્યારથી,
કંઈ મોરલીધર છે જ નહીં...

loader
Home
Explore
Events
Notification
Profile