Nojoto: Largest Storytelling Platform
nojotouser9027920419
  • 43Stories
  • 180Followers
  • 551Love
    0Views

પ્રવીણગરવા "સજનવા" 💌

કવિ' લેખક 'ગઝલકાર

  • Popular
  • Latest
  • Video
9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

ખૂબ દીધું ઈશ્વરે સોપો પડે
તોય માણસને બધે ઓછો પડે 

ચોતરફ ઘનઘોર અંધારૂં ફરે 
જૂઠ નો લે ક્યાં કદી ફોટો પડે? 

 જીવ તો મુંઝાય છે ખોટું કરી 
એટલે જીવન મહીં લોચો પડે

દાખલો ખોટો ગણે છે માનવી
અંત સરવાળે પછી તોટો પડે

સાચવે છે ક્યાં મને પણ તું કદી? 
 રોજ તારાથી હવે વાંધો પડે

            પ્રવીણ ગરવા સજનવા

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

યાદ ના દીવા

જિંદગી તોરણ ઝરુખા ઝળહળે
રોજ તારી    યાદ ના દીવા બળે,

ઝંખના તારા  મિલનની હોય છે
રાતના સ્વપ્ન જોને  કેવા  છળે!

રોજ જાતું  એ કમાવા  શહેરમાં,
સાંજનું   પંખી   પરત પાછું વળે.

લાગશે   સોહામણો  એ હાર છે
એ દિસે   આજે મને તારા ગળેે.

સાવ કોરી   રેત   આળોટે  મને
બાળપણ મારું હજીયે સળવળે.

        પ્રવીણ ગરવા સજનવા

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

એમનો બસ અભાવ છે બીજું  કૈં નથી
જિંદગી માં  તનાવ   છે  બીજું કૈ નથી

 ખમ્મખાલી એ નાવ  છે બીજું   કૈ નથી
 છોડ ખોટો બચાવ   છે  બીજું કૈ નથી

આખરી એજ પડાવ છે  બીજું કૈ નથી
સામસામે    લગાવ  છે  બીજું  કૈ નથી

સાવ ઝીણો સ્વભાાવ છે  બીજું  કૈ નથી
એટલે  આ તણાવ  છે  બીજું  કૈ નથી

આટલી તો   પ્રંસશા ના   હોયે  એમની 
એ ગઝલ નો પ્રભાવ છે  બીજું કૈ નથી

                પ્રવીણ ગરવા સજનવા

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

એમનો બસ અભાવ છે બીજું  કૈં નથી
જિંદગી માં  તનાવ   છે  બીજું કૈ નથી

 ખમ્મખાલી એ નાવ  છે બીજું કૈ નથી
 છોડ ખોટો બચાવ   છે  બીજું કૈ નથી

આખરી એજ પડાવ છે  બીજું કૈ નથી
સામસામે      લગાવ  છે  બીજું કૈ નથી

સાવ ઝીણો સ્વભાાવ છે  બીજું કૈ નથી
એટલે  આ તણાવ  છે  બીજું કૈ નથી

આટલી તો   પ્રંસશા ના   હોયે  એમની 
એ ગઝલ નો પ્રભાવ છે  બીજું કૈ નથી

                પ્રવીણ ગરવા સજનવા

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

#Pehlealfaaz ગઝલ🕳 લાગશે

 તું મળે  ને પ્રવાસ   જેવું લાગશે
 હર્ષ ને    ઉલ્લાાસ જેવુ લાગશે

  દૂર   સારા  ડુંગરા રળિયામણા
  બેઘડી    આભાસ જેવું લાગશે

  થાય  છેટી  તું વિયોગે  દિલરુબા
  ચોતરફ  વનવાાસ જેવું લાગશે

  યાદ મારી આવશે એવી તને
  ભીતરે    ભીનાશ  જેવું લાગશે

   તું રદીફો કાફિયા માં આવજે
    તો ગઝલમા઼ં    પ્રાસ જેવું લાગશે

                પ્રવીણ ગરવા સજનવા
9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

ગઝલ 🕳 જોઈએ....

કયાં કશીયે  મહેરબાની જોઈએ
આપની કોઈ નિશાની  જોઈએ

યાદ કરવા તો  કહાની જોઈએ,
ને પાછી એ પણ રુહાની જોઈએ,

રાજ રાણા નું   નહીં કૈં   પાલવે 
એક મીરાં બસ દિવાની જોઈએ

આશ ગરબાની   રહેશે  ચોકમાં 
રાસ રમવા મા ભવાની જોઈએ

પગ તળે ના ઘુંઘરું એ જાગશે
એક તો પાયલ  મજાની જોઈએ

જિંદગીતો ખૂબ લાંબી થઈ જશે
જીવવા બસ આમદાની જોઈએ

આયખું જાશે ખરી એ ખ્યાલ છે
સૌ સફર મીઠી  સુહાની જોઈએ,

           પ્રવીણ ગરવા સજનવા

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

ગઝલ 🕳  ચિંતા શાની 

ભીતર મારો રામ વસે છે ચિંતા શાની ❓
ઈશ્વર જેનું નામ વસે  છે ચિંતા શાની ❓

અલખ ધૂ઼ણી નેક જગાવી દિલ બાજોટે
હર હર ભોલે ધામ વસે છે ચિંતા શાની❓

વૃંદાવન ને ગોકુળ થઈને    વેણું  વાગે 
રાધા કેરો  શ્યામ  વસે છે ચિંતા શાની ❓

શબરી જેવી ધીરજ લઈ બેઠો પંપાકાંઠે
હૈયે  તારી હામ વસે છે ચિંતા શાની ❓

કયાં લાગે છે કૈં  એકલતાં  જેવું દિલને 
ગઝલોમાં જ તમામ વસે છે ચિંતા શાની ❓
     
                    પ્રવીણગરવા  સજનવા
                     28/09/2016

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

ગઝલ  🕳 રાખે છે

હોઠે  ભજનને  હાથમાં કરતાલ  રાખે છે
પૂછો જરા મીરાંને  કે    શું હાલ   રાખે છે 
                 
એને  કહી દો કે દુશમન  તલવારમાં આવે
આંખો મહીં એ સ્નેહ ભીની ઢાલ રાખે છે

આવે ન એનો પણ  નિવેડો કારખાને સાચો
જયારે  ગરીબ શ્રમજીવી હળતાલ રાખે છે 

એના દરદ ને કોણ જાણી શકયું છે બોલો?
એ વ્યકિત જે  આંખો હમેંશા લાલ રાખે છે 

આભાર હું ભગવાન નો માનું સદા દોસ્તો
નાની બધી સૌ વાતમાં જે ખ્યાલ રાખે છે!

                 💌 પ્રવીણ ગરવા સજનવા ગઝલ  🕳 રાખે છે

હોઠે  ભજનને  હાથમાં કરતાલ  રાખે છે
પૂછો જરા મીરાંને  કે    શું હાલ   રાખે છે 
                 
એને  કહી દો કે દુશમન  તલવારમાં આવે
આંખો મહીં એ સ્નેહ ભીની ઢાલ રાખે છે

ગઝલ 🕳 રાખે છે હોઠે ભજનને હાથમાં કરતાલ રાખે છે પૂછો જરા મીરાંને કે શું હાલ રાખે છે એને કહી દો કે દુશમન તલવારમાં આવે આંખો મહીં એ સ્નેહ ભીની ઢાલ રાખે છે

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

 ગઝલ  🕳 રાખે છે

હોઠે  ભજનને  હાથમાં કરતાલ  રાખે છે
પૂછો જરા મીરાંને  કે    શું હાલ   રાખે છે 
                 
એને  કહી દો કે દુશમન  તલવારમાં આવે
આંખો મહીં એ સ્નેહ ભીની ઢાલ રાખે છે

ગઝલ 🕳 રાખે છે હોઠે ભજનને હાથમાં કરતાલ રાખે છે પૂછો જરા મીરાંને કે શું હાલ રાખે છે એને કહી દો કે દુશમન તલવારમાં આવે આંખો મહીં એ સ્નેહ ભીની ઢાલ રાખે છે #nojotophoto

9d248128767b2813d8a178fed617210e

પ્રવીણગરવા "સજનવા" 💌

ગઝલ  🕳  ભૈ 

આવન જાવન નો જન્મારો  ભૈ 
માણસ જાણે    કીડીયારો  ભૈ

માગ્યું સર્વ ક્યાં નજરે મળતું,
સ્વપ્નભીની  આંખો ઠારો ભૈ

આંગણનું છે  પારેવું   દિકરી,
નથી કંઈ એ સાપનો ભારો ભૈ

સંતો ની સોબત  સાચી  વીરાં
ભકિતનો જ મારગ મજિયારો ભૈ

 રડતું બાળક એ છાનું થઈ જાય 
 મા નો પરચો સૌથી ન્યારો    ભૈ

એ   કડવાં ઘૂંટ બધા પી જાજો 
 બાપ સમંદર હોયે   ખારો ભૈ 

લેણદેણમાં જીવે આખી દુનિયા 
મારો  વારો    કાલે તારો     ભૈ

        પ્રવીણ ગરવા સજનવા

loader
Home
Explore
Events
Notification
Profile