Nojoto: Largest Storytelling Platform
mrlimbani2475
  • 247Stories
  • 119Followers
  • 2.4KLove
    297Views

writer Devang Limbani

write Devang Limbani (instagram)

  • Popular
  • Latest
  • Repost
  • Video
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

Unsplash follow me instgram 
i was updated there 
i will follow back 
my nojoto
family 
writer devang Limbani 
instgram

©writer Devang Limbani #camping
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

Unsplash May God shower you with blessings today and always. Happy birthday, my friend!May the universe align to shower you with health and prosperity this year just as it aligned to bring you into this world on this day!May the year ahead bring everything you've been working toward! Happy birthday!On your birthday, I pray that God blesses you with all the good things in life―health, wealth, happiness, and success. May your dreams come true and may you achieve all that you set out to do.

©writer Devang Limbani #camping
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White સરખામણીનો ક્યારેય કોઈ અંત જ આવતો નથી. જે માણસ પોતાની સરખામણી બીજા સાથે કરે છે, એ બીજી વ્યક્તિને શ્રેષ્ઠ કે આદર્શ માની લેતો હોય છે. એના જેવા થવાનો પ્રયાસ કરતો રહે છે. આપણે જ્યારે કોઈના જેવા થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા જેવા રહેતા નથી. આપણે એ વાત સ્વીકારી શકતા નથી કે, હું જુદો છું, હું અલગ છું, હું યુનિક છું. હું બીજા જેવો હોઈ જ ન શકું! એટલે મારે મારા જેવું જ બનવાનું છે. મારે એ જ વિચારવાનું છે કે, હું મારામાં કેમ બેસ્ટ બનું..

©writer Devang Limbani #love_shayari 
comparison

#love_shayari comparison

cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White માણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે. 
સુખ! આપણે આખો દિવસ જે કંઈ કરીએ છીએ એ સુખ માટે જ કરતા હોઈએ છીએ. સુખ શેમાંથી મળે? 
સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. 
કોઈને સફળતાથી સુખ મળે છે.
 કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે.કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો? દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે.
 પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી. 
સફળતા મળી ગઈ? હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું.
 બેલેન્સ શીટ કે પે સ્લીપની ખુશી થોડી જ ક્ષણોમાં ઓસરી જાય છે. 
કોઈ વસ્તુ લીધી, થોડીક વાર મજા આવી પછી એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું. આવું જ થાય છે. બધાની સાથે આમ જ થતું આવ્યું છે.

©writer Devang Limbani #engineers_day 
happiness

#engineers_day happiness

cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White માણસ જો માત્ર પોતાની જ ચિંતા કરે તો એનો બેડો પાર થઇ જાય! માણસ પોતાના કરતાં વધુ ચિંતા બીજા લોકોની કરતો હોય છે! કોણ શું કરે છે? એણે જે કર્યું છે એ બરોબર કર્યું છે કે નહીં? કોણે શું કરવું જોઇએ? એ વિશે માણસ ફટ દઇને અભિપ્રાય આપી દેતો હોય છે. કોઇના વિશે કંઇ કહેવું બહુ સહેલું છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોવ તો હું આવું થવા જ ન દઉં! અરે ભાઈ, તું એની જગ્યાએ નથી! કોઇ કોઇની જગ્યાએ હોતું જ નથી. દરેક પોતાની જગ્યાએ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગ અને માનસિકતા મુજબ નિર્ણયો લેતા હોય છે.

©writer Devang Limbani #GoodMorning
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય.

©writer Devang Limbani #love_shayari
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી 
યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું

દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને
 તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે....
 બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. 
પણ પપ્પા નથી લઈ શકતી...
સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું 
ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે
 ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે...
પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો
 કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય
 બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ
 દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું...
બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો 
તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. 
પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો
 .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી
 આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું 
તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે...

©writer Devang Limbani #fathers_day
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી...

©writer Devang Limbani #life_quotes
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ.
 આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ.
 સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે.
 આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે 
પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે.

©writer Devang Limbani #sad_shayari
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White દરેક માણસે પોતાના માટે સમય ફાળવવો જોઇએ. 
એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી પેક ન રાખો કે, 
આપણા માટે કોઇ સમય જ ન બચે

©writer Devang Limbani #Couple
loader
Home
Explore
Events
Notification
Profile