Nojoto: Largest Storytelling Platform
mrlimbani2475
  • 241Stories
  • 118Followers
  • 2.3KLove
    297Views

writer Devang Limbani

write Devang Limbani (instagram)

  • Popular
  • Latest
  • Repost
  • Video
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી 
યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું

દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને
 તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે....
 બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. 
પણ પપ્પા નથી લઈ શકતી...
સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું 
ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે
 ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે...
પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો
 કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય
 બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ
 દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું...
બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો 
તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. 
પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો
 .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી
 આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું 
તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે...

©writer Devang Limbani #fathers_day
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી...

©writer Devang Limbani #life_quotes
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ.
 આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ.
 સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે.
 આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે 
પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે.

©writer Devang Limbani #sad_shayari
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

White દરેક માણસે પોતાના માટે સમય ફાળવવો જોઇએ. 
એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી પેક ન રાખો કે, 
આપણા માટે કોઇ સમય જ ન બચે

©writer Devang Limbani #Couple
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

Meri Mati Mera Desh ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે
દરેક દિશાઓમાંથી આપને સુખ, 
સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
આપનું જીવન સદાય મંગલમય અને
 ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના…
જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ …
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને
યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.

મનીષભાઈ કૃષ્ણવડા અમારા મિત્ર

©writer Devang Limbani #MeriMatiMeraDesh
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday

જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.
DR Priyanka Limbani

©writer Devang Limbani happy birthday

happy birthday #Quotes

cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

મોટા ભાગના વિવાદ, સંઘર્ષ અને ઝઘડાનું કારણ એ હોય છે
 કે, માણસ સોરી કહેવાને બદલે બહાનાં કાઢે છે,
 બચાવ કરે છે, દલીલો કરે છે અને ગુસ્સે પણ થઈ જાય છે. 
સોરી શબ્દનો જાદુ એને ખબર જ નથી.
 જેણે પોતાની એનર્જી ખોટી વાતોમાં વેડફવી નથી 
એ સોરી કહીને વાત પૂરી કરવાનું વધુ પસંદ કરે છે!

©writer Devang Limbani #PhisaltaSamay
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

 #Sands
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

આ જગતમાં સૌથી વધુ કંઈ રહસ્યમય હોય તો એ છે, 
જિંદગી! જિંદગી આપણી હોય છે પણ એ આપણા હાથમાં રહેતી નથી. જિંદગી ક્યારેક આપણા હાથમાંથી છટકી જાય છે અને આપણી જ સામે આવીને ઊભી રહી જાય છે. જિંદગી ક્યારેક અટ્ટહાસ્ય કરવાની સાથે સવાલો પૂછે છે. એવા સવાલો જેનો આપણી પાસે કોઈ જવાબ હોતો નથી. ક્યારેક વળી જિંદગી પોતે જ જવાબ આપી દે છે! જિંદગીમાં ક્યારેક એવું બને છે કે, બુદ્ધિ બહેર મારી જાય. ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવી ઘટના પણ બને છે. દરેકની જિંદગીમાં એક વખત તો એવું થયું જ હોય છે

©writer Devang Limbani #GoldenHour
cc0e3933ed27e92c928c231b3aff0d13

writer Devang Limbani

Nature Quotes દરેક માણસની એક ચોક્કસ પ્રકૃતિ હોય છે. દરેક માણસની પોતાની એક ફિતરત હોય છે. દરેક માણસ પોતાની રીતે વિચારે છે. માણસ જે વિચારે છે અને જેવું વર્તન કરે છે તેના પરથી જ એની ઊંચાઈ અને એનું ઊંડાણ વર્તાતું હોય છે. વિચારો અને વર્તનને માણસનાં સ્તર, હોદ્દા કે હેસિયત સાથે કંઇ લાગતુંવળગતું નથી. સામાન્ય માણસના વિચારો પણ ઉચ્ચ કોટિના હોઈ શકે છે. કહેવાતા મોટા માણસોના વિચારોનું કદ ક્યારેક વામણું હોય છે. આપણા મનમાં ઘણા લોકો માટે ખૂબ જ ઊંચી ધારણાઓ અને માન્યતાઓ હોય છે પણ જ્યારે એને મળીએ ત્યારે એવું થાય કે, આ તે કેવો માણસ છે? મેં શું ધાર્યું હતું અને આ કેવો નીકળ્યો?

©writer Devang Limbani #NatureQuotes
loader
Home
Explore
Events
Notification
Profile