Nojoto: Largest Storytelling Platform
simranmistry7229
  • 7Stories
  • 13Followers
  • 28Love
    0Views

Simran Mistry

Pre-School Teacher

  • Popular
  • Latest
  • Video
e1ea80a8af44b3d4476a546c3c4a4b26

Simran Mistry

💕પિયર💕

પિયર નામ સાંભળતા જ આંખો સહેજ ભીની જરૂર થાય છે પણ રોમેરોમ પુલકિત થઇ જાય છે.

પિયરનું નામ પડતાં જ ખુશીનો પાર નથી રહેતો અને અધરના ખૂણાઓ પહોળા જ રહી જાય છે.

પિયર એટલે એવી જગ્યા કે, જ્યાં સ્ત્રી ક્યારેય કોઈ જાતનું બંધન અનુભવતી નથી, એ પિયર જ એક માત્ર એવી જગ્યા છે જ્યાં સ્ત્રી સ્વતંત્રપણે ઉઠવું, ઊંઘવું, હરવું, ફરવું, રહેવું, ખાવું, રોવું, હસવું, મોજ મસ્તી, ને ઘણું બધું કરી શકે છે.

પિયર માંજ સ્ત્રી ખરેખર જીવંત બની જીવતી હોય છે, ખીલતી હોય છે, વિકસતી હોય છે અને સતત એની યાદમાં જ જીવે જતી હોય છે.

પિયર માં કોઈ સ્ત્રી ને ક્યારેય પારકું કે એકલું લાગતું જ નથી. કેમ કે, સ્ત્રી પિયરની નિર્જીવ વસ્તુને ને પણ જીવની જેમ વ્હાલ કરતી હોય છે.

પિયર નો એક એક ખૂણો સ્ત્રીના સપનાઓનો ખજાનો હોય છે, જ્યાં બેસી ક્યારેક એને એ સપના હસતાં મુખે સજાવ્યા હોય છે અને અંતે એ ત્યાં છોડી ને જ રડતી આંખે સાસરે વિદાય લે છે.

પિયર નું મહત્વ માત્રને માત્ર એક સ્ત્રીનું હ્ર્દય જ સમજી શકે છે, અન્ય કોઈ હ્ર્દય એ સમજવા જ સક્ષમ નથી.

પિયર ત્યાં સુધી જ પિયર બની રહે છે જ્યાં સુધી ત્યાં આપણને જનમ આપનારી "માં" અને વ્હાલ કરનાર "બાપ" હોય છે.

પિયર એટલે માં નો ખોળો...😥
પિયર એટલે બાપ નો માથે ફરતો હાથ...😥
પિયર એટલે ભાઈ બહેન સાથેની બાળપણની યાદો...😥
પિયર એટલે એક સ્ત્રીનું મન જ્યાં શાતા પામે એ જગા...💕
પિયર એટલે બસ ચારે પહોર નિરાંત નિરાંત ને નિરાંત જ...🌹

#સીમરન મિસ્ત્રી "સાંઈ"
@ગાંધીનગર😊

અરે!!
સાંભળો છો!!
આપણી ઢીંગલી જેવી સુંદર લાગે છે નય....

હા,
ઢીંગલી નય આજે તો એ રાજકુમારી લાગે છે....
એટલે જ એને પરણવા રાજકુમાર આવ્યો છે....

હા,
ખરું કહ્યું તમે દીકરી આપણી ખરેખર નસીબદાર છે....
ને એનાથી વધુ આપણે....

અરે!!
આ શું તારી આંખોમાં કચરો તો નથી જ પડ્યો....
આ ગંગા જમના કેમ વહેવા લાગી??

અરે!!
કાંઈ નય જવા દો....
ચલો મહેમાનો સ્વાગત કરીએ....

અરે!!
બોલ હવે મને નય કહે તો કોને કહીશ....

એક વાત કહું??
આપણી ઢીંગલી એના સાસરિયે જતી રહેશે....
પછી આપણે એકલા પડી જઈશુ ને??

તું પણ શું આ ખુશીના માહોલ માં....
આવી વાત લઈને બેસી ગઈ છું.....
તું ક્યારેક આપણી દીકરીની જેમ....
જિદ્દે ચઢી જજે....
હું એ પૂરી કરી....
સંતોષ અનુભવીશ....
ને હું નાનીનાની વાતે ઝઘડો કરી....
તને હેરાન કરીશ....
તું એમાં ખુશ રહેજે.....

અરે!!
 શું તું નહીં જ માને એમ ને....
બોલ હવે....
થયું છે શું....

આપણો દિકરો હોત તો....!!

બસ....
હવે બહુ થયુ.....
તું ભૂલી ગઈ હશે પણ હું નહીં....
યાદ છે મને આજેય પણ....
એ આપણ ને કેવા હાલ પર છોડી....
વિદેશ ચાલ્યો ગયો તો....
જીવન આખાની બધી મૂડી લઈને....

હા....
પણ મેં એને જનમ આપ્યો છે....
મારો મન કેમ કરી એને ભૂલે....

આ આપણી દીકરી સામે જો જરા....
જે આપણ ને મંદિર ના પગથિયે....
મળી હતી....
જે આપણા જીવનનું સાચું સુખ બની ગઈ છે આજે....
એને આપણી પાસે પૈસા નય પણ ખાવાનું માંગ્યું હતું....

ને આપણે એને ઘરે લઈ આવ્યા હતા....
એ આપણા ઘરની લક્ષ્મી બની ગઈ છે....
જે આજ બીજાના ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે....

ને તું હજી ભૂતકાળમાં જીવી રહી છે....
ચલ જલ્દી ચૂપ થા....
જો તારા આંસુઓ....
આ સિલ્કની સાડી ની શોભા બગાડી રહ્યા છે....

અરે!! 
મોમ પાપા આ શું??
તમારી વાતો ક્યારેય પૂરી થતી જ નથી....
આજે મારા લગ્ન છે એ તો ખબર છે ને....

ચલો આપણો એક ફોટો થઈ જાય સાથે....
સ્માઇલ પ્લીઝ😊💞

e1ea80a8af44b3d4476a546c3c4a4b26

Simran Mistry

જીવી નહીં શકું....😥😥

હર દિશાએથી મુશ્કેલીઓ બની અનરાધાર વરસાદ મુજ પર તુટી રહી છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

ઉદાસીઓના મોજાં બની પુર મુજ પર ફરી વળ્યા છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

લોકોને ઉત્તરો આપી થાકી પણ હજી પ્રશ્નો બની પહાડ નિરંતર વધ્યા જ કરે છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

લોકોના વિચારોની નિમ્ન માનસિકતા કરાવી જાય ખુલ્લા આભ નીચેય ગૂંગળામણ મને....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

સ્પંદનો મારા પોતિકાઓની વચ્ચે જ બની રમત પળેપળ હારી રહ્યા છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

રોજે રોજ આંસુઓ બની અનંત સાગર મુજ હ્ર્દયમહીં વ્હ્યા જ કરે છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

શ્વાસોની સફર માત્ર યંત્રવત્ બની ગઈ છે લોકો એ જ બનાવી દીધી જીવતી લાશ સમાન....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

ખુદ જ ખુદની ઈચ્છાઓને રોજે ફાંસી આપી રહી છું લોકોની ખુશી બરકરાર રાખવા....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

નિરાશાઓ બની તોફાની પવન મને આમતેમ ફંગોડ્યા કરે છે....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

લોકોએ આપ્યા મરવાના કારણ હજાર એક તું જ બન્યો જીવનનો પર્યાય ને પ્રેમની પરિભાષા....
તું આવી ને મને લઈ જા હવે હું જીવી નહીં શકું તારા વિના....

#સીમરન મિસ્ત્રી "સાંઈ"
e1ea80a8af44b3d4476a546c3c4a4b26

Simran Mistry

મારી મમ્મી નો એ હાથ...

મારો પહેલો સ્પર્શ જ...
મારી મમ્મી નો એ હાથ...

હું જ્યારે નાની'તી ને...
મુઠી વાળી રાખતી...
પણ જો એમાં મારી મમ્મી ની આંગળી...
આવી જતી તો બહાર નીકાળવી...
ક્યારેક મુશ્કેલ તો ક્યારેક નામુંકીન બની રે'તું...

મને જ્યારે એ ખુદ થી અળગી કરી...
પા પા પગલી ભરતા શીખવાડતી...
ત્યારે દૂર સામે જઈને ઉભી રેતી...
પણ એના હાથ તો દૂરથીય મારી સામેજ...
ધસી આવતા જાણે...

હું જ્યારે બહાર જતી થઈ...
શાળા ઇતિયાદી...
હું એનો હાથ પુરી તાકાત થી ઝાલી રાખતી...
છતાંય એ છોડાવી ને મને એક ચુમ્બી ભરી...
દેતી લલાટે અને કમને પણ ઘડી ભર માટે...
છોડી ચાલી જતી...

મારી ભૂલોને એ હું નાની હતી તો...
ક્યારેક હસી કાઢતી તો ક્યારેક ધ્યાનમાં ન લેતી...
પણ હવે હું મોટી થઇ છું તો...
એ ક્યારેક મને સમજાવતી...
તો ક્યારેક વઢતી...
ને જરૂર પડીયે એ જ હાથો એ મારતી પણ...

હા, પણ ત્યારે મને જેટલી પીડા શરીરે નહીં થતી...
એટલી એને હૃદયે થતી...

એક સમય એ આવ્યો કે,
એને એનો હાથ છોડાવી...
મારો હાથ ઍક અન્ય અજનબી હાથ માં આપ્યો...
માત્ર એક વિશ્વાસ ના તાંતણે...
અમારી બંનેના નયનોમાં નીર વહેવા લાગ્યા'તા...
પણ એ માત્ર એક અજનબી નો હાથ જ નીકળ્યો...
સાથ નહીં એ મને વચ મઝધારે છોડી ચાલ્યો ગ્યો...

ફરી મારા હાથોમાં એ જ હાથને સાથ...
હું આજેય જ્યારે...
એકલતા અનુભવું...
નિરાશ હોવ...
મૂંઝવણમાં હોવ...
ચિંતામાં હોવ...
ગભરાય જવ ત્યારે...
કે પછી ખુશ હોવ ત્યારે પણ...

હું એ જ મારી મમ્મીનો હાથ ઝાલીને...
એના ખોળા માં માથું રાખી દેતી...
ને આજેય એજ પાલવ થી આંશુઓ સારતી...

ને આજેય એજ મારો પહેલો સ્પર્શ અનુભવતી...
એજ પ્રેમભરી નજર...
એજ મમતાભર્યો પાલવ...

હે ઈશ!! 
તને માત્ર એકજ અરજ મારી...
કે આમજ રાખજે મારા હાથો માં એ હાથ...
જો છૂટશે એ તો હું જઈસ ફરી એકવાર...
ને એ પણ કદાચ છેલ્લી વાર તૂટી...

I LOVE U SO MUCH MOM...💞

💌SIMRAN💞

e1ea80a8af44b3d4476a546c3c4a4b26

Simran Mistry

મારું મન આજે મને જ કોરી ખાય છે,
કયાં જઉં આજ હું મને જ લઈ ને,

આ જગતમાં સૌ સૌના મન ને જ,
માની બેઠાં છે સત્! પછી હું કયાં જઉં,

મન ખોલી ને તુજ ને સોંપ્યું મેં તો,
પણ હું સમજી ના શકી આ ભુલ થઈ મારી,

આજ મને જગત લાગે છે ખોબા જેટલું ,
ને મન મારું દરિયો! પછી હું કયાં જઉં,

હે ઈશ્વર બનાવ તું મને અશ્રુબુંદ,
કે પછી ખિલખિલાટ હાસ્ય,

હું સદાય રહેવા ચાહું,
નીજાનંદ માંજ ખુશ.

#સીમરન મિસ્ત્રી
#"સાંઈ"

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile