Nojoto: Largest Storytelling Platform
zarnadayma7856
  • 254Stories
  • 12.1KFollowers
  • 19.6KLove
    1.5LacViews

Zarna dayma

I love to write and express my feelings in words..! ✍🏻

  • Popular
  • Latest
  • Repost
  • Video
e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

એટલી  ઊંચાઈ  પર  તું  ના  પહોંચ, કે

મિત્રોને  મદદનો  હાથ  લંબાવી  ના શકે!


અહમના  નશામાં  ચૂર થઈને  ના ફર, કે

ઈશ્વરને  પણ   શીશ  ઝુકાવી  ના  શકે!


ઘણાંને કર્યા હશે ભૂલવા પર મજબૂર તેં,

જા, તું પણ કોઈ એકને ભુલાવી ના શકે!


વ્યવહાર જ કર્યો  જીવનભર  સંબંધોમાં,

છેલ્લા શ્વાસે કોઈને પ્રેમ જતાવી ના શકે!


ભૂતકાળનો  બોજો  ખભે લઈને  ચાલ્યો જે,

આંખોમાં ભવિષ્યના સપનાં સજાવી ના શકે!


તમે કોઈ પણ  કેમ ના હો', હિંમત રાખો  એટલી,

તમારી આંખોમાં આંખ નાખી કોઈ ડરાવી ના શકે!

©Zarna dayma
  કોઈ ડરાવી ના શકે!🔥#Tulips #gujarati #kavita #Poetry #Friend

કોઈ ડરાવી ના શકે!🔥Tulips #gujarati #kavita #Poetry #Friend

108 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

Responsibilities 💔
#Nojoto #Like #story #Quote

Responsibilities 💔 #Like #story #Quote

133 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

#Nojoto #writing #Poetry #Life #Love #Quote

#writing Poetry Life Love #Quote

297 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

#nojoto #story #life #love #poetry

nojoto #story life love poetry

363 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

#Nojoto #story #Life #sadness #Love

#story Life #sadness Love

490 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

તારી સાથે 'ને તારી વગર પણ રહી નથી શકતી,
કેવી વ્યથા છે, કે  કોઈને  કહી પણ નથી શકતી!

©Zarna dayma
  #lovequote #Love #Nojoto #story #Like #writing
e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

તું  જેની  પાસે   રાખે  છે  આશા,
એ  જ  ધ્યાન  તારું  રાખતો  નથી..

ક્યારેક  તો  તારી  ભીતર  તું  જો,
કેમ  તું  જ  ક્યાંય  ફાવતો  નથી..?

રાત્રે  જાગ્યા  કરે  ને પડખાં  બદલે,
જિંદગીનો લ્હાવો કેમ આવતો નથી..?

'ને રસ  જો  ઊડી  જાય  જીવનમાંથી,
તો કોઈ સ્વાદ પણ પછી આવતો નથી..

બધાને પ્રેમથી રાખવાનું તો યાદ રહે છે,
મનુષ્ય પોતાને જ દિલથી ચાહતો નથી..

તારે જ તારી મદદ કરવી પડશે સમજ,
ભલું  કરવા  ઈશ્વર બધે  આવતો નથી..

લોકોની આગળ  લાચાર બેસી રહે છે,
તું  તારામાં વિશ્વાસ  કેમ  રાખતો નથી..?

બીજાની  પ્રગતિથી  બળે  છે  એટલો કે,
બીજાની ખુશીઓમાં ક્યારેય નાચતો નથી!

- ઝરણા દાયમા✍🏻

©Zarna dayma
  #Nojoto #story #poem #gujarati #Poetry

259 Views

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

કાં તો તું  'હા'  કહી દે, કાં પછી મને  'ના'  કહી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

કાં તો આવીને મળીજા, કાં પછી મને 'જા' કહી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

કાં તો મરવાનું કારણ બન, કાં મને આઝાદ કરી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

કાં તો આશાનું કિરણ આપ, કાં મને ભસ્મ કરી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

કાં તો કાગળ અને કલમ આપ, કાં મને મૌન કરી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

કાં તો જીવનભર સાથ આપ, કાં મને અળગી કરી દે,
આ  વચ્ચેનો  ગાળો  મને  ગમતો  નથી...

- ઝરણા દાયમા ✍🏻

©Zarna dayma #Winters #Nojoto #story #post #Poetry

34 Love

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

જીવતાં  માણસને આજીવન તરછોડી,
મર્યા  પછી  પૂજવાનો  કંઈ  અર્થ નથી!

સામે નાહકની ચિંતા કરી, હિતેચ્છુ બની,
પીઠ  પાછળ  ખોદવાનો કંઈ  અર્થ નથી!

હજી સમય છે, સારા કર્મ કરો, સુધરો,
પછી રિબાઈને મરવાનો કંઈ અર્થ નથી!

અમરત્વ લઈને કોઈ આવ્યું નથી જોજો,
ખોટા  વહેમમાં  રહેવાનો કંઈ  અર્થ નથી!

કર્યું છે એ ભોગવ્યા વગર છૂટકો જ નથી,
'તમે સારા છો?' રહેવા દો, કંઈ અર્થ નથી!

જીવતાં હોય ત્યારે ભરપૂર પ્રેમથી જમાડજો,
શ્રાદ્ધમાં "ખીર" ખવડાવવાનો કંઈ અર્થ નથી!

©Zarna dayma #Nojoto #Life #story #post 
#lunar

10 Love

e5f8c6c389996b249f141f1f247cc7e8

Zarna dayma

જન્મ થયો છે  મારો  ફક્ત  તારી માટે,
તારી વગર જીવવાનો અર્થ નથી બનતો..
- ઝરણા દાયમા ✍🏻
#Nojoto #story #BirthDay #Poetry

જન્મ થયો છે મારો ફક્ત તારી માટે, તારી વગર જીવવાનો અર્થ નથી બનતો.. - ઝરણા દાયમા ✍🏻 #story #BirthDay #Poetry

20,889 Views

loader
Home
Explore
Events
Notification
Profile