Nojoto: Largest Storytelling Platform

Best રાજ Shayari, Status, Quotes, Stories

Find the Best રાજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રાજુ રબારી ની રેગડી, રાજકોટ બજાર ભાવ આજના, રાજા હિન્દુસ્તાની, રાજ રાજવણ, રાજકોટ હવામાન,

  • 7 Followers
  • 6 Stories
    PopularLatestVideo

vasim Gaha

#રાજ

read more
રાજ જેના પણ આ દુનિયા સામે 
ખુલી ગયા એ સૌ ગુનેહગાર છે,

તો શું વળી બાકી રહેલ એ બધા 
ખરેખર  અહિ  ઈમાનદાર  છે ?

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #રાજ

Chirag Solnaki

🙏🙏🙏

read more
🙏 દિલ્લીની ગાદી પર ભલે ને મોદી નું રાજ હોય પણ આ💖 દિલ પર તો માં🙏લાડુ નુ રાજ 😎જ રહેશે, 🙏 🙏🙏🙏

Zala Sanjaysinh

રહસ્ય સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ વર્ષો સુધી અનેક વિદેશી શાસકોનો ગુલામ કેમ રહ્યો ???
------
મંદીરના પગથીયે માથું નમાવીને દેશના ઉજળા ભાવિની કાકલુદી કરવાના બદલે શૂરવીરોના બલીદાનથી પ્રેરીત થઈ માથું ઉંચકવાનું સાહસ પેદા થવું જરૂરી છે.
-------
આપણા દેશમાં વધુ પડતી આધ્યાત્મિકતાને કારણે પ્રજા આ "લોક"  કરતા "પરલોક" ને સુધારવા પર ભાર મુકવા લાગી એટલે પ્રજા સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઇ જવા વધુ પ્રેરાઈ.. સરવાળે થયું એવું કે દુનિયા આખીમાં સૈનિકો વધતા ગયા અને આપણે અહીં સાધુઓ અને બાવાઓ વધતા ગયા.. 
------
આપણા દેશની પ્રજા વર્ણભેદ, જ્ઞાતિભેદ, ગોળભેદ, કુળભેદ , અંધશ્રદ્ધા વગેરે જેવી અનેક બદીઓમાં ફસાયેલી અને એના વાડાઓમાં વહેંચાયેલી હતી જેથી એકતા ના રાખી શકી અને ગુલામ બની ગઈ.
------
બાળપણથી જ ઈતિહાસ અને ઇતિહાસના પાત્રો મને આકર્ષતા રહ્યાં છે. પ્રાથમિક શાળાથી જ વિષય તરીકે ઇતિહાસ ભણવામાં મને મજા આવતી. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતા કથાનક કે પાઠ હું વાંચીને રાજી રાજી થઇ જતો.. રાજા મહારાજાઓના અને રાજપૂત યોદ્ધાઓના પરાક્રમો અને ગુણો-અવગુણો વિશે એક અનોખું ખેંચાણ હું અનુભવતો કારણકે મારી નસેનસમાં વહેતા રાજપુતી રક્તસંચારનું ગૌરવ હોવું સહજ હોય જ. વાત જાતિવાદ કે જન્મ સાથે મળેલા કુળના અહમની નહીં પણ " પાણી કરતા લોહી જાડું હોય "  ( Blood is thicker than water ) એવા કુદરતી ક્રમ અનુસાર થતા સહજ અહેસાસની છે.

શાળામાં ઇતિહાસના પુસ્તકો વિદ્યાર્થીઓને ભણાવવાનો મુળ હેતુ  દેશની ઐતિહાસિક ધરોહર અને ભૌગોલીક વિવિધતાથી પરિચીત એક એવો નાગરિક તૈયાર કરવાનો હોય છે જેને દેશની વિરાસતનું ગૌરવભાન પણ હોય અને નાગરિક ફરજો પ્રત્યે સભાન પણ  હોય. પરંતુ અફસોસ એ છે કે શાળામાં માત્ર પાસ થવા કે વધુ ગુણ મેળવવાના ગોખણીયા અને ઉપરચોટિયા શિક્ષણથી પરીક્ષાલક્ષી અધકચરૂ જ્ઞાન મેળવી લેવા ટુંકા માર્ગમાંથી પસાર થઇ જાય છે. ઇતિહાસમાંથી જે બોધપાઠ લઈને જીવન-ઘડતર અને એના થકી રાષ્ટ્ર ઘડતર થવું જોઈએ તે ઉદ્દેશ ભટકી ગયો. આપણી આજની શિક્ષણ પધ્ધતિ પણ આ પોપટીયા જ્ઞાનના કડવા ફળ આજે ભોગવી રહ્યા છીએ તે માટે જવાબદાર છે.

આમ તો હું મૂળ વિજ્ઞાનનો વિદ્યાર્થી છું પણ શૈશવથી લઈને સાંપ્રત સમય સુધીનું જે થોડુ ઘણું વાંચન કે રૂચિ કેળવાઈ છે તેના આધારે આજે કહું તો આપણા સોનાની ચીડિયા ગણાતો ભારત દેશ વિદેશી આક્રમણખોરોનો નિશાન કેમ બન્યો અને વર્ષો સુધી તેઓએ કેમ રાજ કર્યું ? તેની ચર્ચા કરીએ.
આટલા વિશાળ ભારત વર્ષ પર મૂળનિવાસી પ્રજાએ વર્ષો સુધી ગુલામી કેમ ભોગવી ?? તે વિચાર માંગી લે તેવું કડવું સત્ય છે. સતયુગમાં સત્યવાદી રાજા હરિચંદ્ર અને  તારામતી , ત્રેતાયુગમાં રામ અને સિતા, દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૌરવો પાંડવો જેવી પરંપરા ધરાવતી પ્રજાનો  કળયુગમાં જ હ્ાસ  કેમ થયો ??
ભારત દેશ પર સતત વિદેશી આક્રમણ થવાના મુખ્ય કારણોમાં એક માત્ર આક્રમણખોરોની આક્રાંતા જ નહિ પણ જેના પર આક્રમણ કરવામાં આવે છે તે પ્રજાની દુર્બળતા કે નબળાઈ પણ કારણભૂત હોય છે. દમન હંમેશા નબળા પર જ થાય છે કારણકે શક્તિશાળી પર આક્રમણની ભારે કિંમત આક્રાંતાએ ચૂકવવી પડતી હોય છે અને માટે અનેક આક્રમણ જે દેશ અને પ્રજા પર થતા હોય તેની ક્યાંક ને ક્યાંક સુરક્ષા કે સંઘર્ષ ની ઉણપ સો ટકા હશે જ એવું માનવું પડે. આ દુર્બળતા એક ક્ષેત્રીય નહિ પણ બહુક્ષેત્રીય છે. જો ભારતીય પ્રજા પોતાની દુર્બળતાના સચોટ કારણો સમજી શકે તો જ તેને દૂર કરી શકાય. ભારતીય પ્રજાના પરાજિત થવાના કેટલાક પાસા તપાસવા જરૂરી છે.

૧... ભારતીય પ્રજાની યુદ્ધ સંબંધી માનસિકતા 

(i)  ભારતીય પ્રજાનો મોટો ભાગ માનસિક રીતે યુદ્ધવિમુખ રહ્યો છે કારણકે ભારતીય પ્રજાની મનોદશા હંમેશા અધ્યાત્મ પ્રેરિત અને જાણે અજાણે ધર્માંધ રહી છે. અધ્યાત્મ હંમેશા તમારી ઈચ્છાશક્તિને કાબુમાં રાખવાની સલાહ આપે છે..ધર્મોએ બધા દુઃખોનું મૂળ ઈચ્છા બતાવી છે અને જો તમે તમારી ઈચ્છાઓનું મારણ કરશો તો દુઃખ ઓછા આવશે તેવું ધર્મોએ પ્રજાને સમજાવ્યું ..પરિણામે વ્યક્તિ તથા પ્રજાની ઇચ્છાશક્તિ નબળી પડી ગઈ જેના કારણે ભારતની મોટાભાગની પ્રજા પ્રચંડ સાહસ અને પ્રબળ પુરુષાર્થ કરવાથી વંચિત રહી ગઈ.. દેશમાં માત્ર ક્ષત્રિયો રાજપૂતોનો એક વર્ગ જ રાજકીય મહત્વકાંક્ષા ધરાવતો હતો બાકીની વિશાળ પ્રજાને મહત્વાકાંક્ષા જ નહોતી. સાથે સાથે વધુ પડતી આધ્યાત્મિકતાને કારણે પ્રજા આ " લોક " કરતા " પરલોક " ને સુધારવા પર ભાર મુકવા લાગી એટલે પ્રજા સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઇ જવા વધુ પ્રેરાઈ.. સરવાળે થયું એવું કે દુનિયા આખીમાં સૈનિકો વધતા ગયા અને આપણે અહીં સાધુઓ અને બાવાઓ વધતા ગયા.. અને આજ સાધુઓ સમાજમાં ફરી ફરીને લોકોને સંસારનું જીવનમાં ક્યાંય મહત્વ નથી અને એનું મિથ્યાપણું સમજાવતા રહ્યા...આ લોકમાં જીવવા કરતા પરલોકમાં જીવવાની કાલ્પનિક વાર્તાઓ સમજાવતા રહ્યા ને લોકો પણ મોક્ષ મેળવવા અને એની દિવ્યતા માણવા વધુને વધુ ધાર્મિક બનતા ગયા...એટલે આપણી પૌરુષશક્તિઓ ક્ષીણ થતી ગઈ અને પ્રજા નબળી બનતી ગઈ અને મોહ માયાના ત્યાગની વાતો કરવા લાગી અને પ્રજા મહત્વાકાંક્ષા ગુમાવી બેઠી..
(ii)  બીજી એક મહત્વની વાત એ છે કે દુનિયાના બધા ધર્મો કરતા ભારતીય ધર્મો  અને ધર્મગુરુઓએ " અહિંસા " પર અત્યંત ભાર મુક્યો..એટલે પ્રજા હિંસાથી દૂર ભાગવા માંડી અને લોહીનું ટીપુંય જોઈ જાય તો સ્વસ્થતા ગુમાવી બેસતી એટલે ધીમે ધીમે પ્રજાનો વિશાળ વર્ગ " અહિંસાવાદી " થવા લાગ્યો અને યુદ્ધથી દૂર ભાગવા લાગ્યો અને પરિણામે સ્થિતિ એવી થઇ કે આ અહિંસાવાદી પ્રજા વિદેશોથી ધસી આવતા આક્રમણખોરોના ક્રૂર અને હિંસક ધાડે ધાડા સામે ટકી ના શકી અને શરણે થવા લાગી..
(iii)  ત્રીજી એક મહત્વની બાબત એ છે કે  ભારતીય પ્રજાના મનમાં આપણા ધર્મ અને ધર્મગુરુઓએ ઠાંસી ઠાંસીને ભરી દીધું કે કર્મનું ફળ તમારે અહીં જ ભોગવવું પડશે...અને લોકોને આ જન્મનું હજુ ઠેકાણું નહોતું અને આવતા જન્મને સુધારવાની કાલ્પનિક વિચારધારા ઉભી કરી..એટલે કોઈની સામે યુદ્ધમાં હિંસાથી પોતાનો આવતો ભવ બગડશે એ બીકે હાલનો ભવ પણ બગાડી બેઠી અને પ્રજા નિર્માલ્ય બનતી ગઈ.. સાથે સાથે પ્રજા એ ના સમજી શકી કે જે આક્રમણખોરોથી પોતાના માલ મિલકત..સ્ત્રીઓ અને બાળકોને બચાવી ના શક્યા અને આ જન્મને જ બગાડી બેઠા એ આવતો જન્મ સુધારી શું કરશે ?? આવતા જન્મને સુધારવાની લ્હાયમાં આ જન્મ પણ બગાડી બેઠા અને જેનો ભોગ પોતાની સ્ત્રીઓ અને વ્હાલસોયા બાળકો બન્યા...
સામે પક્ષે વિદેશી આક્રમણખોરો અતિ હિંસક , ધર્માન્ધ , સામ્રાજ્યવાદી અને આધુનિક શાસ્ત્રો સાથે હુમલા કરતા...એટલે માત્ર તલવારથીજ દુનિયા જીતી શકાય એવી કટ્ટર અને હિંસક માનસિકતા સામે આપણે ભજન કીર્તન અને મંજીરા વગાડતી માનસિકતા ક્યાંથી ટકે ?????

૨..યુદ્ધમાં આપણી ક્ષમતા કેટલી ??? 
આપણી પાસે શક્તિશાળી સેનાપતિઓ કેટલા ???? કેટલા સૈનિકો ???? વતન માટે મરી ફીટવાની તમન્ના ધરાવતા કેટલા ??? આપણી પાસે વિદેશીઓની સરખાણીમાં શસ્ત્ર સરંજામ કેટલો ???
એમાં પણ આધુનિકતા કેટલી??? અને આ બધું હોવા છતાં યુદ્ધ, સેનાપતિ બનવાની મહત્વાકાંક્ષા અને શસ્ત્રો પ્રત્યે લગાવ કેટલો ???? વતન માટે ખપી જવાની તૈયારી કેટલી ???? આ બધા પર પ્રશ્નાર્થ છે અને સામે પક્ષે આ બધું જ હાજર તો પછી ભારતીય પ્રજાને ગુલામ થતા કોણ બચાવી શકે ????
આખી દુનિયા " નેપોલિયન અને સિકંદર  ( એલેક્ઝાન્ડર ) " જેવા બાહોશ સેનાપતિઓને ઓળખે છે પણ આપણા કોઈ સેનાપતિને દુનિયા ઓળખે છે ??? ના ...કારણકે આપણે આપણી જાતનું જ રક્ષણ ના કરી શક્યા તો બીજા પર આક્રમણ તો કેવી રીતે કરી શકીએ ???
(iv)  આટલી કમજોરીઓ ઓછી હોય એમ જે પ્રજા હતી એમાં પણ વર્ણભેદ, જ્ઞાતિભેદ, ગોળભેદ, કુળભેદ , અંધશ્રદ્ધા વગેરે જેવી અનેક બદીઓમાં ફસાયેલી હતી જે એકતા પણ ના રાખી શકી અને ગુલામ બની ગઈ...ગુલામ તો બની ગઈ પણ સાથે સાથે ગુલામ રહેવા ટેવાવા લાગી અને વારંવાર થતા આક્રમણો સહેતી ગઈ..જેના કારણે અનેક આક્રમણખોરો આવવા લાગ્યા..
(v)  ગુલામ થવાના પાંચમા કારણમાં પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવના લુપ્ત થઇ ચુકી હતી તેના કારણે થોડા અલ્પસંખ્યક લોકો પણ વિશાળ પ્રજા પર રાજ કરવા લાગ્યા અને રાજાશાહી, નોકરશાહી , શાહુકારશાહી તથા ધર્મશાહી દ્વારા શોષણ થવા લાગ્યું..બીજું એક વધુ પરિબળ એ હતું કે પ્રજામાંથી કોઈને કઈ બની શકાતું ન્હોતું એટલે સેનાપતિ કે સુબેદાર થઈશું એવી રાજકીય અપેક્ષાઓ જ ના જન્મી કારણકે રાજ તો રાજવર્ગના લોકો જ કરવાના છે એમ માની લીધું. પ્રજા એવું માનવા લાગી કે રાજ કોઈ પણ કરે આપણે તો માત્ર કર જ  ભરવાનો છે અને એટલે પ્રજા નિર્માલ્ય બની ગઈ.. હકીકતમાં ભારતદેશ એક તરફ અભેદ કિલ્લા જેવા પર્વતોથી ઘેરાયેલો અને બીજી તરફ ચારે બાજુ સમુદ્રથી કુદરતી રીતે રક્ષાયેલો હોવા છતાં ...અનેક વિદેશી આક્રમણખોરો અને આતતાયીઓ જેવા કે...ઈરાનીઓ, હુણો, શકો, કુષાણો, મોગલો, ફ્રેન્ચ, ડચ, પારસીઓ, ફિરંગીઓ અને છેલ્લે અંગ્રજોએ આ દેશ પર વર્ષો સુધી રાજ કર્યું અને આપણી મૂળનિવાસી પ્રજા ગુલામ બનીને જીવી...પણ છેવટે સામાજિક ક્રાંતિ અને કોંગ્રેસે આઝાદીનું આંદોલન ચલાવ્યું અને આપણા રાષ્ટ્રએ આઝાદીની મુક્તિનો શ્વાસ લીધો ....

જે દેશ પોતાના ઈતિહાસને ભુલી જાય તે દેશ તેના વર્તમાનને ખોઈ બેસે છે અને માટે જ ભલે જુજ આંગળીના વેઢે ગણાય એટલા જ હોય પણ ભારત પર થતા હુમલાઓને ખાળવા ખપી જનારના "પાળીયા" અને તેમના કીરદારને જાણીને નમન કરવું આજની પેઢી માટે આવશ્યક છે. મંદીરના પગથીયે માથું નમાવીને દેશના ઉજળા ભાવિની કાકલુદી કરવાના બદલે શૂરવીરોના બલીદાનથી પ્રેરીત થઈ માથુ ઉચકવાનું સાહસ પેદા થવું જરૂરી છે. બાધા આખડીઓ રાખવાથી કે દોરા ધાગા કરવાથી દેશ " વિશ્વગુરુ " ના બને. વિશ્વગુરુ બનવા માટે  લિખિત, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને વૈચારીક ક્રાંતિ કરવી પડે તો જ આપણો ઉદ્ધાર થશે...

આજની સાંપ્રત પરિસ્થિતિમાં ફરી એકવાર પ્રજાની આ જ નબળી કે કોઈ એક સત્તાધીશના પ્રભાવમાં માનસિક ગુલામી સ્વીકારી લેવાની જોખમી પ્રવૃત્તિનો દાયકો શરૂ થયો છે. સત્તાના પ્રભાવ કે દમન સામે બોલવા, લખવા કે લડવાવાળો વર્ગ મુખ્ય ધારાથી હાંસીયામાં ધકેલાઈ રહ્યો છે. રાજા જે કરે તે માન્ય, રાજા જે કહે તે પરમ સત્યના આ દૌરમાં આતતાયી પણ "દેશી" અને તેનો ભોગ પણ દેશ જ બનશે એ એક માત્ર વાત ભારતના પૂર્વ ઈતિહાસથી વર્તમાનને જુદી પાડનારી છે. પ્રજાએ આધુનિક લોકતંત્રના દેશી શાસકોની માનસિક ગુલામીમાંથી પણ બહાર નીકળવું પડશે નહીંતર ફરી ક્યારે ગુલામ  બની ગયા એ ખબર પણ નહિ પડે.     ઝાલા સંજયસિંહ ઝીંઝુવાડા
#દીવાદાંડી 
#jayrajkuvar

Zala Sanjaysinh

સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ વર્ષો સુધી અનેક વિદેશી શાસકોનો ગુલામ કેમ રહ્યો ??? ------ મંદીરના પગથીયે માથું નમાવીને દેશના ઉજળા ભાવિની કાકલુદી કરવાના બદલે શૂરવીરોના બલીદાનથી પ્રેરીત થઈ માથું ઉંચકવાનું સાહસ પેદા થવું જરૂરી છે. ------- આપણા દેશમાં વધુ પડતી આધ્યાત્મિકતાને કારણે પ્રજા આ "લોક" કરતા "પરલોક" ને સુધારવા પર ભાર મુકવા લાગી એટલે પ્રજા સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઇ જવા વધુ પ્રેરાઈ.. સરવાળે થયું એવું કે દુનિયા આખીમાં સૈનિકો વધતા ગયા અને આપણે અહીં સાધુઓ અને બાવાઓ વધતા ગયા.. ------ આપણા #દીવાદાંડી #jayrajkuvar

read more
 સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ વર્ષો સુધી અનેક વિદેશી શાસકોનો ગુલામ કેમ રહ્યો ???
------
મંદીરના પગથીયે માથું નમાવીને દેશના ઉજળા ભાવિની કાકલુદી કરવાના બદલે શૂરવીરોના બલીદાનથી પ્રેરીત થઈ માથું ઉંચકવાનું સાહસ પેદા થવું જરૂરી છે.
-------
આપણા દેશમાં વધુ પડતી આધ્યાત્મિકતાને કારણે પ્રજા આ "લોક"  કરતા "પરલોક" ને સુધારવા પર ભાર મુકવા લાગી એટલે પ્રજા સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઇ જવા વધુ પ્રેરાઈ.. સરવાળે થયું એવું કે દુનિયા આખીમાં સૈનિકો વધતા ગયા અને આપણે અહીં સાધુઓ અને બાવાઓ વધતા ગયા.. 
------
આપણા

Bhavo Patel

😏👨 #બેસીએ_ત્યાં_બેઠક_અને
👬#ઉભા_રહીએ_ત્યાં_ 👑#રાજ_😎#આ_જ_છે_અમારો_સરદાર_વંશી_નો_અંદાજ #..
                              😎😎😎
                         #પટેલ નુ #રાજ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile