Find the Best MeLove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love क्या है, there is only one happiness in this life to love and be loved hindi meaning, there is only one happiness in this life to love and be loved translate in hindi, there is only one happiness in this life to love and be loved meaning in telugu, there is only one happiness in this life to love and be loved translate in tamil,
شان
آج ایک بزرگ نے پوچھاکہ زندگی کیسی جا رہی ہے ابھی لفظ م ہی نکلا تھاکہ وه بولا اب تڑپتے کیوں ہو نہیں ملی گی اتنی آسانی سے اب وہ موت تھی یا محبت ©شان #MeLove ltingdown
Kinjal Pandya
ના કોઈનાં અભાવમાં રહેવું, ના કોઈનાં પ્રભાવમાં રહેવું! જીવન આપણું મોજથી જીવવું, આપણે આપણાં સ્વભાવમાં રહેવું! -કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" ©Kinjal Pandya #melove #inspiration #truelove #purelove #happiness #happinessquotes #realHappiness
Kinjal Pandya
એક સ્ત્રી માટે ઘણા નિયમો હોય છે. અને એ પણ પાછા પાપ અને પુણ્યના ત્રાજવે તોળાતા હોય. મારે એ પૂછવું કે શું પુરુષો માટે આવા કોઇ ત્રાજવા હોય છે?? કે પછી એમના માટે સીધો મોક્ષ જ છે?? સ્ત્રીને તો એના પાપ અને પુણ્યના સહારે સ્વર્ગ અને નર્ક નક્કી થતું હશે. ભલે. એક સ્ત્રી તરીકે મને બધું જ મંજુર છે. આવવા દો મારા કાળને ત્યાં સુધી હું મારી મરજી પ્રમાણે જ જીવીશ. પાપ અને પુણ્ય વિશે વિચારીને તો જરાય નહીં. મારે પણ જોવું છે કે મારા હિસાબના ચોપડે લખવા વાળું સાચે જ કોઈ બેઠું છે કે પછી ત્યાં ફકત મારો માધવ જ બેઠો છે જે ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન નથી જ કરતો. અને પાપ પુણ્ય લખવા વાળો બેઠો હશે તેને હું કહીશ, તું તારો હિસાબકિતાબ કરે એ પહેલા એક સ્ત્રી તરીકે મારા મનનાં, મને થયેલી દરેક તકલીફોના જવાબ આપ. પછી પણ હું જ નક્કી કરીશ કે મારે ક્યાં જવું છે. હું સ્વર્ગમાં જઈશ તો એ મારા માટે કંઈ જ નવાઈની વાત નથી કારણ હું જ્યારે મા બની હતી ત્યારે જ મને સ્વર્ગ મળી ગયું હતું. અને નર્ક મળશે એમાં તો વળી શી નવાઈ હોય.!? હું એક સ્ત્રી છું અને બધી જ જગ્યાને મારા અનુકૂળ બનાવી લઉં છું. અહીં કોઈ આત્મા પરમાત્માની વાત જ નથી. તત્વજ્ઞાનની વાત જ નથી. એક મનુષ્યભાવ અને સ્ત્રી સહજ લાગણી છે. અને આમ પણ તત્વજ્ઞાન બીજાને સલાહ દેવામાં જ સારું લાગે. પોતાનાં ઉપર વીતે ત્યારે જ સાચી સમજ ઉપજે. -કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ " #women #womenpower #wordsofwisdom #melove #inspiration #truelove #purelove
Kinjal Pandya
થોડી વ્યસ્ત છું, થોડી ત્રસ્ત છું, પણ જીવનનાં અસ્ત સુધી મદમસ્ત છું! --કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ " #melove #inspiration #truelove #purelove #motivation #happiness #happinessquotes #realHappiness
Kinjal Pandya
ફરી દોડવું જ પડ્યું મારે ઉભા થઈને, સમય સાથે કોઈ ન થોભ્યું મારા થઈને! ખબર જ છે આપણને કે, પરિસ્થિતિ સામે એકલાં જ લડવાનું છે, તો પછી બીજાની રાહ જોવામાં કે, ખોટી આશા રાખવામાં સમય ન બગાડો. પોતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી યા હોમ કરીને જંગમાં કૂદી જ પડવું, પરિણામની ચિંતા કર્યા વિના. જીતી જશું તો કંઇક અમૂલ્ય મેળવીશું, અને હારી જશું તો કંઇક શીખીશું. -કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" #motivation #selfrespect #selflove #happiness #happinessquotes #realHappiness #struggle #melove
Kinjal Pandya
તમારી લાગણીને માન આપતા શીખો. જેવી છે એવી સારી જ છે. તમારા કામ બીજાને સોપવા કરતાં જાતે જ કરો. પોતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો. ભૂલ થાય તો સ્વીકારતાં શીખો, એમાંથી શીખો. તમારી જાતને માન આપતાં શીખો. અપેક્ષા ન રાખશો, તો જીવશો કેવી રીતે ? અપેક્ષા બીજા કરતાં પોતાની પાસે વધું રાખો. સુખને માણતાં અને દુખ માંથી બહાર નીકળતાં જાતે જ શીખો. કારણ સૌ કોઈ સાથ આપશે, મદદ માટે હાથ તો નહીં જ આપે. જીવો, બીજાને જીવાડો. જીંદગી જોરદાર છે, જીવતાં શીખો. આપણે ફક્ત નિ:સ્વાર્થ કર્મ કરવું, બીજું બધું કૃષ્ણ જોઈ લેશે. એના પર વિશ્વાસ રાખો. - કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" #POSITIVEVIBES #positivethoughts #MondayMotivation #selfrespect #selflove #happiness #happinessquotes #melove
Kinjal Pandya
#મૃત્યુમહોત્સવ સ્ત્રીને ખુશ કરવાની કાનિયત કોઈ જ પુરુષમાં નથી. સ્ત્રી પોતે જ્યાં સુધી ન ઇચ્છે ત્યાં સુધી એ ખુશ ન રહી શકે કે દુઃખી પણ ન રહી શકે, એની પાસે પણ લાગણી છે, એની પાસે પણ એક જ હ્દય છે, જે અનેકવાર તૂટતું રહે છે. એ માફ કરતી રહે છે એટલે એનો અર્થ એવો નથી કે એનામાં આત્મસન્માન નથી. સ્ત્રી ખૂબ સ્વમાની હોય છે. બસ એ સંબંધના નામે જે બંધનમાં બંધાય છે એ તોડવા નથી માંગતી કે એનું અપમાન કરવા નથી માંગતી. તેથી બધું ભૂલી માફ કરે છે. એ હંમેશા હસતી હોય છે. પણ, એના દિલમાં લાગેલા ઘા કદી ભરાતા જ નથી. જેમ તેમ કરી એ ઘા રૂઝાવવાની તૈયારી કરતી હોય છે ત્યાં પુરુષ તૈયાર જ હોય છે અણીદાર હથિયાર લઈને. શું સ્ત્રીની આ જ જીંદગી છે? એણે બીજાના આધારે જ જીવવાનું? એના પોતાના વિચારોનું કંઈ નહીં? શું એ કોઈકવાર બીજાનું કહેલું ન કરે તો ન ચાલે? કોઈકવાર એની મનમાની ન કરી શકે? કૃષ્ણે પોતાના જીવનમાં આવેલી દરેકે દરેક સ્ત્રીનો આદર કર્યો છે, સન્માન આપ્યું છે, પ્રેમ આપ્યો છે. કૃષ્ણ જો આમ કરી શકતાં હોય તો આ પુરુષ કેમ નહીં?? કદાચ એટલે જ બધી જ સ્ત્રીઓ કૃષ્ણને આટલું ચાહે છે. બીજાનું જીવન મહોત્સવમાં ફેરવતાં ફેરવતાં એનું મૃત્યુ પળે પળે થતું હોય છે, એની એ પરવાહ પણ નથી કરતી. સ્ત્રીઓ માટે "મોક્ષ" શબ્દ અપવાદ જ હોવો જોઈએ. આખી જીંદગી બીજાના માટે જીવતી હોય પછી અને મોક્ષની પણ શું આશા હોય!? એ પોતાના માટે તો કદી જીવતી જ નથી. હંમેશા બીજાની ખુશીમાં જ પોતાની ખુશી શોધતી હોય, તો પછી બીજાને મોક્ષ અપાવે એટલે એને પણ મોક્ષ આપોઆપ મળી જ જતો હોવાનો ને! બીજાનું જીવન મહોત્સવ બની રહે, સ્ત્રી માટે તો એ જ મોક્ષ અને એ જ મૃત્યુ મહોત્સવ. -કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ" #મૃત્યુમહોત્સવ #women #melove #inspiration #truelove #purelove
Kinjal Pandya
જે મળ્યું છે એમાં ખુશ રહેતા શીખો, જ્યાંથી મળે આનંદ, ત્યાંથી માણતા શીખો! જીંદગી બહુ ટૂંકી છે દોસ્ત... એને મન ભરીને જીવતા શીખો! -કુંજદીપ #love #melove #inspiration #truelove #purelove #selfrespect #selflove #happiness #happinessquotes #Bestfriendsday
Kinjal Pandya
जीओ तो कुछ इस तरह, की जींदगी भी जी उठे। मौत आयें तो गम न कर, ले इस तरह उसे भी बाहों में, की वो भी महेबूबा बनकर तुमसे महोब्बत कर बैठे । -कुंजदीप #Beauty #sealover #selflove #melove #lifequotes #happiness