Nojoto: Largest Storytelling Platform

Best દરખાસ્ત Shayari, Status, Quotes, Stories

Find the Best દરખાસ્ત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દરખાસ્ત, દરખાસ્તનો વિરોધ, દરખાસ્ત હતી, દરખાસ્તનો, દરખાસ્તનો વિરોધ કરવું,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Damyanti Ashani✍️

#proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત #propose_day #વિચાર

read more
પ્રસ્તાવ...#Propose_Day
આંખોમાં જોઈને આંખોમાં ડૂબતો હસતો હસતો પ્રસ્તાવ...
તો ક્યાંક આંખો ઝૂકાવીને પ્રસ્તાવિત થતો મૂક પ્રસ્તાવ...
એ મૂક પ્રસ્તાવમાં મૌન સ્વીકૃતિ ભળે ને નજરુંની વાતું થતી હોય ખામોશ!!
ખાસ તો આ જમાનામાં મેદાન મારે છે એવો બોલકો પ્રસ્તાવ...
એ બોલકા પ્રસ્તાવમાં વળી એકેએક અક્ષરને મઠારી મઠારીને અક્ષરશઃ શાબ્દિક વાતોડિયો ઘાટ ઘડાય!
એમાંય જો ઉતાવળે ઘાટઘૂટ વગરનો અધૂરો ઘડેલો અક્ષર જીભે ગોઠવાઈ જાય! તો દરખાસ્ત નામંજૂર થવાની શક્યતા ય વધી જાય.
બીજું તો ઠીક, પણ નામંજૂર થયેલ દરખાસ્તને પોતાનાં મન પર જો હાવી થવા દીધી તો પોતાની જિંદગી નો  ઘાટ બગડે તો બગડે સાથે ઘડામણે ય માથે પડે! 
દરખાસ્ત છે ભૈ! આપણું ધાર્યું થાય પણ ને ન પણ થાય.
જો ધાર્યું થાય તો હૈયાંમાં હેતથી હરખાઈ લેવાનું અને જો ધાર્યું ન થાય તો સમય બળવાન છે, એવું મનોમન બોલતાં બોલતાં દેખ્યું-અણદેખ્યું કરીને નવી વૈચારિક કેડી કંડારતાં કંડારતાં આગળ વધી જવું.
સાચું Propose તો પોતાની જાત સાથે જ કરાય.ધાર્યું પરિણામ આવે કે ન આવે,પણ આત્મવિશ્વાસ જરૂર વધે.એ વધતો આત્મવિશ્વાસ જ દ્રઢપણે વિશ્વાસુ દિશા નિર્દેશ કરતો હોય, એવો અનુભવ ડગલેને પગલે થતો હોય છે.
~Damyanti Ashani #Proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile