Nojoto: Largest Storytelling Platform

Best શ્રાવણનો Shayari, Status, Quotes, Stories

Find the Best શ્રાવણનો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શ્રાવણનો છેલ્લો સોમવાર, શ્રાવણ પ્રારંભ, શ્રાવણનો ભજન, શ્રાવણનો મહિમા, શ્રાવણનો સોમવાર,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Bhavna Bhatt

#શ્રાવણનો મહિમા.... 2liner #guru #Nojoto2liner #પૌરાણિક

read more
*શ્રાવણનો મહિમા*    લેખ.. ૩૧-૭-૨૦૨૨

આમ જુઓ તો શ્રાવણ મહિનામાં કેટલા બધા તહેવારો ને વ્રત આવે છે. શ્રાવણ માસ ચાલુ થાય એટલે એવરત જીવરતનું વ્રત આવે. દિવાસો એ દિવસથી દશામાંનું વ્રત ચાલુ થાય. શ્રાવણ માસના ચાર શુક્રવાર જીવંતીકા મા નુ વ્રત આવે. આમ એક પછી એક પર્વ ચાલુ રહે છે. નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન આવે. આમ એક પછી એક પર્વની વણઝારા ચાલુ રહે. બોળ ચોથ આવે એટલે ગાય માતાની પૂજા કરવામાં આવે છે. નાગ પાંચમ આવે એટલે નાગ દેવની પૂજા કરવામાં આવે છે. રાંધણ છઠ્ઠ એટલે વિધ વિધ જાતના ભોજન બનાવા જે બીજે દિવસે શીતળા સાતમે ઠંડુ ખાઈ શકાય. અને પછી જન્માષ્ટમી પર્વ. નંદ મહોત્સવ જે ઘેર ઘેર અને મંદિરમાં ધામધૂમથી અને દિલની ભાવનાથી ઉજવવામાં આવે છે. પારણું બાધી નંદ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે.અને એ દિવસે બધા ઉપવાસ કરે છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે હજુ ઘણી જગ્યાએ મેળા ભરાય છે. આમ જન્માષ્ટમી નો પર્વ આપણામાં રહેલી ભક્તિ નો માહોલ રચાય છે અને "નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી" ના નાદથી ગૂંજી ઉઠે છે..
શ્રાવણ નાં છેલ્લા દિવસે ઘણી બધી જગ્યાએ ભોળા શંભુની પાલખી યાત્રા નિકળે છે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #શ્રાવણનો મહિમા.... #Nojoto2liner 

#guru


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile