Nojoto: Largest Storytelling Platform

ઈચ્છા હોય તો આવજે, બહુ તાણ નહિ કરું મારી મનોદશા ની

ઈચ્છા હોય તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશા ની પણ તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું આ શહેર
તારી ગલીમાં આવીને ક્યારેય રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કગરી-કગરી, જાજું રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફ થી એ તું જ તોડજે
તલભાર પણ મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી ને પ્રેમનું વેચાણ નહિ કરું

©Dear Dhruv #nojoto #Dard #Dard_e_dil #SAD #Shayari #gujarati 

#findyourself

dhruvsolanki2368

Dear Dhruv

New Creator