*આશિર્વાદ થયાં મોંઘા..* હાસ્યલેખ.. ૯-૮-૨૦૨૧ આજનાં જમાનામાં મોંઘવારી એટલી બધી વધી ગઈ કે એની અસર હવે તો આશિર્વાદ આપવા ઉપર પડી છે... બર્થ-ડે પાર્ટી ચાલતી હતી.. જેની બર્થ-ડે હતી એ વ્યક્તિ ઘરનાં વડીલને પગે લાગી એટલે વડીલ કશું બોલ્યાં નહીં એટલે જેની બર્થ-ડે હતી એણે કહ્યું વડીલ આશિર્વાદ આપો... વડીલ કેટલાં આશિર્વાદ આપું..??? આશિર્વાદ આપ આપ કર્યા એમાં તો અહીં પહોંચ્યો છે તું હવે વધું આશિર્વાદ આપું તો શું મંગળ ગ્રહ ઉપર બંગલો બાંધવાનો વિચાર છે.. તોયે બર્થ-ડે વાળી વ્યક્તિ કહે વડીલ આશિર્વાદ આપો.. વડીલ લે જા આપ્યાં આશિર્વાદ છો એનાથી પણ વધારે સુખી રહો બસ હવે કેટલાં આશિર્વાદ આપ આપ કરું... બર્થ-ડે વાળી વ્યક્તિ બીજા અંગત વડીલોનાં આશિર્વાદ લેવા નિકળી ગયા.. અને મનમાં વિચારી રહ્યા કે ઓહોહો આ આશિર્વાદ પણ ખુબ મોંઘા થઈ ગયાં છે... *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt આશિર્વાદ થયાં મોંઘા... લેખ... #naal #Trees