*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...