orange string love light *કાલે રમેલ હતી* ૧૫-૨-૨૦૨૪ કાલે ગોરના કુવે ચેહર મા મંદિરે રમેલ ( જાતર ) હતી ગામેગામ નાં ભુવાજી આવ્યા હતા ડાકલાં ને ભૂંગળોની સાથે વાતાવરણ ચેહરમય બન્યું હતું સેવકો ચેહર મા નો પ્રસંગને દીપાવવા ખડેપગે સેવા કરતાં હતાં ભાવના હરખનાં તેડાં હતાં માતાનો મઢ કેવો દીપી ઊઠ્યો ફુલનો શણગાર ને હરખાતાં હૈયાં ચેહર મા રાજી રાજી થઇ ગયા માઈ ભક્ત રમેશભાઈ સસ્મિત વદને આબાલવૃદ્ધ સૌને આશિષ આપે આખેઆખા મનથી રંગાઈ ગયા ત્યાં ચેહર મા મનમાં મંદ મંદ હસે એજ છે સૌની માનીતી ચેહર મા અમારુ માવતર... *કોપી આરક્ષિત* *#©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #lovelight કાલે રમેલ હતી... #nojoto❤