Nojoto: Largest Storytelling Platform

White ઈશ્વર મારા માત-પિતા ને, હું એ ઈશ્વર નો દાસ.

White ઈશ્વર મારા માત-પિતા ને,
હું એ ઈશ્વર નો દાસ.
પ્રેમ મારો પરિચય અને,
સઘળી દુનિયા મારો નિવાસ. 

માનવતા મારો પરમ ધર્મ,
હું માનવી ની જાત.
હું ને તું માં ભેદ કરું તો,
મારા અજ્ઞાન ની એ વાત.

સ્વર્ગ મારું પ્રફુલ્લિત મન,
માઁ ના ખોળા ની એ વાત.
ભુત-ભવિષ્યના ચકડોળમાં,
ન થાતો ક્યારેય હું સવાર.

આ ઘડી માં જીવી લેતો,
ધનભગી હું ધનવાન.
નાહક ચિંતા ન કરતો ક્યારેય,
'રુદ્ર' કરતો જાઉં પ્રેમ પ્રચાર. 

- જય ત્રિવેદી ("રુદ્ર")
- ૦૩/૦૮/૨૦૨૪

©Jay Trivedi
  #મારો_પરિચય #mr_trivedi #Original  ગુજરાતી કવિતા
jaytrivedi5022

Jay Trivedi

New Creator

#મારો_પરિચય #mr_trivedi #Original ગુજરાતી કવિતા

144 Views