Nojoto: Largest Storytelling Platform

Best mr_trivedi Shayari, Status, Quotes, Stories

Find the Best mr_trivedi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about deep trivedi quotes in hindi, amit trivedi, amit trivedi songs, deep trivedi, amit trivedi music director official website,

  • 1 Followers
  • 13 Stories

Jay Trivedi

પ્રેમની ઈચ્છા કે ઈચ્છાઓ ની કામના?

માણવાની મજા કે પામવા ના ઓરતા?


મન એ મહેચ્છાઓ ના પાળ્યા છે પોટલા,

આસમાન ને આંબવા આવ્યા છે દોડતા.


અચરજ નહિ સાગર ના સેંજળ ખુટયે પણ,

માણસ ના કોઈ દી પણ ના ખુટે છે ઓરતા. 


કામનાઓ ની છે વાસના તો પ્રેમ નું નામ કેમ?

પ્રેમ માં તો 'રુદ્ર' હોય બસ ન્યોછાવર ની ભાવના. 


- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #Love #mr_trivedi

Jay Trivedi

Jay Trivedi

#Miracle #ચમત્કાર #mr_trivedi #Original #શાયરી

read more
"ચમત્કાર..."

આનંદ થી અંતર ઉભરાય ત્યારે,
રાસ કરવા મારો શ્યામ જાગે છે!

તમસ કેરું વિષ પીવાને ટાણે,
અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે!

સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં?
ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે!

સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા,
તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે!

ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે,
તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે!

લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'?
ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે!

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi #Miracle #ચમત્કાર #mr_trivedi #Original

Jay Trivedi

Jay Trivedi

#માનવતા #લડાઈ #Original #mr_trivedi #શાયરી

read more
સમય સાથે સમય જતાં એ બધું સમજાય જશે,
શું ચાલે જીવન માં આજે, રાઝ સૌ વિખાઈ જશે.

માનવતા નું મૂલ્ય સમજવું એટલું પણ સહેલ નથી 'રુદ્ર',
માનવતાની લડાઈ લડતા, તારી હસ્તી પણ વિખાઈ જશે!

- જય ત્રિવદી ("રુદ્ર")

©Jay Trivedi #માનવતા #લડાઈ  #Original #mr_trivedi

Jay Trivedi

'पुरुष'

सुलजेपन का ढोंग लिए हम, दिखते बहुत मसखरें हैं।
पर, अंदर ही अंदर दिल जाने, हम कितने टूटे-बिखरे हैं।

सुबह से लेकर शाम तलक, ये अधरे जूठा हँसते हैं।
पर, मुखौटे पहनें चहेरे के पीछे, नजाने कितने ख्वाब पनपते हैं।

ना बच्चे हैं, ना स्त्री हैं हम, ना ही तो हम कुत्ते हैं।
इसी लिए शायद सब हमसे, प्यार नाप-तोल कर करते हैं।

कामयाब हुए तो कामयाबी को हम, सभीमें बांटते फिरते हैं।
नाकामयाबी में वही सब लोग, हमको ताने मारे फिरते हैं।

ज़िम्मेदारियों के बोझ तले हम, अपने सपने गाड़ा करते हैं।
कोई समझ नहीं पाएगा 'रुद्र', हम कितने उलझे-अकेले हैं।

- जय त्रिवेदी ('रुद्र')

©Jay Trivedi #पुरुष #man #Original #poem #mr_trivedi

Jay Trivedi

#પામવા_ની_રીત #bravery #mr_trivedi #Original

read more
પાંગળા થઈ ને પામવું એ કંઈ પામવાની રીત નથી,
'રુદ્ર' ખુમારી ને એળે મુકવી, શૂરવીરો ની રીત નથી.

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #પામવા_ની_રીત
#bravery #mr_trivedi #Original

Jay Trivedi

#કરી_તો_જુઓ #Original #mr_trivedi

read more
તમારા જ કર્યાં પર કદી ગુમાન કરી તો જુઓ,
અસ્થિર મગજ ને કદી શાંત કરી તો જુઓ!

થશે પસ્તાવો જિંદગી ભર નો તમને,
કદી પ્રેમ ખુલ્લેઆમ કરી તો જુઓ!

સ્વતંત્ર મને સૌ ને કલાકારી સુજે છે,
બાંધ્યા મને ગઝલ ઇજાત કરી તો જુઓ!

પસ્તાવો જ થશે સંબંધો માં બંધાઈ ને,
ખુલ્લા આસમાને કેદ માં નિંદ્રા લાવી તો જુઓ!

કેટલા યત્નો કરશો સંબંધો જાળવવા?
કદી મન ની વાત દિલ પર લાવી તો જુઓ!

મુક-બધિર જેવી જ સ્થિતિ હોઈ છે વ્યવહારોની,
'રુદ્ર' લાગણીઓ માં વહી ને ઇઝહાર કરી તો જુઓ!

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #કરી_તો_જુઓ #Original #mr_trivedi

Jay Trivedi

આંખે દેખી અરાજકતાઓ ને કાલે આ આંખો વિસરી જાશે,
ફરી થશે આ અંધેરી નગરી અને 'રુદ્ર', ગંડુંઓ જ રાજા થાશે!

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #situation #Injustice #orignal #mr_trivedi

Jay Trivedi

#શું_કરું #Original #mr_trivedi

read more
મનભાવક એવા સંસ્મરણો ન ભાવે ત્યારે શું કરું?
ઝિંદગી ના તાંડવ ની વચ્ચે શિવ ને ન ભાળું ત્યારે શું કરું?

અંતર ની લાગણીઓ વચ્ચે અંતર આવવા લાગે ત્યારે,
મૃગજળ પાછળ દોડી-દોડી શિકસ્ત ભાળું ત્યારે શું કરું?

મધરાત્રે શબ્દો ને ખોળે કલમ લઇ હું બેસું ત્યારે,
'રુદ્ર' યાદ કરી ને થાકું તોય શબ્દો ન આવે ત્યારે શું કરું?

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #શું_કરું #Original #mr_trivedi
loader
Home
Explore
Events
Notification
Profile