Nojoto: Largest Storytelling Platform

ચૂપ રહેવુંને મૌન રહેવામાં ફરક'તોછે, સૂતા રહેવુને

ચૂપ  રહેવુંને મૌન રહેવામાં  ફરક'તોછે,
સૂતા રહેવુને ઉંઘતા રહેવામાં ફરક'તો છે

ક્યારેક વરસાદ પણ દજાડે કારણ કે, 
પલળવુંને ભીંજાતા રહેવામાં ફરક'તો છે

જે મજા સફરમાં છે તે મંજિલ પર નથી,
જીવવુંને જીવતા રહેવામાં  ફરક'તો છે

*રાધાને કે મીરાને પૂછો  તો સમજાશે,*
પામવુંને ચાહતા રહેવામાં ફરક'તો છે.

જેમ જળ  અને ઝાંઝવાં માં ફરક છે,
તેમ ફરવુને રખડતા રહેવામાં ફરક'તો છે

ને હારી ગયા બાદ યુધિષ્ઠિર સમજ્યા, 
 હારવુંને હારતા રહેવામાં ફરક'તો  છે...

©Kishor Sinh Sodha #Gaya
ચૂપ  રહેવુંને મૌન રહેવામાં  ફરક'તોછે,
સૂતા રહેવુને ઉંઘતા રહેવામાં ફરક'તો છે

ક્યારેક વરસાદ પણ દજાડે કારણ કે, 
પલળવુંને ભીંજાતા રહેવામાં ફરક'તો છે

જે મજા સફરમાં છે તે મંજિલ પર નથી,
જીવવુંને જીવતા રહેવામાં  ફરક'તો છે

*રાધાને કે મીરાને પૂછો  તો સમજાશે,*
પામવુંને ચાહતા રહેવામાં ફરક'તો છે.

જેમ જળ  અને ઝાંઝવાં માં ફરક છે,
તેમ ફરવુને રખડતા રહેવામાં ફરક'તો છે

ને હારી ગયા બાદ યુધિષ્ઠિર સમજ્યા, 
 હારવુંને હારતા રહેવામાં ફરક'તો  છે...

©Kishor Sinh Sodha #Gaya