Nojoto: Largest Storytelling Platform
nojotouser9567038231
  • 25Stories
  • 49Followers
  • 228Love
    293Views

Kishor Sinh Sodha

😏"बातें तो होती रहती हैं, करोड़ो या अबजो कि,😏 😎शायर कि महफ़िल में, बातें हैं लफ्जो कि" .😎

  • Popular
  • Latest
  • Video
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

गुरु जैसा ना आसरा गुरु जैसा ना मित 
गुरु कृपा से पाओगे चंचल मन पर जीत

                                  - संत कबीर

©Kishor Sinh Sodha #gururavidas  life quotes in hindi

#gururavidas life quotes in hindi

cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

*રહેવું છે...*

આપો  સ્થાન  તો  આપના દિલમાં રહેવું છે.
આપો  શ્વાસ તો આપના પ્રાણોમાં રહેવું છે.

અમે તો રહ્યાં મુસાફિર સદા ભટકતી રાહના,
આપો  સાથ  તો  આપના  માર્ગમાં રહેવું છે.

માણવી છે  મજા આ જીવન કેરા સંગીતની, 
આપો  તાલ  તો  આપના  ગાનમાં રહેવું છે.

બની રહે  સાક્ષી  જમાનો આપણા ઈશ્કનો, 
આપો  નજર  તો આપના નેણોમાં રહેવું છે.

ઈશ્કના  દરબારમાં  અરજ  કરે  છે 'કિશોર '
આપો  રજા  તો  આપના  પ્રેમમાં  રહેવું છે.

*-  ✍️*

©Kishor Sinh Sodha #Heart
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

*કહ્યું કોણે કે અમે સહેજે તરસતાં નથી ?* 
*આપ સમયસર આવીને  વરસતાં નથી !*

©Kishor Sinh Sodha #shayri
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

શબ્દો ક્યાં શોધ્યા જડે છે..
એ તો રચાય છે જયારે હૈયું રડે છ.!!

©Kishor Sinh Sodha #SAD
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

ચૂપ  રહેવુંને મૌન રહેવામાં  ફરક'તોછે,
સૂતા રહેવુને ઉંઘતા રહેવામાં ફરક'તો છે

ક્યારેક વરસાદ પણ દજાડે કારણ કે, 
પલળવુંને ભીંજાતા રહેવામાં ફરક'તો છે

જે મજા સફરમાં છે તે મંજિલ પર નથી,
જીવવુંને જીવતા રહેવામાં  ફરક'તો છે

*રાધાને કે મીરાને પૂછો  તો સમજાશે,*
પામવુંને ચાહતા રહેવામાં ફરક'તો છે.

જેમ જળ  અને ઝાંઝવાં માં ફરક છે,
તેમ ફરવુને રખડતા રહેવામાં ફરક'તો છે

ને હારી ગયા બાદ યુધિષ્ઠિર સમજ્યા, 
 હારવુંને હારતા રહેવામાં ફરક'તો  છે...

©Kishor Sinh Sodha #Gaya
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

આમ પણ થાય ને એમ પણ થાય છે,
જિંદગી જો ને! ક્યાંથી ક્યાં લઈ જાય છે?!

આપણું આપણાંમાં ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે.

ખાલીપાએ ખભે હાથ મૂકી કહ્યું,
જો, હું છું ને! પછી શાને મૂંઝાય છે?

કોઈને જીતવાની અધીરાઈમાં,
જાતને સાવ હારીને બેસાય છે.

સાચવી રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે.

તું કહે છે કે શ્વાસો ઘણા છે અને,
હું કહેતો રહું છું - સરી જાય છે.

કોઈ પીડા નકામી તો હોતી નથી, 
આંસુ આવ્યે કવિતાઓ સર્જાય છે.

©Kishor Sinh Sodha #MoonHiding k
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

આમ  પણ  થાય  ને એમ પણ  થાય છે,
જિંદગી જો ને! ક્યાંથી ક્યાં લઈ જાય છે?!

આપણું   આપણાંમાં   ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે.

ખાલીપાએ   ખભે હાથ મૂકી કહ્યું,
જો, હું છું ને! પછી શાને મૂંઝાય છે?

કોઈને  જીતવાની  અધીરાઈમાં,
જાતને  સાવ હારીને બેસાય છે.

સાચવી  રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે.

તું કહે છે કે શ્વાસો ઘણા છે અને,
હું કહેતો રહું છું - સરી જાય છે.

કોઈ પીડા નકામી તો હોતી નથી, 
આંસુ  વચ્ચે કવિતાઓ સર્જાય છે.

©Kishor Sinh Sodha #Hopeless # alone shayar
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

"हर शाम आती हैं और चली जाती हैं
हर रोज नए रंग बतलाती हैं
न वो सुनती हैं न वो सुनाती हैं
    बस भीतर ही  भीतर गुनगुनाती हैं "

©Kishor Sinh Sodha
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

જે કંઈ પણ થાય તે થવા દઈએ
નિજ ના આનંદ ને વહેવા દઈએ

અર્થ બારી નો એ પછી સમજાશે
સૂર્ય ને છેક અંદર આવવા દઈએ

આદત વશ કાપતું રહેશે જગત
કુંપણ છે, આપણે ફૂટવા દઈએ

ક્યાં સુધી જિંદગી ને સાચવશો 
થોડીક જો તૂટે તો તૂટવા દઈએ 

એ રીતે પણ છાયડો થઈ શકે કિશોર
ડાળીઓ રસ્તા પર ઢળવા દઈએ

©Kishor Sinh Sodha #citylight
cc9ebfbd9db8ba3c18379e7f186a1872

Kishor Sinh Sodha

કાશ, હું  બેસી  શકું. ખુદની  વાટ  જોવા , 
       જેથી  બેસવું  પડે  નહીં , મને  કદી  રોવા ...💧

©Kishor Sinh Sodha #writer
loader
Home
Explore
Events
Notification
Profile