White ૐનમ: શિવાય અમે તો કવિ થયા છે,એથી રવિથી ઉપર ગયા છે. છે શેષ મારામાં હજીએ બાકી એથી વિશેષ થયાં છે. અપમાન સહી ન શક્યા તારું ને ભડભડ બળી ગયા. રોકવા તાંડવ તારું મારા કેટલાં અવશેષ થયાં છે. અમૃત જેવા સસ્તા નથી કે બધાં જ પીવા તૈયાર થાય, સામર્થ્ય શિવ જેવું કોશિશ કરજે હળાહળ વિષ થયા છે. ભલે ગંગાને શીશ ધરો,ભલે ભીલડીને ભીતર ભરો, કે બધું જાણીએ છે કે અડધા અંગે નારેશ થયાં છે. ધ્યાનસ્થ તારી ધ્યાના હું તો આ તપ વિરહનું છે, યુગો યુગોથી અધૂરા નેણ રાહમાં અનિમેષ થયાં છે. આમતો અમ હૃદયના દ્વારે આવન જાવન ઘણી છે. હૃદય સિંહાસને જોઈ પ્રતીતિ તારી સૌ નામ શેષ થયા છે. ✍️ કૌશલ્યાબા એસ મહિડા "પ્રતીતિ" ©Krishna Mahida # શિવની પ્રતીતિ