Nojoto: Largest Storytelling Platform
krishnamahida5464
  • 6Stories
  • 11Followers
  • 49Love
    744Views

Krishna Mahida

  • Popular
  • Latest
  • Video
df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

White 
ૐનમ: શિવાય 
અમે તો કવિ થયા છે,એથી રવિથી ઉપર ગયા છે. 
છે શેષ મારામાં હજીએ બાકી એથી વિશેષ થયાં છે.

અપમાન સહી ન શક્યા તારું ને ભડભડ બળી ગયા.
રોકવા તાંડવ તારું મારા કેટલાં અવશેષ થયાં છે.

અમૃત જેવા સસ્તા નથી કે બધાં જ પીવા તૈયાર થાય,
સામર્થ્ય શિવ જેવું કોશિશ કરજે હળાહળ વિષ થયા છે.

ભલે ગંગાને શીશ ધરો,ભલે ભીલડીને ભીતર ભરો,
કે બધું જાણીએ છે કે અડધા અંગે નારેશ થયાં છે.

ધ્યાનસ્થ તારી ધ્યાના હું તો આ તપ વિરહનું છે,
યુગો યુગોથી અધૂરા નેણ રાહમાં અનિમેષ થયાં છે.

આમતો અમ હૃદયના દ્વારે આવન જાવન ઘણી છે.
હૃદય સિંહાસને જોઈ પ્રતીતિ તારી સૌ નામ શેષ થયા છે. 
✍️ કૌશલ્યાબા એસ મહિડા "પ્રતીતિ" 
‌

©Krishna Mahida # શિવની પ્રતીતિ

# શિવની પ્રતીતિ #ભક્તિ

df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

White  

હા તારી હતી હું તો લાડકી,
શૈશવે કીધી મને કાં પારકી.

ઢીંગલા ઢીંગલીની શું રમત!
કે કીધો વ્યવહાર તેં વાડકી.

ઘોડીયું મુજ પગલે બંધાયું,
માનીતી થઈ ત્યાં હું માણકી.

અઢળક વ્હાલ વરસાવ્યું તોયે,
ફરી સોંપી કેમ જનકને જાનકી.

છત્રછાયા ચારે હાથોની મળી,
દયા કહું કે કૃપા કરૂણાનિધાનકી.

કન્યાદાન કરી કૃતાર્થ થઈ ગયા એ,
પરાણે મોટી બની ગઈ આ નાનકી.

કુમકુમ પગલે આવી ઘરે પોતાના,
"પ્રતીતિ" છતાંયે કહેવાય પારકી.

©Krishna Mahida #પ્રતીતી

#પ્રતીતી #કવિતા

df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

રાધા જોને તારો કાનો કેવો ખેલ કરે,
ગોકુળ મઢુલી મેલી, દ્વારિકે મેહેલ કરે.

ભૂલ્યો માખણ મીસરી ને ભૂલી ગાયો ફરે
રાજભોગ મુખે ધરે, ઊંચી એ અંબાડી ફરે

 કુબડી કુબજાના કઢીગા  રૂપે મોહ્યો ,
સૌને ઈર્ષા થાય એવી શેનો સુંદરતા ભરે,

કેટલાં ઠકરાણા પટરાણા કાલિંદી વહે,
મૂકી રાધા કેમ સોળસો ભેગી ઘેર કરે.

મીઠી મોરલી મૂકી કેમ શંખ ફૂંકવા દોડે
સખી દ્રોપદીને કાજે, મોટી મહાભારત કરે.

 એક મુઠ્ઠી પૌંઆમાં ત્રિલોક દાન કરે,
એ ઓછું પડે તો પાછું સિંહાસન ધરે.

સાંભળ સહિયર શું મનમાં વહેમ ભરે,
સાચું કહીં દેને કે તું પણ એને પ્રેમ કરે.

માધવ નટખટ નિરાળો એનું કર્મ કરે,
સૌની આશ પૂરે ને સૌના દુઃખડા હરે.

✍️કૌશલ્યાબા એસ મહિડા પ્રતીતિ

©Krishna Mahida
  પ્રતીતિ કૃષ્ણ પ્રેમ ભક્તિ & ધર્મ ભક્તિમાં શક્તિ

પ્રતીતિ કૃષ્ણ પ્રેમ ભક્તિ & ધર્મ ભક્તિમાં શક્તિ

df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

White ઈશ્વર અમારો શુભ લઈ પોતાનો લાભ કરી ગયા.
ઝળહળતું ઘર-આંગણું તારાથી એ સૂનું આભ કરી ગયાં 
સ્વાગતમાં પથરાતા પુષ્પો પર ચાલવાનું હજી બાકી હતું,
સુંવાળી સેજ ના દીધી, ને પથારી દાભ કરી ગયાં.
શોખ કેટલાય હતાં, ને કોડ કંડાર્યા કાળજે,
કસક અધૂરાં રહ્યાની, મન માંહે ક્ષોભ ભરી ગયાં.
તારા ટેકે ઉજવાતી પ્રસંગોની દરેક પળો હવે પારકી,
મહામૂલું એ માંડેલું માંડવાનું ખાલી મોભ કરી ગયાં.
ચાલતી રહેનાર એનું નામ તે જિંદગી દીધું હતું ને,
અમારા જીવનની જિંદગી હતી 'એ' લઈ  ને શું થોભ કહી ગયાં?
✍️"મા "મી

©Krishna Mahida
  #Sad_shayri  લાગણી કવિતા પ્રતીતિ

#Sad_shayri લાગણી કવિતા પ્રતીતિ

df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

White 

ગુલાબ કહે ખબર છે ખીલી ને કરમાવું છે 
 હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

માતૃભૂમિ રક્ષણ કાજે  ધરણી ધ્રુજાવનાર,
સમરાંગણે કોઈ કૂચના પગ તળે દબાવું છે
હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

લડે કાળજું કોઈ ખમીરવંતા ગજકેસરીનું;
એના ગળે વિજયમાળ થઈ લહેરાવું છે .
હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

શૂરવીરના શૌર્ય શૂરાતને ચમકતી જીત,
એની શોણિત રક્તધારાએ ભીંજાવું છે
હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

ધન્ય એ 'મા' સપૂતને,ધન્ય કોક ભાલ સિંદૂરને,
એ શહીદની શહીદીને મારે તો વધાવું છે.
હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

સો સલામી એક એક પાંખડીની પ્રતીતિ
 શૌર્ય સૌરભ અમર મૃત્યુને મહેંકાવું છે.
 હા મારે ફુલ અમર શહાદતનું થાવું છે.

✍️ કૌશલ્યાબા એસ મહિડા *પ્રતીતિ*

©Krishna Mahida
  પ્રતીતિ 🇮🇳
ફુલ શહાદત નું

પ્રતીતિ 🇮🇳 ફુલ શહાદત નું #કવિતા

df1101ff24e98c211bb5b42bb28fdfd3

Krishna Mahida

पागल परम को पा गयो,
पंडित  पूज पूज न पायो।
 पहन पायल पगली भई मीरां ;
देने प्रतीति प्रेमकी कान्हा दोंड आयो।
✍️प्रतीति

©Krishna Mahida प्रतीति 
प्रेमभक्ति

प्रतीति प्रेमभक्ति #ભક્તિ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile