Nojoto: Largest Storytelling Platform

એક પક્ષી કાયમ માટે ઉડી ગયું… ખાલી થઈ ગયું ઝાડ હવ

એક પક્ષી કાયમ માટે ઉડી ગયું…

ખાલી થઈ ગયું ઝાડ હવે, અમારું

એક પક્ષી કાયમ માટે ઉડી ગયું…

લાગણીઓ ની આશા ન રહી હવે,

ખૂબ જ અઢળક યાદો અને અવિસ્મરણીય સ્નેહ છોડી ગયું.

કિલકીલાટ અને કલરવ ના રહ્યા હવે,

એક સુનું સ્મરણ છોડી ગયું.

પાંખો નો ફડફડાટ અને ચીં ચીં ચીં ની ગુંજ ના રહી,

એક ખરતા પીંછા ની વેદના છોડી ગયું.

સુનો પડી ગયો એ માળો કાયમ માટે, હવે

એક પક્ષી કાયમ માટે ઉડી ગયું…

પરોઢ નું અવગમન અને સાંજ નું આગમન ના રહ્યા,

એ ઝાડ પર.

માત્ર આવવા જવા નો આભાસ છોડી ગયું.

હળીમળીને રહેવાનું અને ક્યારેય ઉદાસ ના થવાનું સાન માં એ કહી ગયું,

પડે જો તકલીફ તો હૈયે હામ રાખી લડવાનું શીખવાડી ગયું,

કોઈ ની સાથે ના લગાવ ને , એના ગયા પછી નો અહેસાસ એ જણાવી ગયું..

join instagram
devang_limbani_offical

- devang Limbani join instagram
devang Limbani

#Blacktree