Nojoto: Largest Storytelling Platform

આભ વરસે તો હું છત્રી લઈ લઉ, પણ નયન વરસે તો શું કરુ

આભ વરસે તો હું છત્રી લઈ લઉ, પણ નયન વરસે તો શું કરું ??
સિંહ ગરજે તો હું ભાગી યે જાઉ, પણ કોઈક નો  અહંકાર ગરજે તો શું કરું ??
પગમાં કાંટો ખટકે તો કાઢી લઉ,પણ કોઈકની વાત મનમાં ખટકે તો શું કરું ??
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,પણ વેદના છલકે તો શું કરું ??
રસ્તે દેખાઓ તો સામેથી બોલવી લઉ, પણ રસ્તો બદલી નાખો તો શું કરું ??

©Megha Chauhan
  #Life_experience #reletionship #happy #sad #ego