મને આ સુહાની રાત બોલાવે , સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..! ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે, સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે, રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..! ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે, પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે , ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..! કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે, મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..! *મને આ સુહાની રાત બોલાવે..* ઇમરાન પઠાણ *અમન* ©imran pathan ગીત: મને આ સુહાની રાત બોલાવે..!