Nojoto: Largest Storytelling Platform

આ ચાંદ પણ ચાલાકી કરવા લાગ્યો, વાદળ પાછળ છુપાવા લાગ

આ ચાંદ પણ ચાલાકી કરવા લાગ્યો,
વાદળ પાછળ છુપાવા લાગ્યો,
જરા છત ઉપર આવો ચાંદને શરમાવવો છે.

સુરજ પણ અભીમાની બની ગયો છે,
એક નઝર કરો સુરજ નુ અભીમાન ઉતારવું છે.

વરસાદ પણ શરારત કરે છે,
જરા આંખ ખોલો વરસાદ ને ભીજવવો છે.

ભમરા ભાન ભુલી ગયા છે.
એક કાતીલ નઝર કરો ભમરાઓને ભાનમાં લાવવા છે.

વસંત ને પણ થોડોક વ્હેમ છે
શણગાર સજી આવો. 
એનો વ્હેમ દુર કરવો છે.

ઠાકોર અમથો નિર્જીવ પથ્થરને પુજે છે,
એક જલક બતાવો ઠાકોરને જીવંત ઈશ્વર ના દર્શન કરવા છે.

©ઠાકોર ભાઈ
  #BehtaLamha #thakorbhai #akshaythakor #akshaykumarkoli #akshay #sharechat