Nojoto: Largest Storytelling Platform

અજાણ્યું હતું આ શહેર જ્યારે પહેલી વાર આવ્યાં , ના

અજાણ્યું હતું આ શહેર જ્યારે પહેલી વાર આવ્યાં ,
ના કોઈ સબંધ ના કોઈ ઓળખાણ,
પણ ભરબપોરે આજ કંટાળીને ભાગ્યે જ ખુલતી ગેલેરી માં નજર કરી 
તો કેટલાક જાણીતા ચહેરા નજરે પડ્યા ,
કેટલીક યાદો તાજી થઈ ,
ને સાથે એક સ્મિત જેમાં હતી થોડી હતાશા ,
કારણ કે સ્મરણ થયું આજ કે 
આ શહેર બસ છૂટી જવા ના આરે છે ,
આ લોકો જેને રોજ જોવ છું ,જેની જોડે હસુ છું ,જેની જોડે લડું છું 
એમને મળવા માટે એક દિવસ રાહ જોવી પડશે 
જે કલાસમેટસ જોડે યાદો બની છે ,જેમને ક્યારેક પ્રોત્સાહન આપ્યું છે તો ક્યારેક એમના પર એક જજમેંટ બેસાડ્યું છે ,એ એક સવાર ઉઠિશું તો દેખાશે પણ નહિ 
કોઈ સર ની ધમકી નહિ હોય કોલેજ આવા માટે ,
કોઈ છુપીછુપાઈ ને માસબંક નહિ થાય 
કોઈ ટૂર નહિ, કોઈ પાર્ટી નહિ,કોઈ એક ની વિકટરી પર જુમતો આખો ક્લાસ નહીં,
છેલ્લા ચાર વર્ષ થી આ મારા જીવન નો એક હિસ્સો છે 
જે બસ અચાનક અલગ થઈ જશે
જેટલું દુઃખ ઘર થી દુર આવતા થયું હતું કદાચ
 આ બધું છોડતાં નું દુઃખ એના થી પણ વધારે હશે,
આ શહેર ને અહી ના લોકો ,આ કોલેજ ને અહી ની યાદો 
જિંદગી ભર યાદ રહેશે .

©Mahek Chudasama
  nostalgia
# last year

nostalgia # last year #Life

27 Views