Nojoto: Largest Storytelling Platform

સમયના તાંતણા છે આપડી વચ્ચે, દૂરતા હોય કે નિકટતા, શ

સમયના તાંતણા છે આપડી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે!

ફેલાઇ જવાના છે આ સૂરજના કિરણો,
ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે!

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નીરવતા, શું ફેર પડે છે!

પવનના સહવાસી છે પંખીના પર,
સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે!

તારા જ તરફ વધવાના છે આ મારા કદમ,
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે!


- કેતન પનારા #rachuketu
સમયના તાંતણા છે આપડી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે!

ફેલાઇ જવાના છે આ સૂરજના કિરણો,
ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે!

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નીરવતા, શું ફેર પડે છે!

પવનના સહવાસી છે પંખીના પર,
સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે!

તારા જ તરફ વધવાના છે આ મારા કદમ,
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે!


- કેતન પનારા #rachuketu
ketanpanara3865

Ketan Panara

New Creator