Nojoto: Largest Storytelling Platform

દરેક નવી સવાર નવી શક્યતાઓ લઈને આવે છે. આપણે એ સવા

દરેક નવી સવાર નવી શક્યતાઓ લઈને આવે છે. 
આપણે એ સવારને નવી ગણીએ છીએ ખરાં? ના,
 આપણે આજના એન્જિન સાથે ગઈકાલના ડબ્બા જોડી રાખીએ છીએ. આવા કેટલા ડબ્બાઓ આપણે દરરોજ ખેંચતા હોઈએ છીએ.
 આપણને એ વાતનો અંદાજ પણ નથી રહેતો કે પાછળ જોડાયેલા ડબ્બાને કારણે આપણી ગાડી ધીમી પડી ગઈ છે. 
એ ડબ્બામાં જે ભર્યું હોય છે
 એ કંઈ કામનું નથી હોતું અને એ
 બધું ધીમે ધીમે વજનદાર થતું હોય છે. 
આપણે એ ડબ્બાને છૂટા કરી દેવાના હોય છે. 
નાના હોઈએ ત્યારે રમકડાં આપણને ગમતાં હોય છે. 
તમને જે રમકડાં અત્યંત પ્રિય હતાં 
એમાંથી કેટલાં રમકડાં અત્યારે તમારી પાસે છે? 
કદાચ એકેય રમકડું નહીં હોય. 
રમકડાંથી રમવાની ઉંમર પૂરી થાય પછી
 આપણે તેને ભૂલી જઈએ છીએ. 
ગમતી વસ્તુ પણ ભૂલી જનારા આપણે ન ગમતી વસ્તુ, 
વાતો, ઘટનાઓ અને પ્રસંગો કેમ નથી ભૂલી શકતા...

©Devang Limbani #nijotohindi 
#Instagram 
#Flower