Nojoto: Largest Storytelling Platform

લાગી તારી ધૂન એવી તારા દ્વારે આવી પહોંચી, હરખાતો ચ

લાગી તારી ધૂન એવી તારા દ્વારે આવી પહોંચી,
હરખાતો ચહેરો જોઈ તારી ભક્તિમાં લીન થઈ.

યશોદામૈયાનો કાનુડો રાધાનો ક્રિષ્ણા લાગે પ્યારો,
રાધાકૃષ્ણનો પ્રેમ મીરાકૃષ્ણની પ્રીત લાગી પ્યારી.

ક્યાં ક્યાં શોધું તને મળવા આવી પહોંચી ગોકુલમાં,
નંદઘેર આનંદભર્યો દ્વારિકાનગરી બની સોનેરી કેવી.

ગોપીઓ સંગ રાસરચતા પહોંચ્યો કાનુડો વૃંદાવનમાં,
રાધા મનમોહી બેઠી કૃષ્ણની પ્રેમભરી વાંસળીની ધૂનમાં.

નંદકિશોરનો લાલ નટખટ કાનુડો માખણચોર લાગે પ્યારો. 
શ્યામ રંગ સમીપે પહોંચી શ્રીનાથજી રણછોડરાયના દ્વારે.

©Meena Prajapati Krishna 
#Krishna