ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે, જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં આ વસંત પણ ચાલી જાશે. "તારા ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે, રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે, ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને... જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..