Nojoto: Largest Storytelling Platform

કોને ખબર હું શું છું, કોણ છું હું ? આશા ના ઢગ માંથ

કોને ખબર હું શું છું, કોણ છું હું ?
આશા ના ઢગ માંથી ફેકાયેલો જણ છું હું.
નિભાવી ના શક્યા મને પછી કહે છે ,
સમય ના અભાવે ભૂલાયેલો સંબંધ છું હું .
કહીદો માળી ને, એ શું સાચવશે મને ,
ખીલ્યા પહેલા જ ચૂંટાઈ ગયેલું ફૂલ છું હું .
કોઈ નો હું સાર નથી,કે કોઈ નો મર્મ,
ખોવાએલી પુસ્તક નું મળી આવેલું પૃષ્ઠ છું હું .
વધુ તો કઈ નથી 'વિરલ' પણ શું  કરું, 
કોઈ ના સ્પર્શ થી ટેવાયેલો ગાલ છું  હું .
                    -વિરલ ખરાડી Kone khbar hu su chu Kon chu hu #written by - viral kharadi #viralkharadis poem