Nojoto: Largest Storytelling Platform
viralkharadi9037
  • 42Stories
  • 6Followers
  • 0Love
    0Views

viral kharadi

viralkharadis poem

  • Popular
  • Latest
  • Video
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

#viralkharadi_s_poem
ગુલશનમાં ગુલઝા,ગુલઝામાં ગુલાબ, ગુલાબ પર એક ગુલાબી ગુલાબ.
ટોળામાં સખીઓની વચ્ચે જ્યાં નજર જાય મારી ત્યાં સોનેરી શબાબ. #love #gujaratiquotes #poetry #shayari #gujratishayari #gujratipoetry #gujrati
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

 એણે કહ્યું કે આંખોમાં વસુ છું,ને માની પણ લીધું,
કાંકરી ખૂંચી ને મેં અમસ્તાં ઉજાગરો કરી લીધો.

ભર વરસાદે એની છત્રી કાગડો શું થઈ,
'વિરલ' પવનનેય ફેટ પકડી બાથમાં ભરી લીધો.
 #rainingtoday #gujrati #shayari
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

ભર ટ્રાફિકમા એક સિગ્નલ પર પતંગિયું ફુલો ને શોધતુ'તુ #gujarati #gujratipoetry #shayari #gujjuquotes
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે,
વરસોથી સૂકી ડાળ પર નવી કુંપળ જેવું લાગશે.

સંઘરીને રાખ્યું છે એક પરબીડિયું મેં ક્યારનું,
વરસો પછી એને પણ સરનામા જેવું લાગશે .

'પ્રિયંકા' ફક્ત ફોટો🧚ની ક્યાં વાત છે અહીં.
મારે તો મન✨ કોઈ પ્રસંગ જેવું લાગશે.🎊🎉
😋😋😋😋😋😋 #poetry #gujarati #gazal #gujratipoetry
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

            
 તું
મારી સઘળી સમસ્યા નું નિવારણ છે તું,
મારા અંતરમાં ઉઠતા સવાલો ના જવાબ છે તું,
મારા ચહેરા ની ખુશીઓ નું કારણ છે તું...
                               #viralkharadispoem
હું દરીયો ને સતત વહેતી નદી છે તું,
હું તરસ્યો ને શીતળ જળ છે તું,
હું પથિક ને મારી મંઝિલ છે તું...
                             
મારા અંદર ધબકતો એક એક ધબકાર છે તું,
હુંફ, લાગણી ને પ્રેમ ની મૂરત છે તું,
હું માંગુ ને આપી દે એ ભગવાન છે તું,
હું છુ તેનું એકમાત્ર કારણ છે તું... બસ, એક તમારી પાણીદાર આંખો ની છે સંગત, 
બાકી બીજું   કોણ છે અહીં અમારું અંગત !!!!!! #YourQuoteAndMine
Collaborating with NIRALI CHAVDA

બસ, એક તમારી પાણીદાર આંખો ની છે સંગત, બાકી બીજું કોણ છે અહીં અમારું અંગત !!!!!! #YourQuoteAndMine Collaborating with NIRALI CHAVDA #viralkharadispoem

e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

વહેતી નદી પર એક વાદળને રમતા જોયું છે,
ક્ષણભરમાં એને નદીમાં નમતા પણ જોયું છે.

ધીમેથી તેને કાનમાં કંઈક કહેતા મે જોયું છે,
સ્હેજ પવનથી વાદળને શરમાતા પણ જોયું છે.

નદીના વળાંકોને ઊંચેથી નિહાળતા જોયું છે,
સાથે વ્હેણમાં તેને વહેતા પણ મે જોયું છે.

વાદળને એકલતામાં એકરાર કરતાં જોયું છે,
નજરો ઝૂકાવી પ્રેમને સ્વિકારતા મેં જોયું છે.

વહેલી સવારે છૂપાઈને કંઈક આવું જોયું છે,
ચોરી છૂપેથી પ્રેમ કરતા કુદરતને મેં જોયું છે.

e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

અ‌ણધા‌ર્યુ ક્યાંકથી એક પાંદડું આવી પડ્યું,
અહીં ઘણા છે વૃક્ષો એ ક્યાંથી આવી પડ્યું?

ક્યાં જવું હશે અને ક્યાં હશે મુકામ,
પાનખરના ધીમા પવને ક્યાંથી આવી પડ્યું?

રંગે છે રતુબંડુ ને છે સહેજ પીળુ,
વાંકી છે કેડ પણ એ ક્યાંથી આવી પડ્યું?

ક્યાંક હજી પડ્યાં છે થોડા ઘણાં છાંટા,
ને લીલાં છે શ્વાસ તો એ કેમ આવી પડ્યું?

હસતો છે ચહેરો ને મનમાં છે સંતોષ,
દસ્તુર છે જીવનનો એટલે જ આવી પડ્યું.

પણ રસ્તો ભૂલ્યૂ હશે કે કાંઇ કહેવું હશે મને,
'‌વિરલ'તારા જ એ ખોળે કેમ આવી પડ્યું?

e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

થાકી ગયો છું,નિરાંતે બેસી હવે જીંદગી ને માણવી છે,

ઝંખી રહેલા જીવનની એક એક પળને હવે પામવી છે.



 #gazal #shayari  #gujaratiquotes #gujratishayari #poetry #poem  #gujratigazal #lifequotes
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

સૌએ ઓછા વત્તે મને વહેંચી લીધો છે,
થોડો પોતાનો થોડો બીજા નો કરી લીધો છે.

થોડા સપના થોડો પ્રેમ ભાગ બરાબર કરી લીધો છે.
સૌએ પોતાના ત્રાજવે મને તોલી લીધો છે. #poetry #gujaratiquotes #gujarati #gazal #gujratishayari #gujratigazal
e4b596e8ad3842b03b7283f7d2ac0695

viral kharadi

કોને ખબર હું શું છું, કોણ છું હું ?
આશા ના ઢગ માંથી ફેકાયેલો જણ છું હું.

કહીદો માળી ને, એ શું સાચવશે મને ,
ખીલ્યા પહેલા જ ચૂંટાઈ ગયેલું ફૂલ છું હું .

વધુ તો કઈ નથી 'વિરલ' પણ શું  કરું, 
કોઈ ના સ્પર્શ થી ટેવાયેલો ગાલ છું  હું .

loader
Home
Explore
Events
Notification
Profile