White *કોરો કાગળ છું* મારું જીવન તો, એક કોરો કાગળ છે હું કયાં કોઈ અસ્તિત્વ ધરાવુ છું. હરઘડી રંગ બદલાતાં જોયા છે, હું આધી અધૂરી ઘડાઈ છું ઈશ્વરે પણ ઉતાવળ કરી છે. ભાવના સમજવાનું ગજુ ક્યાં છે, જિંદગીમાં ઘા ઉંડા ઝીલ્યા છે એ સમજવા વાળું કોણ છે. ઉંધા ચશ્મા પહેરી સૌ ફરે છે, સત્ય સમજવા હૈયું ક્યાં છે પડછાયાએ દગો કર્યો છે. ઝંખ્યુ હતું ક્યાં મળ્યું છે, ડગલે પગલે સમાધાન કર્યું છે એટલે કોરો કાગળ બની રહી છું.. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #hindi_diwas કોરો કાગળ છું...#Nojoto ગુજરાતી ટૂંકી કવિતા