Nojoto: Largest Storytelling Platform

દિકરી આવી જાણે, પત્થર જણ્યો; આવકાર ના'  ટાણે,પત્થર

દિકરી આવી જાણે, પત્થર જણ્યો;
આવકાર ના'  ટાણે,પત્થર જણ્યો.

એક ભાઈ વચ્ચેની તું સાતમી બહેન;
બોલે ટાણે કટાણે, પત્થર જણ્યો.

કેવાં કેવાં મારે છે, મહેણા ટોણાં;
કડવા કટાક્ષ બાણે,પત્થર જણ્યો

નફરત ઉપેક્ષા ને પ્રેમથી તો જોજન દૂર;
જમવાના ભાણે, પત્થર જણ્યો.

દિકરી છે દુધ પીતી કરો,સૌ કહે;
ક્યાં! દિકરી અટાણે ! પત્થર જણ્યો.

દિકરાની ઈચ્છા ઠાંસી મનોમન ;
જાણે અનજાણે,પત્થર જણ્યો

ના ખુશ માત-પિતા દિકરી અવતરણે
લખાય દિકરી લખાણે !પત્થર જણ્યોવ

©Bindu Harshad Dalwadi
  #ગઝલ 
#દિકરી 
#nojato 
#Bindu

#ગઝલ #દિકરી #nojato #Bindu #શાયરી

155 Views