Nojoto: Largest Storytelling Platform

હું શું કરું? તારા વિના ક્યાંય ના ગમે તો હું શું

હું શું કરું?

તારા વિના ક્યાંય ના ગમે તો હું શું કરું?
તારી યાદો જ ફરતે ટોળે વળે તો હું શું કરું?

કપરો સમય છે આ આપણી કસોટીનો,
સ્મરણો ય મને સતાવ્યા કરે તો હું શું કરું?

ઇચ્છે તો ય તું નહીં જ આવી શકે જાણું છું.
તોય નજર દરવાજે જ અથડાયા કરે હું શું કરું?

મનમાં એમ થાય કે થોડું કંઈક વાંચી લઉ,
પણ આંખો પાના જ ઉથલાવ્યા કરે હું શું કરું?

-અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' #WatchingSunset  Jignesh Trivedi HITESH DABHI Rajesh Kumar Maneet Irfankhan Juneja