Nojoto: Largest Storytelling Platform
avanipandyajani5210
  • 15Stories
  • 16Followers
  • 112Love
    80Views

Avani Pandya jani

તૃષ્ણા

  • Popular
  • Latest
  • Repost
  • Video
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

આપણી જ્ઞાતિના દીર્ઘદ્રષ્ટા ,ઓછું ભણેલ અને ઝાઝુ ગણેલ, જબરદસ્ત  કોઠાસૂઝ વાળા,તમામ જ્ઞાતિજનો ના હૃદય સમ્રાટ,પ્રત્યેક વ્યક્તિને વ્યક્તિગત ઓળખનારા, આત્મવિશ્વાસુ,નિર્ભય, જબરદસ્ત ડેરિંગ વાળા, જ્ઞાતિના યુવક યુવતીઓમાંથી આઇ.એ.એસ અને આઇ.પી.એસ જોવાની જબરદસ્ત ઇચ્છાવાળા ,જ્ઞાતિ વિકાસ એ જ જેમનું જીવન ધ્યેય હતું તેવા અભૂતપૂર્વ પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ મુળજી દાદાની ત્રીજી પુણ્યતિથિ આવતી કાલે શ્રાવણ સુદ અગિયારસ ને બુધવારના રોજ હોય ને તેમના ભાણેજ જીતુભાઈ  પનોત તથા કુટુંબીજનો તરફથી સરસ્વતી સહાયક ફંડમાં રૂપિયા 11000 નો ચેક અર્પણ કરેલ છે તેઓશ્રી તરફથી દર પુણ્યતિથિએ 11000 અર્પણ કરવામાં આવે છે.ભગવાન એમના આત્માને શાંતિ આપે તે માટે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા અથવા પંદરમા અધ્યાય નું પારાયણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને કુટુંબીજનોને સુખ શાંતિ અને સમાધાન આપે તેવી પ્રાર્થના.

©Avani Pandya jani

86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

સૌ સાથે છે મારી તો ખાસ છે જિંદગી,
જાણે પ્રભુનું જ એક વરદાન છે જિંદગી.


માઁ છે તો પૃથ્વી તણું સ્વર્ગ છે જિંદગી,
તેના વીના તો જાણે કારાવાસ છે જિંદગી.


પિતાની છત્રછાયામાં ગુલતાન છે જિંદગી,
 નહીં તો છતા શ્વાસે અધ્ધરતાલ છે જિંદગી.


ભાઈ-ભાંડુના સાથથી તાકાતવર છે જિંદગી,
તેના વિના તો એકલતાનો આભાસ છે જિંદગી.


જીવનસાથીના સહવાસમાં પ્રેમમ્‌ગ્‌ન છે જિંદગી,
તેના વિના સુનો સંસાર,મોળો કંસાર છે જિંદગી.


બિજુ કાંઈ જ નહીં બસ ખુશહાલ છે જિંદગી,
પ્રભુના સુંદર વરદાનથી અસરદાર છે જિંદગી.


અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા'
શિક્ષીકા ત્રાપજ હાઇસ્કૂલ 
ભાવનગર

©Avani Pandya jani સાથ

#stay_home_stay_safe
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

#Jindagi
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

*અવનિ*

હું અવનિ...હું ધરા..હું જ છું વસુધા 
હું એની એ જ બસ વસનાર હોય જૂદા  

હું ભૂમિ હું જમીન હું જ છું વિશ્વંમભરા
લોક કરે રમખાણ મૂક બની હું સહુ સદા  

હું ધાત્રી હું ક્ષિતી હું જ છું અચલા 
નદી વ્હ્યા કરે મુજ પર બની નિશ્ચલા

હું વસુમતી હું ભોય હું જ છું ભોમકા 
લોક સૌ વેરી બને મુજ કાજ કરે જઘડા

હું પ્રથમી હું મેદિની હું જ છું રત્નગર્ભા 
મુજ કાજ શહીદી વ્હોરે છે અનેક નરબંકા

હું ભુપૃષ્ઠ હું ભૂતળ હું જ છું ઈલા 
જો ખેડૂત પાય પ્રસ્વેદ તો હું બનું ફળદ્રુપા

હું તલસુ ને તડપુ વરસાદી પ્રેમ કાજ 
મહેકુ સોળેકળાએ વરસી પડે જો વાદળા

હું સહનશક્તિ ની બનું સૌમ્ય મુરત
આકાશ *અવનિ* મળે બનું હું ક્ષિતિજા


અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' 
શિક્ષીકાત્રાપજ હાઇસ્કૂલ 
ભાવનગર

©Avani Pandya jani અવનિ

અવનિ #Shayari

86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

*વરસાદ*

*તારા વીના નો મારો પહેલો વરસાદ*

તારી યાદમાં રડી રહી છું હું,
પ્રભુ પણ કોઈની યાદમાં તડપતો હોત
 તો સારું હોત.

જિંદગી અંધકાર ભરી લાગે છે આજ,
રોશની અંતરના અંધકારને ભગાડતી હોત
 તો સારું હોત.

અલગ રહી નથી જીવી શકાતું હવે,
તું હર ક્ષણ સતત મારી સાથે જ હોત 
તો સારું હોત.

વરસાદ રુપી રડે છે વાદળો પણ સતત,
અવનિને અંબરનું મિલન ક્ષિતિજ રૂપ કલ્પના જ ના હોત તો સારું હોત.

આકાશ તો વરસાદથી પ્રેમરૂપ વરસી પડે છે અવનિ પર,
કાશ! આ અવનિ પણ કોઈના પ્રેમથી ભીંજાઇ શકતી હોત તો સારું હોત.

તું તો રાજ કરે છે મારા તન મન  ધન પર,
કાશ! હું પણ તારા દિલો દિમાગ ની રાણી હોત
 તો સારું હોત.

અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' 
શિક્ષિકા ત્રાપજ હાઈસ્કૂલ poem
#raindrops
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

હું શું કરું?

તારા વિના ક્યાંય ના ગમે તો હું શું કરું?
તારી યાદો જ ફરતે ટોળે વળે તો હું શું કરું?

કપરો સમય છે આ આપણી કસોટીનો,
સ્મરણો ય મને સતાવ્યા કરે તો હું શું કરું?

ઇચ્છે તો ય તું નહીં જ આવી શકે જાણું છું.
તોય નજર દરવાજે જ અથડાયા કરે હું શું કરું?

મનમાં એમ થાય કે થોડું કંઈક વાંચી લઉ,
પણ આંખો પાના જ ઉથલાવ્યા કરે હું શું કરું?

-અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' #WatchingSunset  Jignesh Trivedi HITESH DABHI Rajesh Kumar Maneet Irfankhan Juneja

#WatchingSunset Jignesh Trivedi HITESH DABHI Rajesh Kumar Maneet Irfankhan Juneja #poem

86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

ચાહુ હૂં કોઈ એવો વિસામો મળે,
આંસુ આ ખાળે એવો સહારો મળે.

અવનિ  'તૃષ્ણા' #lost
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

ટેનામેન્ટ વેચવાનાં છે
ભાવનગર 

શિવમ અમૃત-4
 ટોપ3 થી સ્પોર્ટ્સ કોમ્‌પ્લેક્સ રોડ
હાઇવે નજીક,સ્કૂલ,કોલેજ, દવાખાનાથી નજીક,ઉત્તમ બાંધકામ,વાસ્તુશાસ્ત્ર  માન્ય, એકદમ વ્યાજ્બી કિંમત,
રેડી પઝેશન,સબસિડી પાત્ર,
ટાઇટલ ક્લિયર આપના બજેટમાં આપવાના છે.
૯૪૨૭૭૫૪૮૩૭/૯૪૨૬૧૮૯૩૨૭ #sunrays
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

હા હું ભલે ખાંભી થઈ જાઉ 
જરૂર હોય તો દેશ કાજ આંધી થઈ જાઉ 

ભલેને આધુનિક સમયની યુવાની છું હું 
પણ મારાઓ કાજ વીર ભાથી' થઈ જાઉ 

ઇચ્છાઓ તો ઘણી છે જીવનની પણ 
વતન કાજ સમર્પણ થી વનરાગી ય થઇ જાઉ 

ઇચ્છુ વતન કાજ મરી ફીટવાનુ
જિવ દઈ દવ ને ત્યાગી પણ થઇ જાઉ 

પ્રેરણા લઉં મારી ખમીરવંતી ખાંભીઓ માંથી 
પછી ભલેને મારી માઁ ભોમ કાજ બાગી થઈ જાઉ 

અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' #IndianArmy
86d99425c3d8a0815ea679862495d15c

Avani Pandya jani

ક્ષણમાં ઇતિહાસ રચાય છે ને ક્ષણમાં વિખાય છે 
ઇતિહાસ બનાવી માણસ ખુબ હરખાય છે 

ઇતિહાસ સાક્ષી છે કે ઇતિહાસ રોળાય છે 
ને એક બનતા તરતજ બીજો પિંખાય છે 

રચવા ઇતિહાસ માણસ ખુદ આગમાં ય હોમાય છે
ને ઇતિહાસની લ્‌હાયમાં ખુદ ઇતિહાસ બની જાય છે.

અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' #SushantSinghRajput
loader
Home
Explore
Events
Notification
Profile