White હું વિન્ધ્ય ની પાળે બેસીસ તું રેવા ની ધારે આવજે, હું વર્ષો થી તરસ્યો રહીશ તું એક જ ઘૂટે ધરાવજે. હું બેઠેલો હોઈશ તું હર્ષ ની હેલી લાવજે, મારા મન-મેલ ધોઈ આતમ માં ભીંજાવજે હું ત્યાં જ હોઈશ તું સ્પર્શ ની લ્હેરખી લાવજે, હું કુવા નો માણહ તું ઝરણાં થી મલાવજે હું બેઠેલો જ હોઈશ તું શૌર્ય નો સુરજ લાવજે, ને અંતરકપાટ માં પ્રકાશ-પુંજ રેલાવજે હું ત્યાં જ હોઈશ તું ધરતી માં ઢાળ લાવજે, જનમ થી આળસુ છું જરા શક્તિ-સંચાર કરાવજે હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ તું છેલ્લે આકાશ બની ને આવજે તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ તું હૈયે ૐકાર ગુંજાવજે ©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv