Nojoto: Largest Storytelling Platform

અહો! શ્રી રામ તમે સૌ નાં સર્વસ્વ તમે રાવણ ને પણ મ


અહો! શ્રી રામ
તમે સૌ નાં સર્વસ્વ
તમે રાવણ ને પણ માર્યો
પરંતુ, 
એની કસોટી કરવાનું ભૂલી ગયાં ?
મારી ગયેલાં રાવણ નેજ માર્યો !
ખરાં અર્થ માં રાવણ નો વધ તો સીતાએ જ કરેલો

અહો! શ્રી રામ
પ્રતીક્ષા, વાણ, માન, મર્યાદા
આ સૌ તમારા જ પર્યાય

તો, સીતા, શબરી, અહલ્યા
ક્યાંક તો રાવણે પણ તમારો 
જાપ જપેલો જ 

અહો! શ્રી રામ
શું ખરેખર તમે 
કહી શકો કે કોણ 
તમારી કસોટી માં ખરું ઉતરી શક્યું? 
સીતા, શબરી, રાવણ, અહલ્યા કે શ્રી રામ ખુદ! 

કોની પીડા ની પોટલી હતી સૌથી ભારે ? 
શું ખરેખર સ્ત્રી ને જ દર વખતે અગ્નિ પરીક્ષા આપવી અનિવાર્ય ખરું? #yqbaba #yqgujrati

અહો! શ્રી રામ
તમે સૌ નાં સર્વસ્વ
તમે રાવણ ને પણ માર્યો
પરંતુ, 
એની કસોટી કરવાનું ભૂલી ગયાં ?
મારી ગયેલાં રાવણ નેજ માર્યો !
ખરાં અર્થ માં રાવણ નો વધ તો સીતાએ જ કરેલો

અહો! શ્રી રામ
પ્રતીક્ષા, વાણ, માન, મર્યાદા
આ સૌ તમારા જ પર્યાય

તો, સીતા, શબરી, અહલ્યા
ક્યાંક તો રાવણે પણ તમારો 
જાપ જપેલો જ 

અહો! શ્રી રામ
શું ખરેખર તમે 
કહી શકો કે કોણ 
તમારી કસોટી માં ખરું ઉતરી શક્યું? 
સીતા, શબરી, રાવણ, અહલ્યા કે શ્રી રામ ખુદ! 

કોની પીડા ની પોટલી હતી સૌથી ભારે ? 
શું ખરેખર સ્ત્રી ને જ દર વખતે અગ્નિ પરીક્ષા આપવી અનિવાર્ય ખરું? #yqbaba #yqgujrati