Nojoto: Largest Storytelling Platform

આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ

આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક પોલીસનો ડર!
આર ટી ઓના નવા નિતિ નિયમો દેશમાં લાગુ પડી ગયા પડી લોકો દંડની રકમથી ગભરાય છે.. લોકો જેવા રોડ ઉપર ટ્રાફીક પોલીસ જુએ છે બસ તેમને જાણે જંગલમાં ઉભેલા સિંહના ટોળાં જેવો ડર તરત પેસી જાયછે! હવે મારુ શું થશે!
હેલ્મેટ વગર વાહન ચલાવવું, લાઇસન્સ પાસે ના હોવું, પી યુ સી વગર વાહન ચલાવવું, કે નશો કરીને વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે હાલ હવે પહેલાની જેમ રહ્યુ નથી કે ખીસ્સામાંથી પાંચ પચ્ચીસ રુપિયા ટ્રાફીક પોલીસને આપી દો ને દંડમાથી મુક્તી મેળવો! પણ હવે આ નવા કાયદા સખ્ત બની ગયાછે માટે કોઇપણ માણસે વ્હીકલ ચલાવતી વખતે હવે પાસે વ્હીકલના દરેક પેપરો હાજર લઇ ને ફરવુ પડશે જો આમાં એકાદ પણ ચીજ નહી હોય તો ઓછામાં ઓછા રુપિયા પાંચસો તમારા ગયા જ સમજો.હાલ આજકાલ પી યુ સી કઢાવવા ખુણે ખોચરે વ્હીકલનોની લાઇનો પડવા લાગી છે માટે લોકોને કલાકો સુધી તાપ વરસાદમાં ઉભુ રહેવુ પડતુ હોયછે તેમજ હેલ્મેટ ખરીદવા ટુ વ્હીલરના શોરૂમમાં તેમજ દુકાનમાં ભીડ જોવા મળી રહીછે અત્યાર સુધી બધુ ગમે તેમ ચાલતુ હતુ પણ હવે તે જરાય નહી ચાલે..દરેક રાજયમાં, દરેક શહેરોમાં આ કાયદો લાગુ પડી ચુક્યોછે..
જનતા હવે ધીરે ધીરે આ બાબતે જાગ્રત બનતી જાયછે કે સલામતી માટે આ બધુ ખરેખર જરુરી તો છે પણ ઘણા લોકો તેમ પણ કહેછે કે દેશની આ સરકારનું દેશના વિકાસ માટે પૈસા એકઠા કરવા માટેનું આ કાવતરુછે! પણ જે હોય તે આપણે હવે આ બાબતે સજાગ રહેવુ જરુરીછે નહી તો એક દિવસ આ ચીજો વગર આપણુ પણ ચલન ફાટયું જ સમજો..
ને હવે આવા કડક કાયદાઓની સાથે સાથે પબ્લીક ને ટ્રાફીક પોલીસ વચ્ચે નાનુ મોટુ ઘર્ષણ થવાની પુરી શક્યતા રહેલી છે, પરંતુ આમ છતાંય છેવટે તો આપણુ કંઇજ નથી ચાલવાનું! કારણકે દેશનો કોઈ પણ કાયદો એ કાયદો જ હોયછે તે દેશના દરેક નાગરિકે તેનુ પાલન કરવાનું હોયછે.
બસ તમારે ઉપરની વિગતો ધ્યાનમાં રાખવી કે રોડ ઉપર વ્હીકલ ચલાવતી વખતે વ્હીકલના દરેક પેપરો સાથે રાખવા જોઇએ ને સાથે માથે એક હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ..આમેય આપણી સલામતી એજ તો આપણુ સારુ જીવન છે.

આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક પોલીસનો ડર! આર ટી ઓના નવા નિતિ નિયમો દેશમાં લાગુ પડી ગયા પડી લોકો દંડની રકમથી ગભરાય છે.. લોકો જેવા રોડ ઉપર ટ્રાફીક પોલીસ જુએ છે બસ તેમને જાણે જંગલમાં ઉભેલા સિંહના ટોળાં જેવો ડર તરત પેસી જાયછે! હવે મારુ શું થશે! હેલ્મેટ વગર વાહન ચલાવવું, લાઇસન્સ પાસે ના હોવું, પી યુ સી વગર વાહન ચલાવવું, કે નશો કરીને વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે હાલ હવે પહેલાની જેમ રહ્યુ નથી કે ખીસ્સામાંથી પાંચ પચ્ચીસ રુપિયા ટ્રાફીક પોલીસને આપી દો ને દંડમાથી મુક્તી મેળવો! પણ હવે આ નવા કાયદા સખ્ત બની ગયાછે માટે કોઇપણ માણસે વ્હીકલ ચલાવતી વખતે હવે પાસે વ્હીકલના દરેક પેપરો હાજર લઇ ને ફરવુ પડશે જો આમાં એકાદ પણ ચીજ નહી હોય તો ઓછામાં ઓછા રુપિયા પાંચસો તમારા ગયા જ સમજો.હાલ આજકાલ પી યુ સી કઢાવવા ખુણે ખોચરે વ્હીકલનોની લાઇનો પડવા લાગી છે માટે લોકોને કલાકો સુધી તાપ વરસાદમાં ઉભુ રહેવુ પડતુ હોયછે તેમજ હેલ્મેટ ખરીદવા ટુ વ્હીલરના શોરૂમમાં તેમજ દુકાનમાં ભીડ જોવા મળી રહીછે અત્યાર સુધી બધુ ગમે તેમ ચાલતુ હતુ પણ હવે તે જરાય નહી ચાલે..દરેક રાજયમાં, દરેક શહેરોમાં આ કાયદો લાગુ પડી ચુક્યોછે.. જનતા હવે ધીરે ધીરે આ બાબતે જાગ્રત બનતી જાયછે કે સલામતી માટે આ બધુ ખરેખર જરુરી તો છે પણ ઘણા લોકો તેમ પણ કહેછે કે દેશની આ સરકારનું દેશના વિકાસ માટે પૈસા એકઠા કરવા માટેનું આ કાવતરુછે! પણ જે હોય તે આપણે હવે આ બાબતે સજાગ રહેવુ જરુરીછે નહી તો એક દિવસ આ ચીજો વગર આપણુ પણ ચલન ફાટયું જ સમજો.. ને હવે આવા કડક કાયદાઓની સાથે સાથે પબ્લીક ને ટ્રાફીક પોલીસ વચ્ચે નાનુ મોટુ ઘર્ષણ થવાની પુરી શક્યતા રહેલી છે, પરંતુ આમ છતાંય છેવટે તો આપણુ કંઇજ નથી ચાલવાનું! કારણકે દેશનો કોઈ પણ કાયદો એ કાયદો જ હોયછે તે દેશના દરેક નાગરિકે તેનુ પાલન કરવાનું હોયછે. બસ તમારે ઉપરની વિગતો ધ્યાનમાં રાખવી કે રોડ ઉપર વ્હીકલ ચલાવતી વખતે વ્હીકલના દરેક પેપરો સાથે રાખવા જોઇએ ને સાથે માથે એક હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ..આમેય આપણી સલામતી એજ તો આપણુ સારુ જીવન છે.

Views