White હાલરડું મારા કુંવર પોઢો પારણીયે, પારણીયે મારા પારણીયે, મારા કુંવર પોઢો પારણીયે. સોના રૂપાની દોરી રે બાંધી, મારા હેતનો ના કોઈ પાર રે, મારા કુંવર..... મારી આંખ નો પલકારો રે, મારા જીવન નો આધાર રે, મારા હર્દય ના ધબકારા રે, મારા હોઠો ની ભાષા રે, મારા કુંવર..... આભે ઊગેલ છે ચાંદલિયો, નીચે લાવું તારલા રે, રમજો તારલા સંગે રે, મારા કુંવર..... મારા અંતરના ઓરડે સમાયા રે, મારા કૉખે જન્મ્યા કુંવર રે, તમે પોઢો મારા ખોળે રે, મારા કુંવર..... ©'મધુ' #Madhu