Nojoto: Largest Storytelling Platform
goswamidivya4472
  • 127Stories
  • 205Followers
  • 1.7KLove
    11.4KViews

'મધુ'

મન મૂંઝાય ભીતર કાયા કળવળે સદા, માનવ સમજે નહિ તોયે જીવતરને

  • Popular
  • Latest
  • Repost
  • Video
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

માતૃત્વ

મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા 
મારા મન ને વધુ સંવેદનશીલ કરવા 
આપણે આપણો એક અંશ ઝંખતા હતા.

ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન,
ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે.

શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, 
આવ્યો એક  મીઠો સ્વર ધીરેથી,
 બોલ્યું બાળ હું છુ મા તારા કોખે.

મા બની ભાવુક ને  વેઠ્યા બધા  કષ્ટ,
વિકસવા દીધો બાળ
 જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ.

ધીમે ધીમે સમય સાથે  વિકસતો રહયો ગર્ભ ને 
  મા ની  આતુરતા  વધતી રહી.

સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ,
બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને  પાર, 
આપ્યા સદવિચારો અપરંપાર.

©'મધુ'
  #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

મન મૂંઝાય ભીતર કાયા કળવળે સદા,
માનવ સમજે નહિ તોયે જીવતરને.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

Jai shree ram રામ


રામ એટલે સત્ય નો વિજય,
રામ એટલે ધર્મ નો વિજય,
રામ એટલે કોમલભાવનું ઝરણું,
રામ એટલે માનવતા ના પિતા,
રામ એટલે સત્ય,
રામ એટલે નિઃસ્વાર્થ ભાવે વહેતી લાગણી,
રામ એટલે ડૂબેલાનો  કિનારો,
રામ એટલે મુક્તિનો મારગ.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

એમ કોઈને કંઈ પૂછાય નહિ,
એમ કોઈને કંઈ કહેવાય નહિ
છે આતો સ્વાર્થી માણસો 
એમ એમનો વિશ્વાસ કરાય નહિ. 

એમ જ થઈ જતી હતી વાતો પહેલા,
હવે તો પરવાના વગર કંઈ બોલાય નહિ.
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.

એમ તો ઘણી ઘસી છે,
 પોતાની જાત ને એમના માટે,
પણ હવે કોણ બતાવે અમાસ ને પૂનમનો ઉજાસ, 
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

સમાજ વ્યકિત નું 
 વ્યક્તિત્વ,વર્તન કે વ્યવહાર નહિ!
પરંતુ બીજા દ્રારા કરવામાં આવેલું વર્ણન સાંભળીને વર્તે છે.

©'મધુ' #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

પરાવલંબી થઈ વાગી ઠોકર તો
બન્યા આત્મનિર્ભર.

©'મધુ'
  #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

મૂલ્ય

જે વ્યકિત ને આપણું મૂલ્ય ના હોય ને,
તે વ્યકિત  નું  આપણાં જીવનમાં  બહુમૂલ્ય છે તે જણાવવું વ્યર્થ છે.

©'મધુ'
  #Madhu
3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

તમે જ છો

મારાં હાર્દ ની વ્યથા ને,
 જાણનાર તો તમે  જ છો.

મારાં  શબ્દો ની મૂંઝવણ ને
 ઉકેલનાર તો તમે જ છો.

મારી આંખો ની ભાષાને,
   વાંચનાર તો તમે જ છો.

 મારી મૌન ભરી લાગણી ને,
 સમજનાર તો તમે જ છો.

 મારાં  ગરમ ગુસ્સા ને,
ટાઢક આપનાર તો તમે જ છો.

હું છું વહેતી નદીને મને,
આવકારનાર દરિયો તો તમે જ છો. 

મારાં  હોઠોનું,
તરંગીત સ્મિત તો તમે જ છો.

મારાં  અઢળક પ્રેમનાં ,
હકદાર પણ તમે  જ છો.

©'મધુ'
  #Madhu
@Madhu

#madhu @Madhu

3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

સત્ય 

 હું  છું વિશેષણ વિનાનું,
નથી કોઈ  માત્રા મારે,
નામ છે મારું સત્ય.


હું છું  સાથ વિનાનું એકલું,
નથી કોઈ  સાચા મિત્ર મારે,
નામ છે મારું સત્ય.

©'મધુ'
  #Madhu
@મધુ

#madhu @મધુ

3c68004a7b5ddf65415592821435c347

'મધુ'

જન્મ થયો જેલમાં ને,
છોડ્યા માતા - પિતા,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દુઃખ કોને કેવાય!

યમુનાના સહકાર થી  પહોંચ્યા
 પાલક માતા- પિતા ની પાસ ,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દેવકી, વાસુદેવથી છુટા થવાનું દુઃખ કોને કેવાય!
@Madhu
મામા જેના હોય મોતનો પોકાર, માથે નાચે મોર ની જેમ,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે  સગા નો વધ કરવાનું દુઃખ કોને કેવાય! 
            
રાધા ના પ્રેમમાં તરબોળ, 
એકમેક થઈને એકબીજાના મન માં વસેલા,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે   પોતાના હર્દય થી દૂર જવાનું દુઃખ કોને કેવાય!
         
 સાત જન્મોના બંધન થી બંધાયા રુકમણી સાથે ,
ને લાજ રાખી સોળ હજાર કન્યાની,
કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે  સહનશક્તિ કોને કેવાય!

©'મધુ'
  #Madhu 
@Madhu
loader
Home
Explore
Events
Notification
Profile